ફિલ્મ પ્રિવ્યુ : હૉલિડે - અ સોલ્જર ઇઝ નેવર ઑફ ડ્યુટી

સાઉથની સુપરહિટ ફિલ્મ ‘થુપકી’ની હિન્દી રીમેક ‘હોલિડે - અ સોલ્જર ઇઝ નેવર ઑફ ડ્યુટી’માં અક્ષયકુમાર અને સોનાક્ષી સિંહાની લીડ પેર છે તો ગુજરાતી ડિરેક્ટર-પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહે ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, જ્યારે ફિલ્મનું ડિરેક્શન ‘ગજની’ ફેમ એ. મુરુગાદોસે કર્યું છે.



સૈનિક, પોલીસ કે પછી સિક્યૉરિટી સિસ્ટમ સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ ક્યારેય વેકેશન પર ન હોઈ શકે, કોઈ પણ ક્ષણે તે પોતાના જોખમી કામ પર લાગી જતો હોય છે અને ૨૪ કલાક તેણે પોતાની ફરજનું પાલન કરવાનું હોય છે એ વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

આર્મી ઑફિસર કૅપ્ટન વિરાટ બક્ષી (અક્ષયકુમાર) કાશ્મીરની ડ્યુટી પર હતો, પણ હવે તેને લાંબા સમય પછી છુટ્ટી મળી છે અને તે વેકેશન માટે મુંબઈ પોતાના ઘરે આવે છે. પરિવાર ઇચ્છે છે કે વિરાટ હવે મૅરેજ કરી લે. વિરાટને ફૅમિલી-મેમ્બર છોકરી (સોનાક્ષી સિંહા) દેખાડે છે. પહેલી નજરે વિરાટને લાગે છે કે છોકરી બહુ શરમાળ અને અંતમુર્ખી છે, પણ એ પછી તેને ખબર પડે છે કે છોકરી બૉક્સર છે અને સ્પોટ્ર્‍સની અઢળક ઍક્ટિવિટી સાથે સંકળાયેલી છે, પણ ફૅમિલીએ ના પડાવી દીધી હોવાથી હવે વિરાટે તેને પટાવવાની છે. વિરાટ આ કામ પોતાના પોલીસ-ઑફિસર ફ્રેન્ડની મદદથી કરે છે. ધમાલ-મસ્તી અને પ્રેમ વચ્ચે વાત એ સમયે ફંટાઈ જાય છે, જ્યારે મુંબઈની એક બસમાં બ્લાસ્ટ થાય છે. પોલીસ-ઇન્ક્વાયરી દરમ્યાન બસમાં બૉમ્બ પ્લાન્ટ કરનારની અરેસ્ટ થાય છે, પણ વિરાટને તેના પોલીસ-ઑફિસર પાસેથી એવી વાત સાંભળવા મળે છે જે વિરાટના વેકેશનને ભુલાવીને તેને ફરીથી કામ પર લગાડી દે છે.

હકીકત એ છે કે બસમાં બૉમ્બ પ્લાન્ટ કરનારા સંગઠનનો પ્લાન મુંબઈમાં સરિયામ બૉમ્બ-બ્લાસ્ટ કરવાનો છે, જેને અટકાવવાની જવાબદારી વિરાટ પોતાના પર લઈ લે છે એ એ પછી ચોર-પોલીસની રમત સાથે આતંકવાદ વિરુદ્ધ રાષ્ટ્રવાદની જીવલેણ લડાઈ શરૂ થઈ જાય છે.

ફિલ્મનું મ્યુઝિક પ્રીતમનું છે. ‘દિલ શાયરાના હૈ...’ અને ‘તુ હી તો હૈ...’ ગીતો હિટ થયાં છે, જ્યારે બીજાં સૉન્ગ્સ ઍવરેજ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK