ફિલ્મ પ્રિવ્યુ : હવા હવાઈ

‘તારે ઝમીન પર’ના ક્રીએટિવ ડિરેક્ટર અને ‘સ્ટૅનલી કા ડબ્બા’ના ડિરેક્ટર અમોલ ગુપ્તે ફિલ્મ ‘હવા હવાઈ’માં ત્રીજી વખત બાળકોની વાત લઈને આવ્યા છે. આ ફિલ્મ અમોલ ગુપ્તેને ‘તારે ઝમીન પર’ પછી તરત જ બનાવવી હતી, પણ ફિલ્મને કોઈ ફાઇનૅન્સર મળ્યા નહીં એટલે પ્રોજેક્ટ અભેરાઈ પર ચડી ગયો. ફિલ્મમાં અજુર્ન નામનું એક બાળક છે જેનું કૅરૅક્ટર પાર્થો ગુપ્તેએ કર્યું છે. પાર્થો ડિરેક્ટર અમોલ ગુપ્તેનો જ દીકરો છે.



કેટલાંક સપનાં સવારે જાગ્યા પછી ભૂલી જવાતાં હોય છે, પણ કેટલાંક સપનાં એવાં હોય છે કે એ રાતની ઊંઘ હરામ કરી દે છે. અજુર્ન હરિશ્ચંદ્ર વાઘમારેનું પણ એક સપનું છે. તે કોઈ પણ ભોગે, કોઈ પણ હિસાબે સ્કેટ-ચૅમ્પિયન બનવા માગે છે. અજુર્ન મહત્વાકાંક્ષા અને સપનાંની દૃષ્ટિએ અમીર છે, પણ હકીકત એ પણ છે કે તે ગરીબ છે. ઇનલાઇન સ્કેટ લેવાના પૈસા તો શું, એ ખરીદવાનું સપનું જોવું એ પણ તેના માટે પાપ છે. જોકે અજુર્ન એ દિશામાં આગળ વધે છે અને અજુર્નને આગળ વધવામાં તેના જ કેટલાક ગરીબ દોસ્તો મદદ કરે છે. ઇનલાઇન સ્કેટ માટે કોઈ તેને સ્કેટ-રિંકમાં આવવા દેવા તૈયાર નથી એટલે અજુર્ન રાતના બે વાગ્યે મુંબઈની સડક પર જઈને પ્રૅક્ટિસ કરે છે. પડે છે, આખડે છે; પણ દરેક વખતે તે ફરીથી ઊભો થઈને પોતાનાં સપનાં તરફ આગળ વધતો જાય છે.

જેની પાસે સ્કેટ લેવાના પણ પૈસા ન હોય તે સારા કોચ પાસે જવા વિશે કેવી રીતે વિચારી શકે, પણ અજુર્નની લાઇફમાં લકી (સાકિબ સલીમ) નામનો કોચ તેને મળે છે. એક સપનું હવે નવી જગ્યાએ, નવી આંખોમાં પણ પરોવાઈ ગયું અને અજુર્ન-લકી બન્ને સ્કેટ ચૅમ્પિયનશિપ જીતવાની દિશામાં આગળ નીકળી જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK