ફિલ્મ પ્રિવ્યુ : હૈદર

અગાઉ શેક્સપિયરની ખ્યાતનામ કૃતિ ‘મૅકબેથ’ પરથી ‘મકબૂલ’ અને ‘ઑથેલો’ પરથી ‘ઓમકારા’ બનાવી ચૂકેલા ડિરેક્ટર-પ્રોડ્યુસર વિશાલ ભારદ્વાજની ‘હૈદર’ પણ આ જ સિરીઝની ટ્રિલૉજી છે અને શેક્સપિયરની કૃતિ ‘હૅમલેટ’ પર આધારિત છે.


Haider


ફિલ્મનાં લીડ સ્ટાર શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર છે. એ ઉપરાંત ફિલ્મમાં કે. કે. મેનન, તબુ, ઇરફાન ખાન, કુલભૂષણ ખરબંદા અને આશિષ વિદ્યાર્થી જેવા અનેક ખ્યાતનામ ઍક્ટર પણ છે. ફિલ્મની સ્ટોરી મા અને દીકરા વચ્ચેની ઠસનની છે.

મૂળ કાશ્મીરી એવા હૈદર (શાહિદ કપૂર)ને ખબર પડે છે કે તેના અબ્બા અચાનક જ ગાયબ થઈ ગયા છે. કાશ્મીરીઓમાં આ રીતે ગાયબ થઈ જવાનો અર્થ એક જ હોય છે કે કાં તો તેને મિલટરી પકડી ગઈ અને કાં તો તેને આતંકવાદીઓએ રામશરણ પહોંચાડી દીધા, પણ હૈદરના અબ્બા સાથે એવું પણ થયું નથી. હૈદર કાશ્મીર પાછો આવે છે અને અબ્બાને શોધવાનું શરૂ કરે છે. અબ્બાને શોધવાની આ રઝળપાટ દરમ્યાન તેને જે કારણ મળે છે એ કારણ તેને શૉક આપનારું છે. હૈદરને ખબર પડે છે કે તેની પોતાની મા ગઝાલા (તબુ)ને સગા ચાચા (કે. કે. મેનન) સાથે આડા સંબંધો છે અને એ સંબંધોને કારણે જ તેના અબ્બા બધું છોડીને નીકળી ગયા છે. હૈદર મહામુશ્કેલીએ અબ્બા સુધી પહોંચે છે, પણ અબ્બા તેની આંખો સામે જ જન્નતનશીન થઈ જાય છે અને જતાં પહેલાં તે હૈદર પાસેથી પ્રૉમિસ લે છે કે તે તેની મોતનો બદલો તેની મા સાથે લેશે. હવે હૈદર અને તેની મા આમને-સામને આવે છે.

મા-દીકરાની આ આમને-સામનેની લડતમાં લાગણી પણ છે અને પ્રેમ પણ છે, પણ આ સંબંધોની સાથોસાથ ભારોભાર નફરત પણ છે અને વેરભાવ પણ મનમાં છે.

હૈદરની લાઇફની એક જ મકસદ છે હવે. મા સાથે અને તેના પિતાને એકલા પાડી દેનારા તેના ચાચા સાથે બદલો. બદલાની આ આગમાં હૈદરને રૂહદાર (ઇરફાન ખાન) મળે છે જે પોતાનો સ્વાર્થ કઢાવવા માટે હૈદરનો ઉપયોગ કરે છે.

‘હૈદર’નું શૂટિંગ કાશ્મીરમાં થયું છે અને ફિલ્મને કાશ્મીરના સ્થાનિક રાજકારણ અને સ્થાનિક પ્રશ્નો સાથે જોડી દેવામાં આવી છે. ફિલ્મનું મ્યુઝિક વિશાલ ભારદ્વાજનું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK