ફિલ્મ પ્રિવ્યુ : ધ લંચબૉક્સ

અગાઉ અનેક શૉર્ટ ફિલ્મ બનાવી ચૂકેલા ડિરેક્ટર રિતેશ બત્રાએ બનાવેલી અને વિદેશમાં થતા અનેક ફિલ્મ-ફેસ્ટિવલમાં વખણાયેલી ફિલ્મ ‘ધ લંચબૉક્સ’ની વાર્તા મુંબઈના ડબ્બાવાળાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે પણ ફિલ્મના આંતરપ્રવાહમાં એક લવ-સ્ટોરી ચાલી રહી છે.


દરરોજ લાખો લંચબૉક્સની અવરજવર કરતા આ ડબ્બાવાળાઓથી જવલ્લે જ ભૂલ થતી હોય છે. ભૂલ ન થાય એ રીતે કામ કરતી આ આખી ચેઇન કઈ રીતે ગોઠવાય છે એ વિશે હાર્વર્ડ યુનિવર્સિટી પણ સ્ટડી કરી ચૂકી છે. ફિલ્મ ‘ધ લંચબૉક્સ’ એ ભૂલ પર આધારિત છે જેમાં એક ડબ્બો ખોટી જગ્યાએ ચાલ્યો જાય છે અને દરેકના જીવનમાં નવા વળાંક આવી જાય છે.

ઇલા (નમþતા કૌર) પોતાની દીકરી યશ્વી અને પતિ રાજીવ (નકુલ વૈદ્ય) સાથે રહે છે. તેની મૅરિડ લાઇફ એકદમ નીરસ થઈ ગઈ છે, પણ તે પેલી ઉક્તિમાં દૃઢપણે માને છે કે પુરુષોનું દિલ જીતવાનો માર્ગ પેટ થકી આગળ વધે છે અને એટલે જ તે દરરોજ નવી-નવી રેસિપી બનાવીને રાજીવને મોકલે છે, પણ રાજીવને એની કોઈ અસર થતી નથી અને દર વખતે ઇલાનો પ્રયાસ નિષ્ફળ જાય છે. એવામાં એક દિવસ અચાનક જ ઇલાનું લંચબૉક્સ ભૂલથી ખોટી જગ્યાએ ડિલિવર થઈ જાય છે અને સાજન ફર્નાન્ડિસ (ઇરફાન ખાન)ની પાસે પહોંચી જાય છે. સાજન વિધુર છે, નોકરીને ૩૫ વર્ષ થઈ ગયાં છે અને નિવૃત્તિના આરે છે. તે ખરા અર્થમાં એકલવાયું જીવન જીવે છે તો સામા પક્ષે ઇલા બધાની હાજરી વચ્ચે પણ એકલી પડી ગઈ છે. સાજન ડબ્બો જમી લે છે અને ડબ્બાની સાથે તે એક ચિઠ્ઠી પણ મૂકે છે જેમાં તેણે ડબ્બો જમવાની ભૂલ કરી એ માટે માફી માગે છે. બસ, અહીંથી બન્ને વચ્ચે ચિઠ્ઠીઓની આપ-લે શરૂ થાય છે અને ચિઠ્ઠીઓ થકી જ વાત, સંબંધ અને પ્રેમની ઉષ્મા આગળ વધે છે. ફિલ્મ ‘ધ લંચબૉક્સ’માં ૮૦નો દાયકો પસંદ કરવામાં આવ્યો છે જે તબક્કામાં મોબાઇલ કે ઇન્ટરનેટ શોધાયા નહોતા. લોકો એકબીજાને લેટર લખતા અને પ્રેમીઓ પ્રેમપત્ર લખતા.

ફિલ્મમાં ત્રીજું મહત્વનું કૅરૅક્ટર અસલમ શેખ (નવાઝુદ્દીન) પણ છે. સાજન રિટાયર થાય એ પછી અસલમે તેની જગ્યા લેવાની છે. સાજનને અસલમ સહેજ પણ ગમતો નથી, પણ જેમ-જેમ તેના અને ઇલાના સંબંધો આગળ વધવા માંડે છે એમ-એમ તેના અસલમ પ્રત્યેના અણગમાઓ પણ દૂર થવા માંડે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જો તમને જિંદગી જીવવા જેવી લાગવા માંડે તો એ જિંદગીમાં આવતી તમામ રાહ અને એ રાહના રાહદારીઓ પણ ગમવા માંડતા હોય છે.

ફિલ્મને પ્રોડ્યુસ અને ડિસ્ટ્રિબ્યુટ કરવામાં અનુરાગ કશ્યપ, કરણ જોહર અને દર મોશન પિક્ચર્સ જેવા ધુરંધરો આગળ આવ્યા છે જે દેખાડે છે કે ફિલ્મ ભલે નાના બજેટની હોય, પણ ફિલ્મની સ્ટોરીમાં સત્વ ભારોભાર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK