ફિલ્મ પ્રિવ્યુ : કોચડયાન

આધુનિક ટેક્નૉલૉજી સાથે બનાવવામાં આવેલી ‘કોચડયાન’ તામિલ ફિલ્મ છે, પણ આ શુક્રવારે એ હિન્દી ડબિંગ સાથે પણ રિલીઝ થશે.


ફિલ્મના લીડ રોલમાં રજનીકાંત અને દીપિકા પાદુકોણ છે, તો ફિલ્મનું ડિરેક્શન રજનીકાંતની દીકરી સૌંદર્યાએ કર્યું છે તથા મ્યુઝિક એ. આર. રહમાનનું છે. ફિલ્મ ૨૦૧૨ના ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પણ દોઢ વર્ષ જેટલી પાછળ ઠેલાઈ. આ ઇન્ડિયાની પહેલી એવી ફિલ્મ છે જેમાં મોશન કૅપ્ચર ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. જો તમે હૉલીવુડની ‘અવતાર’ જોઈ હોય તો તમને કહેવાનું કે ‘અવતાર’ આખી ફિલ્મ મોશન કૅપ્ચર ટેક્નૉલૉજીમાં બનાવવામાં આવી હતી. બાળવાર્તા જેવી ફિલ્મની વાર્તા છે.

કોચડયાન નામનો એક રાજા છે. આ રાજાના શાસનમાં પ્રજા સુખી અને સાધનસંપન્ન છે, પણ એક દિવસ રાજાનો એક ગદ્દાર ભાઈબંધ બળવો પોકારે છે અને બળવા પછી રાજા પાસેથી તેનું શાસન પડાવી લે છે. કોચડયાન નામનો રાજા એ સમયે તો ક્ષેમકુશળ રીતે ભાગી જાય છે, પણ ભાગતી વખતે તેને એક બાળક મળે છે, જેને તે મોટું કરે છે. આ બાળક રાણા તરીકે વિશ્વનો એક શ્રેષ્ઠ યોદ્ધો પુરવાર થાય છે. પૃથ્વીની એક પણ તાકાત એવી નથી જેની સામે રાણા લડીને જીતી ન શકે. રાણાને ખબર છે કે તેણે પોતાના પાલક પિતાનું રાજ્ય પાછું મેળવવાનું છે અને રાણા શૌર્ય સાથે એ રાજ્ય પાછું મેળવી બતાવે છે.

રજનીકાંતની ‘રોબોટ’ ફિલ્મે રિલીઝ પહેલાં જે ચર્ચા જગાવી હતી એટલી જ ચર્ચા ‘કોચડયાન’ની થઈ છે, પણ રજનીકાંતની છેલ્લી ફિલ્મ ‘રોબોટ’ હિન્દી ફિલ્મની બૉક્સ-ઑફિસ પર હિટ રહી હોવા છતાં ‘કોચડયાન’નું પ્રમોશન મોટા પાયે કરવામાં આવ્યું નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK