ફિલ્મ પ્રિવ્યુ : લાલ રંગ

આવતી કાલે રિલીઝ થાય છે

laal rang



રક્તના વેપારની વાત ‘લાલ રંગ’માં કરવામાં આવી છે. ફિલ્મનો લીડ સ્ટાર રણદીપ હૂડા છે અને તેની સાથે અક્ષય ઑબેરૉય, રજનીશ દુગ્ગલ અને મીનાક્ષી દીક્ષિત છે. હરિયાણાના કરનાલમાં શંકર (રણદીપ હૂડા) એક ગેરકાયદે બ્લડ-બૅન્ક ચલાવે છે અને એમાંથી રૂપિયા કમાય છે. શંકર મનનો ભોળો પણ છે અને જરૂરિયાત હોય એવા લોકોને મદદ કરવામાં પણ પાછો નથી પડતો. એક સમય હતો કે જ્યારે શંકર રિદ્ધિને (મીનાક્ષી દીક્ષિત) પ્રેમ કરતો હતો, પણ એ રિલેશનશિપ ક્યારેય આગળ ન વધી અને શંકર લાઇફમાં એકલો થઈ ગયો. પોતાની આ એકલતા શંકર બીજાને મદદ કરીને કાઢ્યા કરતો હોય છે. શંકરની સાથે રાજેશ (અક્ષય ઑબેરૉય) જોડાય છે. રાજેશ કૉલેજમાં એક છોકરીને પ્રેમ કરે છે જેને પૈસાદાર હસબન્ડ જોઈએ છે. શૉર્ટકટમાં પૈસા બનાવવા માટે જ રાજેશ શંકરની સાથે જોડાય છે અને શંકરને એમાં કોઈ વિરોધ પણ નથી, પણ બન્નેના સંબંધોમાં તકલીફ ત્યારે શરૂ થઈ જાય છે જ્યારે રાજેશ તમામ પ્રકારના નીતિનિયમો તોડીને લોકોને લૂંટવાનું અને લોહી ચૂસવાનું શરૂ કરી દે છે. રાજેશ અને શંકર વચ્ચેના તનાવની સાથે જ દબંગ ઇન્સ્પેક્ટર (રજનીશ દુગ્ગલ) ટ્રાન્સફર થઈને કરનાલ આવે છે. ઇન્સ્પેક્ટર ગેરકાયદે બ્લડ-બૅન્ક બંધ કરાવવા માટે કમર કસે છે. આમ ટેન્શનમાં નવો ઉમેરો થાય છે.

હરિયાણા અને પંજાબ જેવાં સ્ટેટ્સમાં બ્લડનો ગેરકાયદે બિઝનેસ બહુ મોટા પાયે ચાલે છે અને હજારો લોકો એ બિઝનેસમાં જોડાયા છે, કામ કરવાને બદલે દર દસ દિવસે બ્લડ ડોનેટ કરીને રૂપિયા કમાનારા આવા લોકોને ધ્યાનમાં રાખીને ‘લાલ રંગ’ બનાવવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK