ફિલ્મ પ્રિવ્યુ : લુટેરા

એક હેતુ એવો છે કે આ વાર્તા એક એવા ચોરની છે જેનું કામકાજ ચોરીનું છે અને બીજો હેતુ એ છે કે આ વાર્તા એક એવા ચોરની છે જે શરમાળ પ્રકૃતિની એક યુવતીનું દિલ ચોરી લે છે.


બોલીવુડના દિગ્ગજોએ 'લૂટેરા'ના કર્યા ભરપેટ વખાણ


કાસ્ટ 

રણવીર સિંહ, સોનાક્ષી સિંહા,વિક્રાંત મૅસી,આરિફ ઝકરિયા, અદી હુસેન, શિરીન ગુહા

પ્રોડ્યુસર 

એકતા કપૂર, શોભા કપૂર, અનુરાગ કશ્યપ અને વિકાસ બહલ

ડિરેક્ટર 

વિક્રમાદિત્ય મોટવાણી

મ્યુઝિક-ડિરેક્ટર

અમિત ત્રિવેદી

ફિલ્મનું ટાઇટલ ‘લુટેરા’ છે, પણ એ બે હેતુથી રાખવામાં આવ્યું છે. એક હેતુ એવો છે કે આ વાર્તા એક એવા ચોરની છે જેનું કામકાજ ચોરીનું છે અને બીજો હેતુ એ છે કે આ વાર્તા એક એવા ચોરની છે જે શરમાળ પ્રકૃતિની એક યુવતીનું દિલ ચોરી લે છે. ફિલ્મના કેન્દ્રસ્થાને લવસ્ટોરી જ છે. અગાઉ ‘ઉડાન’ જેવી ક્રિટિક્સની વાહવાહી લૂંટાવી ચૂકેલી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂકેલા વિક્રમાદિત્ય મોટવાણીની આ ફિલ્મની કથાવસ્તુ અમેરિકાના જાણીતા વાર્તાકાર ઓ હેન્રીની ‘ધ લાસ્ટ લીફ’ પર આધારિત છે.

ફિલ્મ વરુણ શ્રીવાસ્તવ (રણવીર સિંહ) અને પાખી (સોનાક્ષી સિંહા)ની આસપાસ ગૂંથાઈ છે. ફિલ્મમાં ૧૯૫૩નો સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. વેસ્ટ બેન્ગાલના માણિકપુર નામના એક નાનકડા ગામમાં વરુણ શ્રીવાસ્તવ પોતાની ટીમ સાથે આવે છે. પુરાણા સ્થાપત્યના રિસર્ચ માટે આવ્યો હોવાનું કહેતા વરુણનો હેતુ જુદો જ છે. વરુણ માણિકપુરના જમીનદાર પાસે રહેલી પૌરાણિક મૂર્તિ ચોરવા આવ્યો છે. આ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. ગામમાં આવેલા આ ભણેલાગણેલા અને સ્થાપત્યક્ષેત્રના જાણકાર એવા વરુણથી ધીમે-ધીમે જમીનદાર અને તેની ફૅમિલી પ્રભાવિત થઈ જાય છે. વરુણ સબ બંદર કા વ્યાપારી જેવો છે. તે સુંદર પેઇન્ટિંગ કરી જાણે છે. તેને મ્યુઝિકનો  શોખ છે અને ખેતીવાડીનું જ્ઞાન પણ તેનામાં છે તથા લોકોનાં મન જીતવામાં પણ તે માહેર છે. વરુણની આ ખાસિયતોને કારણે જ પાખી તેને દિલ દઈ બેસે છે. વરુણ અને પાખીના આ લાગણીભર્યા સંબંધો સામે પરિવારના સભ્યોનો કોઈ વિરોધ નથી. ઊલટું તે લોકો વરુણની પરવાનગી લઈને તેનાં અને પાખીનાં મૅરેજની તૈયારી શરૂ કરી દે છે. મૅરેજનો દિવસ નજીક આવતો જાય છે અને એના એક્ઝૅક્ટ એક દિવસ પહેલાં વરુણ પેલી પૌરાણિક મૂર્તિ ચોરીને રફુચક્કર થઈ જાય છે. આ ઘટનાથી સ્વાભાવિક રીતે સૌ હેબતાઈ જાય છે. માતાજીની મૂર્તિ ચોરાઈ અને દીકરીની જિંદગી રોળાઈ ગઈ. જમીનદાર પિતા માટે આ આઘાત વજ્રાઘાત સમાન છે અને હાર્ટ-અટૅક આવતાં તેમનું મૃત્યુ થાય છે.

પહેલાં પ્રેમ અને પછી પપ્પા. પાખી હવે તૂટી જાય છે, પણ જિંદગી જીવવા માટે છે અને જીવનમાં આવેલા સંઘર્ષનો સામનો કરવાનો હોય એવા ભાવથી તે નવેસરથી જિંદગી શરૂ કરવાના હેતુથી મક્કમ મન સાથે શિમલામાં તેમના બીજા ઘરે ચાલી જાય છે. જોકે અહીં આવ્યા પછી વિચિત્ર સંજોગોમાં તેનો સામનો વરુણ સાથે થાય છે. વરુણ પોતાના માણસો સાથે શિમલામાં પણ એ જ કામ કરવા આવ્યો છે જે કામ માટે તે માણિકપુર ગયો હતો.

ફિલ્મમાં પચાસના દસકાને દર્શાવવામાં આવ્યો છે. એ માટે પુષ્કળ મહેનત કરવામાં આવી હતી. મ્યુઝિક-ડિરેક્ટર અમિત ત્રિવેદીએ એ સમયના મ્યુઝિક માટે રીતસર ગુજરીબજાર અને ચોરબજારમાં ફરીને જૂની રેકૉર્ડ્સ એકત્રિત કરી હતી અને એ મ્યુઝિક સાંભળીને એના પરથી પ્રેરણા લઈને ગીતો તૈયાર કર્યા છે. ફિલ્મમાં જેટલો ખર્ચ ઍક્ટર-ઍક્ટ્રેસની ફીનો નથી થયો એટલો ખર્ચ ૧૯૫૦ના અરસાને એસ્ટૅબ્લિશ કરવામાં આર્ટ-ડિપાર્ટમેન્ટનો થયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK