ફિલ્મ પ્રિવ્યુ : કી ઍન્ડ કા

આવતી કાલે રિલીઝ થાય છે

ki and ka



ડિરેક્ટર આર. બાલ્કીની ફિલ્મ ‘કી ઍન્ડ કા’નાં લીડ સ્ટાર કરીના કપૂર ખાન અને અર્જુન કપૂર છે તો લગભગ બે દશક પછી સ્વરૂપ સંપટ પણ ફિલ્મમાં જોવા મળશે. આ જ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને પણ નાનકડો રોલ કર્યો છે. સ્ત્રી-પુરુષ એકસમાન છે અને એ બન્નેની પૂરી આવશ્યકતા છે એ વાત પર ફિલ્મ આગળ વધે છે. ફિલ્મના ટાઇટલને બે રીતે જોવામાં આવે છે. એક તો લડ(કી) ઍન્ડ લડ(કા)ના સંદર્ભમાં આ ટાઇટલ છે તો બન્ને કૅરૅક્ટરના નામથી પણ આ ફિલ્મનું ટાઇટલ બને છે. આ બન્ને કૅરૅક્ટર એટલે કિયા અને કબીર.

કિયા (કરીના કપૂર) પ્રોફેશનલી ખૂબ જ મહત્વાકાંક્ષી છે તો કબીર (અર્જુન કપૂર)ને દુનિયાદારી અને કરીઅરમાં બહુ રસ નથી. તે શાંતિથી જીવવા માગે છે. કબીર અને કિયાને આ જ વાત એકબીજાની નજીક લઈ આવે છે. કબીર કિયા સાથે મૅરેજ કરવા માગે છે અને એ પણ એ જ રીતે જે રીતે એક છોકરી પોતાની મૅરેજ-લાઇફમાં કરતી હોય છે. કબીર મૅરેજ કરીને કિયાના ઘરે જઈને તેની સાથે રહેવા અને તેનું બધું જ કામ, જે કામ વાઇફ કરે એ બધું કામ કરવા તૈયાર છે. કિયાને પણ આવો જો કોઈ હસબન્ડ જોઈતો હોય છે. કિયા અને કબીર આ રીતે મૅરેજ કરે છે અને કબીર કિયાના ઘરે રહેવા માટે આવી જાય છે. શરૂઆતમાં તો બન્ને વચ્ચે કોઈ પ્રૉબ્લેમ નથી ઊભા થતા. ઊલટું કબીર એ જ રીતે ઘરમાં રહે છે જે રીતે એક વાઇફ રહેતી હોય. નાનામાં નાના કામમાં પણ વાઇફનો રોલ અદા કરતા કબીર અને કિયા વચ્ચે ગેરસમજણ ઊભી કરવાનું કામ સોસાયટી કરે છે અને ગેરસમજણ ઊભી થયા પછી બન્ને વચ્ચે અહમ્ પણ ઊભો થઈ જાય છે. આ જે ગેરસમજણ છે અને આ જે અહમ્ છે એ જ નર અને નારી વચ્ચે તમામ પ્રકારના ભેદભાવ જન્માવવાનું કામ કરે છે એ દર્શાવવાની કોશિશ ‘કી ઍન્ડ કા’માં થઈ છે.

ફિલ્મનું મ્યુઝિક ઇલયારાજા, મિથુન અને મીત બ્રધર્સ અન્જાને આપ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK