ફિલ્મ પ્રિવ્યુ : હમશકલ્સ

‘હાઉસફુલ’ જેવી સુપરહિટ અને ‘હિમ્મતવાલા’ જેવી સુપર બકવાસ ફિલ્મ બનાવી ચૂકેલા સાજિદ ખાનની ‘હમશકલ્સ’ આ વર્ષની બિગેસ્ટ કૉમેડી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. ત્રણ જણના ટ્રિપલ રોલ ધરાવતી આ ફિલ્મમાં ગરબડ-ગોટાળાની ભરમાર છે. ત્રણ વ્યક્તિઓ એવી છે જે બધાના બબ્બે હમશકલ છે એટલે કે એક જ ચહેરાવાળા ત્રણ-ત્રણ લોકો છે. આ ત્રણેયનાં નામ પણ એક જ છે જે વધુ ને વધુ ગોટાળા કરાવે છે. એકસરખા ચહેરા ધરાવતા આ ત્રણ લોકોમાંથી બે હીરો છે અને એક વિલન છે એટલે કે હીરો અને વિલનના ચહેરાઓ પણ સરખા છે એટલે કન્ફ્યુઝનમાં ઑર ઉમેરો થાય છે.



અશોક સિંઘાનિયા (સૈફ અલી ખાન) લંડનમાં રહે છે અને બિલ્યનેર છે. સિંઘાનિયા ગ્રુપ ઑફ કંપનીઝનો વહીવટ તેના હાથમાં છે. અશોકને કૉમેડીનો જબરદસ્ત શોખ છે. કહોને, તેનાથી કોઈ પણ તબક્કે કૉમેડી થઈ જાય છે જેને કારણે એવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે કે લોકો ઉશ્કેરાઈ જાય. અશોકના મામાજી (રામ કપૂર) છે. આ મામા વિલન જેવા છે. તેમના મનમાં અશોકની બધી પ્રૉપર્ટી હડપ કરી જવાની ઇચ્છા છે. મામાજી દેખાવ તો એવો કરે છે જાણે તે ગબ્બર સિંહ હોય, પણ અંદરથી તે બહુ બીકણ છે. અશોકનો બચપણનો ફ્રેન્ડ છે કુમાર (રિતેશ દેશમુખ) જે સગા ભાઈથી પણ વિશેષ છે અને ચોવીસ કલાક અશોકની સાથે જ હોય છે. આ ત્રણ હમશકલના બીજા બે હમશકલ છે અને તે બધાનાં નામ પણ સરખાં છે.

આ બીજો અશોક (સૈફ અલી ખાન) મેન્ટલ છે અને તેનું દિમાગ પાંચ વર્ષના બાળક જેવું છે તો બીજા કુમાર (રિતેશ દેશમુખ)નું દિમાગ પણ પાંચ વર્ષના બાળક જેવું છે. આ અશોક અને કુમાર મેન્ટલ હૉસ્પિટલમાં રહે છે અને તે બન્ને પણ પાક્કા ભાઈબંધ છે. ત્રીજા મામાજી પણ હૉસ્પિટલમાં જ છે. આ મામાજીનો ગુસ્સો જબરદસ્ત કાતિલ છે. તે ક્યારે પણ હિંસક બનીને કોઈના પર પણ હુમલો કરી શકે છે, પણ જો તેમને લૉલીપૉપ આપવામાં આવે તો તે તરત જ શાંત થઈ જાય છે.

હવે હમશકલ્સની ત્રીજી પેરની વાત. ત્રીજા અશોક અને કુમાર બન્ને એક હેતુ સાથે લંડનમાં આવ્યા છે અને આ બન્નેને તેમના હેતુને પાર પાડવા માટે લંડનમાં પબ ચલાવતા મામાજીનો સાથ મળે છે.

ફિલ્મમાં સ્ટોરીના સત્વ કરતાં પણ કન્ફ્યુઝન અને ગરબડ-ગોટાળાની ભરમાર વધુ છે. ત્રણ હીરોની સાથે ફિલ્મમાં તમન્ના ભાટિયા, બિપાશા બાસુ અને ઈશા ગુપ્તા પણ છે. શાનિયા (તમન્ના ભાટિયા) પહેલા અશોકની ગર્લફ્રેન્ડ છે જ્યારે નિકિતા (બિપાશા બાસુ) પહેલા કુમારની ગર્લફ્રેન્ડ છે અને ડૉ. શિવાની ગુપ્તા (ઈશા ગુપ્તા) મેન્ટલ હૉસ્પિટલનું મૅનેજમેન્ટ સંભાળે છે.

ફિલ્મનું મ્યુઝિક સાજિદ-વાજિદ અને હિમેશ રેશમિયાએ આપ્યું છે જેમાંથી સાજિદ-વાજિદનું સૉન્ગ કૉલરટ્યુન પૉપ્યુલર થયું છે. કૉલરટ્યુનની એક ખાસિયત એ છે કે આ સૉન્ગની કોરિયોગ્રાફીમાં માત્ર એક જ ડાન્સ-સ્ટેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આખું ગીત એક જ ડાન્સ-સ્ટેપ પર ચાલે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK