ફિલ્મ પ્રિવ્યુ : હંસી તો ફંસી

હંમેશાં એવું કહેવાતું રહ્યું છે કે જીવનનો પહેલો પ્રેમ સાચો હોય છે, પણ હવે આ વ્યાખ્યાને ભૂલભરેલી માનવામાં આવે છે.




મનોવૈજ્ઞાનિકો કહે છે કે જે પહેલો પ્રેમ હોય છે એ મહદંશે વિજાતીય આકર્ષણથી જન્મે છે અને એ જ કારણે પહેલા પ્રેમને બદલે જીવનનો બીજો પ્રેમ વધુ બળકટ, વધુ શુદ્ધ અને વધુ મજબૂત હોય છે. રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મ ‘હંસી તો ફંસી’માં આ જ વાત કહેવાઈ છે. ફિલ્મની વાર્તા નિખિલ અને મીતાની આસપાસ ઘૂમરાય છે.

નિખિલ ભારદ્વાજ (સિદ્ધાર્થ મલ્હોત્રા) શાંત અને અમુક અંશે શરમાળ પ્રકૃતિનો છે તો મીતા (પરિણીતી ચોપડા) તોફાની અને પોતાનું ધાર્યું કરવામાં માને છે. ભારદ્વાજ ફૅમિલીને દીકરો શાંત છે એ વાતથી તકલીફ છે તો મીતાની ફૅમિલીને દીકરીના સ્વભાવની સામે વિરોધ છે. મીતાને બે બીજી બહેન પણ છે, દીક્ષા અને કરિશ્મા. દીક્ષાનાં મૅરેજમાં સિદ્ધાર્થ તેની ફૅમિલી સાથે આવે છે. જે દિવસે મૅરેજ છે એ જ દિવસે મીતા ઘરમાંથી ભાગી જવાની તૈયારી કરે છે અને એ નિખિલ જોઈ જાય છે. જોકે નિખિલને મીતામાં કોઈ રસ નથી અને મીતા ભાગી જાય છે. અનાયાસ નિખિલ આ જ મૅરેજ-પાર્ટીમાં કરિશ્મા (અદાહ શર્મા)ને મળે છે અને કરિશ્મા સાથે તેને પ્રેમ થઈ જાય છે. નિખિલ અને કરિશ્માનો પ્રેમ આગળ વધે છે અને બન્ને ફૅમિલી તેમનાં મૅરેજ કરાવવા તૈયાર પણ થઈ જાય છે, પણ કરિશ્માના પપ્પા દેવેશ સોલંકી (મનોજ જોશી)ને નિખિલ બહુ ઢીલો અને ઉત્સાહ વિનાનો લાગ્યા કરે છે. આ બાબતમાં તે વારંવાર ટોણા પણ મારે છે. બન્નેની સગાઈ થાય છે અને સગાઈના દિવસે નિખિલ કરિશ્માને પ્રૉમિસ કરે છે કે તે કોઈ પણ હિસાબે સાત દિવસમાં પોતાની પાત્રતા પુરવાર કરશે. સગાઈના દિવસે નિખિલ ફરી એક વાર મીતાને મળે છે. મીતા અને પપ્પાને બનતું નથી એટલે કરિશ્મા નિખિલને મીતા માટે રહેવાની અરેન્જમેન્ટ કરવાની જવાબદારી આપે છે.

કરિશ્માને ખુશ કરવા નિખિલ મીતાને પોતાના જ ફ્લૅટની ઉપરના ખાલી ફ્લૅટમાં રહેવાની વ્યવસ્થા કરી આપે છે. ઘરની ઉપર રહેવા આવી ગયેલી પોતાની થનારી સાળી સાથે સંગત વધવાની સાથે નિખિલને ખબર પડવી શરૂ થાય છે કે તે હકીકતમાં કરિશ્માની સાથે નહીં પણ મીતાની સાથે વધુ ખુશ રહી શકે છે. મીતાને પણ સમજાય છે કે તેને નિખિલ સાથે જે આનંદ મળે છે એ અનન્ય છે. એક તરફ મૅરેજની તૈયારી થઈ રહી છે તો બીજી તરફ નિખિલ અને મીતા વચ્ચે પ્રેમની સ્પષ્ટતાઓ પણ થવી શરૂ થઈ જાય છે.

આ અગાઉ આ જ પ્રકારના વિષયની ફિલ્મ ‘મેરે બ્રધર કી દુલ્હન’ આવી ગઈ છે જે બૉક્સ-ઑફિસ પર હિટ હતી.

હાર્ટલેસ, બબલુ હૅપી હૈ અને યા રબ પણ આવે છે કાલે ઍક્ટર અને ટીવી-હોસ્ટ શેખર સુમને ડિરેક્ટ કરેલી પહેલી ફિલ્મ ‘હાર્ટલેસ’માં એક એવા યુવકની વાત કહેવામાં આવી છે જેના હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ દરમ્યાન તેને પૅરેલિસિસ થઈ જાય છે, પણ એ પછી અચાનક જ તેને અમુક પ્રકારની ભવિષ્યવાણીઓ સંભળાવી શરૂ થઈ જાય છે. ચોવીસ વર્ષનો આદિત્ય સિંહ (અધ્યયન સુમન) સિંગલ મધર ગાયત્રી સિંહનો એકનો એક દીકરો છે. મા બિઝનેસવુમન છે અને પૈસાની કોઈ વાતની કમી નથી. ગાયત્રી (દીપ્તિ નવલ)ને એક દિવસ અચાનક આદિત્યની હાર્ટની બીમારીની ખબર પડે છે. ડૉક્ટર હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ જેવી ક્રિટિકલ સર્જરીનો ઑપ્શન આપે છે. પહેલાં તો આદિત્ય હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર થતો નથી, પણ પછી તે માની જાય છે અને ઑપરેશન થિયેટર પર કેટલાંક એવાં સ્ટેપ લેવાઈ જાય છે જેને કારણે આદિત્યના બૉડીમાં ચમત્કાર જેવો ચેન્જ આવે છે અને તેને એવી વાતો સંભળાવી શરૂ થઈ જાય છે જે તેના સહિત અનેક લોકોની લાઇફમાં વળાંકો આપી દે છે. ‘હાર્ટલેસ’ની લીડ ઍક્ટ્રેસ અરિયાના અયામ છે, જેની બૉલીવુડની આ પહેલી ફિલ્મ છે. આ ઉપરાંત ફિલ્મમાં શેખર સુમન, ઓમ પુરી જેવા ઍક્ટર પણ છે.

ફિલ્મ ‘બબલુ હૅપી હૈ’માં પ્રેમ, સેક્સ, વફાદારી, પ્રામાણિકતા અને સંબંધો પ્રત્યેની તકેદારી વિશે વાત કરવામાં આવી છે. જતીનનાં મૅરેજ થવાનાં છે; પણ મૅરેજ પહેલાં તે પોતાના ફ્રેન્ડ્સ સાથે રોડ-ટ્રિપ પર જાય છે, જ્યાં તે નતાશા સાથે ફિઝિકલ રિલેશનમાં જોડાય છે. જતીનને હવે મનમાં એ વાત સતાવે છે કે તેની ફિયાન્સે અને વન નાઇટ-સ્ટૅન્ડમાંથી તેનો પ્રેમ કોણ?

કુરાન ક્યારેય આતંકવાદને પ્રોત્સાહન નથી આપતું એ વાત સમજાવતી ફિલ્મ ‘યા રબ’માં ‘બિગ બૉસ’ની સાતમી સીઝનનો કન્ટેસ્ટન્ટ અજાઝ ખાન હીરો છે. ભોળા અને અલ્લાહથી ડરનારા મુસ્લિમોને કઈ રીતે ગુમરાહ કરીને તેમને આતંકવાદમાં જોડવામાં આવે છે એ કથા ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK