ફિલ્મ પ્રિવ્યુ : કટ્ટી બટ્ટી

ડિરેક્ટર નિખિલ અડવાણીની ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’ ન્યુ એજ ફિલ્મ છે. આજની જનરેશનના યંગસ્ટર્સની પ્રેમની વ્યાખ્યા ટિપિકલ પ્રેમની વ્યાખ્યા કરતાં ક્યાંય જુદી છે એ દેખાડવાનો પ્રયાસ ‘કટ્ટી બટ્ટી’માં થયો છે. ફિલ્મનાં લીડ સ્ટાર ઇમરાન ખાન અને કંગના રનોટ છે.

katti batti



માધવ કાબરા (ઇમરાન ખાન) સીધોસાદો અને સરળ છે. તેને પોતાના કામથી મતલબ છે. આર્કિટેક્ટ એવા માધવની લાઇફમાં પાયલ (કંગના રનોટ) આવે છે. પાયલની જિંદગીને જોવાની દૃષ્ટિ અલગ છે. તે આજમાં જીવવામાં માને છે અને ન ગમતી વાતને ક્યાંય શેહ કે શરમ સાથે જોડીને રાખવામાં પણ નથી માનતી. માધવને પાયલનો આ અપ્રોચ ગમે છે અને તે ધીમે-ધીમે પાયલ તરફ ખેંચાય છે. પાયલ મૅરેજના બંધનમાં બંધાવા માટે તૈયાર નથી એટલે માધવ પણ તેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કરે છે. પાંચ વર્ષનો સમય પસાર થાય છે. માધવને એમ છે કે તે એક સમયે પાયલને મૅરેજ માટે મનાવી લેશે, પણ તે મનાવે એ પહેલાં જ બન્ને વચ્ચે મિસઅન્ડરસ્ટૅન્ડિંગ ઊભી કરનારી એક ઘટના બને છે અને પાયલ સંબંધોની તમામ હૂંફ છોડી, માધવને કટ્ટી કરીને ઘરમાંથી નીકળી જાય છે. હવે બન્ને ફરી એકલાં છે. સાથે રહેવાના કારણે બન્નેમાં એક ચેન્જ આવ્યો છે. માધવની લાઇફને જોવાની દૃષ્ટિ પાયલ જેવી થઈ ગઈ છે તો પાયલ માધવના દૃષ્ટિકોણથી દુનિયા જોવાનું શરૂ કરી બેસે છે. સાથે રહેવું નથી અને પાસે રહેવાય એમ નથી. પરિસ્થિતિ અને સંજોગોની સાથે બન્ને પોતપોતાની લાઇફમાં સેટ થવાના પ્રયાસો કરે છે, પણ એ પણ શક્ય નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK