ફિલ્મ પ્રિવ્યુ : જય ગંગાજલ

હૉલીવુડમાં ધીમે-ધીમે પગદંડો મજબૂત કરતી પ્રિયંકા ચોપડાએ ‘જય ગંગાજલ’માં લેડી કૉપનું કૅરૅક્ટર કર્યું છે. આ કૅરૅક્ટર માટે પ્રિયંકાએ વીસ દિવસ સુધી ટ્રેઇનિંગ લીધી હતી. આ અગાઉ ડિરેક્ટર પ્રકાશ ઝાએ ૨૦૦૩માં અજય દેવગન સાથે ‘ગંગાજલ’ બનાવી હતી, પણ અજય દેવગનની એ ફિલ્મને આ ફિલ્મ સાથે સિમિલર ટાઇટલ સિવાય બીજી કંઈ લેવાદેવા નથી. બન્ને ફિલ્મ બિલકુલ ડિફરન્ટ છે.

jai gangaajal


બિહાર ગુંડાગીરી માટે બહુ વગોવાયેલું છે તો બિહારનું બનિકપુર ડિસ્ટ્રિક્ટ આ ગુંડાગીરીનો ગઢ છે. આભા માથુર (પ્રિયંકા ચોપડા) એક પ્રામાણિક પોલીસ-ઑફિસર છે અને તેને સુપરિન્ટેડન્ટ ઑફ પોલીસની પૉઝિશન પર બનિકપુર ડિસ્ટ્રિક્ટમાં મોકલવામાં આવે છે. આભા માથુર આવીને જુએ છે કે આ વિસ્તારમાં પોલીસનું કોઈ કામ જ નથી. ચોકીનો હરેક પોલીસ-કર્મચારી લાંચ-રુશવત સાથે જોડાયેલો છે તો કોઈ-કોઈ કર્મચારી તો પોતે જ ગુંડો છે. એરિયાની પહેલી મહિલા પોલીસ-ઑફિસરને જોઈને ડિપાર્ટમેન્ટ તો ઠીક, એરિયાના મવાલીઓની આંખોમાં પણ વાસનાનાં સાપોલિયાં દોડવા માંડે છે. પણ આભા એ બધાથી ડરે તેવી નથી. આભા નિષ્ઠા અને પ્રામાણિકતાથી પોતાનું કામ શરૂ કરે છે, પણ એક તબક્કે તેને સ્થાનિક વિધાનસભ્ય અને માથાભારે એવા કૌલનો પનારો પડે છે. એક તરફ પોતાનો ડિપાર્ટમેન્ટ ખરડાયેલો છે તો બીજી તરફ આખો જિલ્લો ગુંડાઓથી ભરેલો છે. આભા માથુરે આ બે ચુનૌતી સામે લડવાનું છે, જેમાં તેને સૌથી પહેલો સપોર્ટ મહાભ્રષ્ટ એવા પોલીસ-ઑફિસર ભોલાનાથ સિંહ (પ્રકાશ ઝા)નો મળે છે.

ફિલ્મનું મ્યુઝિક સલીમ-સુલેમાનનું છે અને ફિલ્મમાં પ્રિયંકા ચોપડા સાથે ડિરેક્ટર પ્રકાશ ઝા પહેલી વખત ઍક્ટિંગ કરી રહ્યા છે. પ્રકાશ ઝા જે કૅરૅક્ટરની ઍક્ટિંગ કરે છે એ કૅરૅક્ટર માટે તે નાના પાટેકરને લેવા માગતા હતા, પણ નાના પાટેકરે ના પાડતાં બીજું કોઈ કૅરૅક્ટર એ માટે યોગ્ય નહીં લાગતાં છેવટે તેણે પોતે જ એ કૅરૅક્ટર કર્યું.

મૅડમસર...

દેશનાં પહેલાં IPS ઑફિસર કિરણ બેદીની લાઇફમાં બનેલી અનેક ઘટનાઓને આ ફિલ્મમાં સમાવવામાં આવી છે, જેમાંની સૌથી મહત્વની વાત જો કોઈ હોય તો એ કે કિરણ બેદી તેમને કોઈ મૅડમ કહે એ વાત પસંદ નહોતાં કરતાં. તે જે પદ પર હતાં એ પદ પર સૌને ‘સર’નું સંબોધન કરવામાં આવતું અને એટલે જ તેમને તેમનો સ્ટાફ ‘મૅડમસર’નું સંબોધન કરતો. આ જ સંબોધન આ ફિલ્મમાં લેવામાં આવ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK