ફિલ્મ પ્રિવ્યુ : હીરોપંતી

જૅકી શ્રોફના દીકરા ટાઇગર અને સાઉથમાં અગાઉ એક ફિલ્મ કરી ચૂકેલી ક્રિતી સૅનનને લૉન્ચ કરી રહેલી ‘હીરોપંતી’ ઍક્શન-રોમૅન્ટિક ફિલ્મ છે.


ફિલ્મનું ડિરેક્શન શબ્બીર ખાને કર્યું છે. શબ્બીરે અગાઉ અક્ષયકુમાર અને કરીના કપૂર સાથે સુપરફ્લૉપ ‘કમબખ્ત ઇશ્ક’ આપી છે. શબ્બીરની આ ફિલ્મની ખાસિયત એ છે કે એમાં હીરો-હિરોઇન ઉપરાંત તેણે કુલ ૨૮ ફ્રેશ ફેસનો ઉપયોગ કર્યો છે. ‘હીરોપંતી’ એક ટિપિકલ બૉલીવુડ મસાલા ફિલ્મ છે. કહેવાય છે કે ‘હીરોપંતી’ એ સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘પારુગ’ની હિન્દી રીમેક છે.

ભારત દેશ આઝાદ થયો એ દિવસથી અનેક પ્રકારના મતભેદ ઊભા થતા રહ્યા છે. શહેર અને ગામ વચ્ચે મતભેદ, જ્ઞાતિ અને જાત માટે મતભેદ, શ્રીમંત અને ગરીબાઈ વચ્ચે પણ મતભેદ છે. આ મતભેદ એ વખતે વધુ પ્રબળ બને છે જ્યારે વાત પ્રેમની હોય. બબલુ (ટાઇગર શ્રોફ) અને ડિમ્પી (ક્રિતી સૅનન)ની લવ-સ્ટોરી પણ આવા અને આટલા જ મતભેદ વચ્ચે આગળ વધે છે. બબલુની ઇમેજ ટપોરી જેવી છે, પણ એ સૉફ્ટ-હાર્ટ ટપોરી છે. પ્રેમ અને લાગણી માટે તે કાંઈ પણ કરી શકે છે. એક વખત તે પોતાના ભાઈબંધને મદદ કરવા જતાં અજાણતાં ડિમ્પીને મળી જાય છે અને બન્ને પ્રેમમાં પડે છે. ડિમ્પીની ફૅમિલીને આ રિલેશન મંજૂર નથી, કારણ કે ડિમ્પીનાં મૅરેજ ઑલરેડી નક્કી થઈ ગયાં છે. બબલુ ડિમ્પીને લઈને ભાગી જાય છે અને અહીંથી ઍક્શન ડ્રામા શરૂ થાય છે.

ફિલ્મનું મ્યુઝિક સાજિદ-વાજિદે આપ્યું છે. ‘આ રાત ભર...’ અને ‘વ્હિસલ બજા...’ ઑલરેડી સુપરહિટ થઈ ચૂક્યાં છે. ફિલ્મના બધા સ્ટન્ટ ટાઇગરે પોતે કર્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK