ફિલ્મ પ્રિવ્યુ : ક્રિશ ૩

ડિરેક્ટર-પ્રોડ્યુસર રાકેશ રોશનની ફિલ્મ ‘ક્રિશ ૩’ દસ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કોઈ... મિલ ગયા’ અને ‘ક્રિશ’ની સીક્વલ છે. ફિલ્મ સ્વાભાવિક રીતે બચ્ચાંઓને મજા પડી જાય એવા સુપરપાવરમૅન ક્રિશ એટલે કે ક્રિષ્નાની આસપાસ ઘુમરાય છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ફિલ્મ ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં ફિલ્મ ‘ક્રિશ’ પૂરી થઈ હતી.
જાદુના પાવરથી સુપરબ્રેઇન બની ગયેલા રોહિતને અતિ મહત્વાકાંક્ષી એવા ડૉ. સિદ્ધાંત આર્યએ પોતાના કબજામાં લઈ લીધો હતો. આગળની ફિલ્મ ‘ક્રિશ’માં પ્રિયા (પ્રિયંકા ચોપરા)ના આગ્રહથી ક્રિશ (હૃતિક રોશન) સિંગાપોર જાય છે અને અનાયાસે તે પોતાના પપ્પા રોહિત (અગેઇન હૃતિક રોશન)ને મળે છે. ક્રિશ રોહિતને છોડાવીને પ્રિયા સાથે ફરી ઇન્ડિયા આવે છે. અહીંથી ‘ક્રિશ ૩’ની નવી વાર્તા શરૂ થાય છે. ક્રિષ્ના અને પ્રિયાનાં મૅરેજ થઈ ગયાં છે. પપ્પા રોહિત સાથે સુખરૂપ રહે છે. ક્રિષ્નામાં રહેલા સુપરપાવરનો ઉપયોગ તે ક્રિશ બનીને જરૂરિયાતમંદ લોકો માટે કર્યા કરે છે અને જ્યાં પણ, જ્યારે પણ તેની જરૂર પડે છે ત્યારે તે ત્યાં પહોંચી જાય છે. રોહિત પણ પોતાની જિંદગીના અંતિમ ભાગમાં હવે માનવસમાજને વધુ ને વધુ તંદુરસ્ત જીવન મળે એ માટે મેડિસિન અને વૅક્સિન ડેવલપ કરવાનું કામ કરે છે. સૌ પોતપોતાની જિંદગીમાં ઓતપ્રોત છે, પણ તેમને કોઈને ખબર નથી કે દૂર-દૂર કોઈ એવી વ્યક્તિ પણ છે જે પૃથ્વી પર કબજો કરવાના હેતુથી તૈયારી કરી રહ્યો છે. તેનું નામ છે કાલ (વિવેક ઑબેરૉય). કાલ એકલો નથી, તેણે પોતાની એક આખી ગૅન્ગ બનાવી છે જેમાં તેણે જાનવરની અદ્ભુત શક્તિ ધરાવતા મૅનવેર પણ રાખ્યા છે. આ મૅનવેરમાં ચિત્તા જેવી ઝડપ ધરાવતી ચિત્તાગર્લ અને દેડકા જેવી લાંબી જીભવાળી ફ્રૉગમેન પણ છે. આ જ ગૅન્ગમાં કાયા (કંગના રનોટ) પણ છે. કાયાની ખાસિયત એ છે કે તે ગરોળી, કાચિંડા અને નાગ જેવાં સરિસૃપ પ્રાણીઓ જેવા ગુણ ધરાવે છે અને એનો આકાર ધારણ કરી શકે છે. અદ્ભુત તાકાત ધરાવતા મૅનવેરની ગૅન્ગના માલિક એવા કાલે એક એવો વાઇરસ બનાવ્યો છે જે વાઇરસ તે ફેલાવે કે તરત જ માણસના શરીરના કોષ મરવા માંડે અને માણસ ગણતરીની ઘડીઓમાં મરી જાય.

કાલ આ બધું રોહિત પાસેથી એક ફૉમ્યુર્લા મેળવવા માટે કરી રહ્યો છે. રોહિતને તેની શક્તિ જાદુ નામના પરગ્રહવાસીએ આપી હતી. જાદુમાં રહેલી અપાર શક્તિઓ તેનામાં કઈ રીતે આવી એનું સંશોધન કરતાં રોહિતને એ શક્તિ સામાન્ય માણસમાં કેવી રીતે લાવી શકાય એની ખબર પડી ગઈ છે. રોહિત આ ફૉમ્યુર્લાનો ઉપયોગ માનવસમાજના હિતમાં કરવા માગે છે, જ્યારે કાલ એનો ઉપયોગ કરીને દુનિયા પર રાજ કરવા માગે છે. કાલ રોહિત પાસે એવી શરત રાખે છે કે જો તે જાદુની ફૉમ્યુર્લા કાલને આપી દે તો પોતે ફેલાવેલા વાઇરસનું ઍન્ટિડોટ એટલે કે એ વાઇરસનું મારણ આપી દે, જેથી લોકો મરતા અટકે. જો રોહિત એ ફૉમ્યુર્લા આપી દે તો પૃથ્વી પર કાલનો કબજો થઈ જાય અને જો તે ફૉમ્યુર્લા ન આપે તો કાલ પૃથ્વી પર રહેલી વસાહતનો નાશ કરી નાખે. હવે પૃથ્વી અને લોકોને બચાવવાની જવાબદારી માત્ર ક્રિશ પર જ નહીં, પણ રોહિત પર પણ આવી જાય છે.

ફિલ્મનું મ્યુઝિક રાજેશ રોશનનું છે. અગાઉની બન્ને ફિલ્મનું મ્યુઝિક ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ હિટ થયું હતું, પણ ‘ક્રિશ ૩’નું મ્યુઝિક ઍવરેજ છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે ફિલ્મની સ્પેશ્યલ ઇફેક્ટ્સ માટે હૉલીવુડને બદલે ભારતના જ આર્ટિસ્ટ પાસે એ ઇફેક્ટ્સ ઊભી કરવામાં આવી. આ સ્પેશ્યલ ઇફેક્ટ્સનું કામ લગભગ ૧૧ મહિના ચાલ્યું, પણ ૧૧ મહિના પછી જે ફાઇનલ પ્રોડક્ટની ‘ક્રિશ ૩’ તૈયાર થઈ છે એ પ્રોમો પરથી તો અદ્ભુત લાગી રહી છે.

એક્સ-મેનનાં કૅરૅક્ટર...

ફિલ્મનો સુપરહીરો સંપૂર્ણ ભારતીય છે, ડિરેક્ટર ભારતીય છે અને હૉલીવુડને ટક્કર મારે એવી સ્પેશ્યલ ઇફેક્ટ્સ પણ ભારતીયો દ્વારા તૈયાર થઈ છે; પણ મજાની વાત એ છે કે ફિલ્મ ‘ક્રિશ ૩’ના વિલન વિવેક ઑબેરૉયની જે મૅનવેર ગૅન્ગ છે એ હૉલીવુડની સુપરહીરો ફિલ્મ ‘એક્સ-મેન’ની વિલન ગૅન્ગ પરથી તૈયાર કરવામાં આવી છે. અલબત્ત, રાકેશ રોશન આ માનવા તૈયાર નથી પણ જે કોઈએ ‘એક્સ-મેન’ ફિલ્મ જોઈ હશે તેમને મૅગ્નેટો કૅરૅક્ટર અને તેની ગૅન્ગની ખબર હશે. કાલ બનેલા વિવેક ઑબેરૉયનું કૅરૅક્ટર લોખંડને પોતાની તરફ આકષીર્ લેતા મૅગ્નેટો જેવું જ આપવામાં આવ્યું છે. કંગના અને અન્ય કૅરૅક્ટર પણ આ જ ફિલ્મ પરથી લેવામાં આવ્યાં છે.

થોકબંધ મર્ચન્ડાઇઝ...

અગાઉ આવેલી ‘કોઈ... મિલ ગયા’ અને ‘ક્રિશ’માં બચ્ચાંઓને મોજ પડી ગઈ હતી અને એ સમયે આ ફિલ્મની કૉમિક્સ અને અન્ય પ્રોડક્ટ માર્કેટમાં આવી હતી, પણ આ વખતે તો રાકેશ રોશને હદ કરી દીધી છે. ‘ક્રિશ ૩’ માટે અંદાજે દોઢસો પ્રોડક્ટ માર્કેટમાં મૂકવામાં આવી છે જેમાં આઇસક્રીમથી લઈને ટી-શર્ટ અને બેલ્ટથી માંડીને જીન્સ, કીચેઇન, માસ્ક અને વૉલેટનો સમાવેશ થાય છે. અરે, આ ‘ક્રિશ ૩’ માટે ચાંદી, સોના અને પ્લૅટિનમનાં બ્રેસલેટ અને પેન્ડન્ટ પણ મૂકવામાં આવ્યાં છે. સૌથી મજાની વાત એ છે કે ‘ક્રિશ ૩’ના મર્ચન્ડાઇઝ ૨૦ રૂપિયાથી લઈને ૨૫,૦૦૦ રૂપિયાની રેન્જમાં મૂકવામાં આવ્યા છે.

ટોટલ બિઝનેસ...

આ સિરીઝ રાકેશ રોશનને બિઝનેસની દૃષ્ટિએ જબરદસ્ત ફળી છે. પહેલી ફિલ્મ ‘કોઈ... મિલ ગયા’ ત્રીસ કરોડમાં બની હતી, જ્યારે સુપરહિટ નીવડેલી એ ફિલ્મે બજેટ કરતાં લગભગ ત્રણગણો એટલે કે ૮૯ કરોડનો લાઇફટાઇમ બિઝનેસ કર્યો હતો. બીજી ફિલ્મ ‘ક્રિશ’ પણ સુપરહિટ હતી. આ ફિલ્મ ૪૫ કરોડના બજેટમાં બની હતી અને એણે પણ ત્રણગણો એટલે કે ૧૨૭ કરોડનો લાઇફટાઇમ બિઝનેસ કર્યો હતો. હવે જોવાનું એ છે કે પ્રમોશન સાથે ૧૧૫ કરોડના બજેટમાં તૈયાર થયેલી સિરીઝની ત્રીજી ફિલ્મ ‘ક્રિશ ૩’ ફરી વખત ટ્રિપલ-બિઝનેસનો રેકૉર્ડ જાળવીને બૉલીવુડમાં હાઇએસ્ટ બિઝનેસ કરનારી ફિલ્મ બને છે કે નહીં.

વિવેક અને કંગના હતાં નવરાધૂપ...

વિવેક ઑબેરૉય અને કંગના રનોટ બન્ને આ ફિલ્મમાં કાલ અને કાયા નામના વિલન બન્યાં છે, પણ જ્યારે તેમને સાઇન કરવામાં આવ્યાં ત્યારે બેમાંથી એકપણ પાસે ખાસ નોંધપાત્ર કામ નહોતું. હકીકત એ પણ છે કે કાલ અને કાયા માટે બેમાંથી કોઈ પહેલી પસંદગી નહોતાં. સુપરહીરો સામે જો વિલન પણ પાવરફુલ હોય તો જ સુપરહીરોની કિંમત લોકોને સમજાય, આવું માનતા રાકેશ રોશન કાલ માટે અજય દેવગન અને શાહરુખ ખાન બન્ને સાથે વાત કરી હતી.

રાકેશ રોશન પહેલાં કંગના રનોટને જ કાયાના કૅરૅક્ટરમાં લેવા માગતા હતા, પણ રાકેશ રોશનની ફિલ્મ ‘કાઇટ્સ’માં કંગનાનો ૮૦ ટકા રોલ કપાઈ ગયો હોવાથી કંગનાના મનમાં ગુસ્સો હતો અને તેણે ફિલ્મ કરવાની ના પાડી દીધી. વાત પહોંચી ચિત્રાંગદા સિંહ પાસે. ચિત્રાંગદા તૈયાર હતી, પણ છેલ્લી ઘડીએ તેણે ફિલ્મ છોડી દેતાં નર્ગિસ ફખરી, ઈશા ગુપ્તા અને બિપાશા બાસુ સાથે પણ વાત કરવામાં આવી હતી; પણ ડેટનો મેળ નહોતો પડતો. આ દરમ્યાન કંગના પાસે હાથમાં કોઈ કામ નહોતું એટલે તેણે ફિલ્મ સ્વીકારી લીધી.

હૃતિક માટે તકલીફ, તકલીફ, તકલીફ...

‘ક્રિશ ૩’ના શૂટિંગમાં સૌથી વધુ તકલીફ અને પીડા જો કોઈએ ભોગવી હોય તો એ હૃતિક છે. શૂટિંગના ઍક્શન સીન દરમ્યાન હૃતિકને ઢગલાબંધ ઈજા થઈ હતી અને ચાર વખત માઇનર ફ્રૅક્ચર થવા ઉપરાંત એક વખત તો હૃતિકનાં ગોઠણમાં પણ ગંભીર ઈજા થઈ હતી. શૂટિંગની શરૂઆત થઈ ત્યારે હૃતિકને બૅક પેઇન થઈ ગયું હતું અને શૂટિંગ પૂÊરું થયા પછી થોડા જ સમયમાં તેને બ્રેઇન સર્જરી કરાવવી પડી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK