ફિલ્મ પ્રિવ્યુ : હીરો

આદિત્ય પંચોલીના દીકરા સૂરજ અને સુનીલ શેટ્ટીની દીકરી અથિયાને લૉન્ચ કરતી ફિલ્મ ‘હીરો’ ૧૯૮૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હીરો’ની ઑફિશ્યલ રીમેક છે. ફિલ્મ સુભાષ ઘઈ અને સલમાન ખાને પ્રોડ્યુસ કરી છે.

hero


સૂરજ અને અથિયા ઉપરાંત ફિલ્મમાં તિગ્માંશુ ધુલિયા, આદિત્ય પંચોલી, શરદ કેલકર જેવા અન્ય કલાકારો પણ છે તો સલમાન ખાન પણ ફિલ્મમાં કૅમિયો કરે છે. ૧૯૮૩માં રિલીઝ થયેલી ‘હીરો’ સુપરહિટ રહી હતી. ફિલ્મનાં ગીતો આજે પણ હિટ છે.

સૂરજ (સૂરજ પંચોલી) મુંબઈમાં રહે છે અને ગૅન્ગસ્ટર છે. એક દિવસ તે રાધા (અથિયા શેટ્ટી)ને મળે છે અને તેને કિડનૅપ કરીને તે મુંબઈની બહાર નીકળી જાય છે. રાધા શરૂઆતમાં તો બહુ જ નૌટંકીઓ કરે છે, પણ પછી તેને ખબર પડે છે કે તેની સિક્યૉરિટીના હેતુથી જ તેને કિડનૅપ કરવામાં આવી છે. રાધા હવે સૂરજને સહકાર દેવાનું શરૂ કરે છે, પણ એ જ સમય દરમ્યાન સૂરજને ખબર પડે છે કે રાધાને મારી નાખવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. આ પ્લાન જાણી સૂરજ રાધાને તેને મળેલા ઑર્ડરથી વિપરીત જઈને કિડનૅપ કરીને ભાગી જાય છે. અનેક ઉતારચડાવ વચ્ચે સંબંધો એ સ્તર પર પહોંચે છે કે જેમાં રાધા અને સૂરજ બન્ને પ્રેમમાં પડે છે, પણ એ પ્રેમના દુશ્મનો અનેક છે.

ફિલ્મનું મ્યુઝિક સચિન-જિગર, અમાન મલિક અને મીત બ્રધર્સેએ આપ્યું છે. ફિલ્મનાં મૈં હૂં હીરો તેરા... અને અદા તેરી... ગીત સુપરહિટ થયાં છે.

જૅકી શ્રોફ અને મીનાક્ષી શેષાદ્રિની ‘હીરો’ સલમાન ખાનની ફેવરિટ ફિલ્મ હતી. સલમાન ખાને જ્યારે પોતાનું પ્રોડક્શન-હાઉસ શરૂ કરવાનું અનાઉન્સ કર્યું ત્યારે તેણે પહેલી ફિલ્મની અનાઉન્સમેન્ટ ‘હીરો’ની રીમેકની કરી હતી.

સૂરજને નામ સૂરજનું

આખી સ્ક્રિપ્ટમાં એક પણ કૅરૅક્ટરનાં નામ બદલવામાં નથી આવ્યાં સિવાય કે જૅકી શ્રોફના કૅરૅક્ટરનું. ૧૯૮૩ની ‘હીરો’માં જૅકી શ્રોફના કૅરૅક્ટરનું નામ જૅકી હતું. જૅકીનું નામ ફિલ્મમાં પણ જૅકી હોવાથી સલમાન ખાને સજેસ્ટ કર્યું કે સૂરજ પંચોલીના કૅરૅક્ટરનું નામ સૂરજ જ રાખવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK