ફિલ્મ પ્રિવ્યુ : ફટા પોસ્ટર નિકલા હીરો

‘ઘાયલ’, ‘ઘાતક’, ‘દામિની’, ‘ખાખી’, ‘અંદાઝ અપના અપના’ અને ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂકેલા રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ ફુલ્લી મસાલા ફિલ્મ છે. ફિલ્મમાં શાહિદ કપૂર અને ઇલિએના ડિક્રુઝ લીડ ઍક્ટર છે તો તેમની સાથે એક સમયની હિટ ઍક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરે, દર્શન જરીવાલા, સૌરભ શુક્લા, સંજય મિશ્રા જેવા સ્ટેજના ધુરંધર ઍક્ટરો પણ છે.



ફિલ્મની સ્ટોરી મહારાષ્ટ્રિયન વિલાસરાવ (શાહિદ કપૂર)ની આસપાસ ફરે છે. વિલાસરાવને ઍક્ટિંગનો કીડો છે અને તે બિચારો બૉલીવુડમાં સંઘર્ષ કરે છે, પણ હજારો લોકોની જેમ તેના ભાગે પણ ખાલી સ્ટ્રગલ લખાયેલી છે. પોતાના આ સંઘર્ષ દરમ્યાન એક દિવસ વિલાસને એક ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટનો રોલ મળે છે. આ રોલ માટે વિલાસે પોલીસ-ઇન્સ્પેક્ટર બનવાનું છે. તે ઇન્સ્પેક્ટર બને છે, પણ તે જ્યારે રસ્તા પર જતો હોય છે ત્યારે રસ્તા પર ગુનાહિત કૃત્ય ચાલતું હોય છે. એ જે કોઈ ઘટના બની રહી છે એ ઘટનામાં વિલાસરાવને કોઈ રસ નથી, પણ રાહદારીઓ તેને સાચો ઇન્સ્પેક્ટર માનીને તેને એમાં ધકેલે છે. વિલાસરાવ ક્રાઇમ થતો અટકાવે છે અને બધા તેની વાહવાહી કરે છે. બને છે એવું કે જે-તે વિસ્તારના પોલીસ પણ ક્યારેય એવી હિંમત નહોતા દેખાડતા જેવી હિંમત વિલાસરાવે દેખાડી દીધી છે. વિસ્તારના લોકો તો ઠીક, એ એરિયાનો પોલીસ-સ્ટાફ પણ એવું જ ધારી લે છે કે તે સાચો પોલીસ-ઇન્સ્પેક્ટર છે અને ગરબડ હવે અહીંથી શરૂ થાય છે. વિલાસરાવ નામના આ ઇન્સ્પેક્ટરની લોકચાહના છેક પોલીસ-કમિશનર (દર્શન જરીવાલા) સુધી પહોંચે છે. કમિશનર પણ વિલાસરાવને મળવા માટે બોલાવે છે. વિલાસરાવ મહામુશ્કેલીથી કમિશનરને સાચી વાત કહે છે ત્યાં તેની મા સાવિત્રી (પદ્મિની કોલ્હાપુરે) આવી ચડે છે. દીકરો ઍક્ટર બને એ તેને પણ પસંદ નહોતું, પણ દીકરાને ઇન્સ્પેક્ટરના સ્વાંગમાં જોઈને તે પણ ખુશ થઈ જાય છે. નાછૂટકે વિલાસે ઇન્સ્પેક્ટરનો રોલ આગળ ધપાવવો પડે છે. આ રોલ નિભાવતી વખતે જ તેની લાઇફમાં કાજલ (ઇલિએના ડિક્રુઝ) આવે છે. કાજલ પણ ઇન્સ્પેક્ટર વિલાસથી ઇમ્પþેસ થઈ જાય છે અને પ્રેમમાં પડે છે. ટૂંકમાં એવા સંજોગો ઊભા થઈ જાય છે કે વિલાસરાવ ખાખી વર્દી ઉતારી શકતો નથી અને એ ઉતારી શકતો નથી એમાં ડૉન (સૌરભ શુક્લા)ની નજરે ચડી જાય છે. બસ, એ પછી ગેરસમજણની ચકરડી ચાલુ થઈ જાય છે.

ફિલ્મનું મ્યુઝિક પ્રીતમનું છે જેમાં આઇટમ-સૉન્ગ ધતિંગ નાચ, તૂ રંગ શરબતોં કા અને તૂ મેરે અગલ-બગલ હૈ... હિટ થયાં છે. ફિલ્મના એક સીનમાં સલમાન ખાન પણ આવે છે તો ધતિંગ નાચ સૉન્ગમાં નર્ગિસ ફખરી પણ છે.

હિરોઇન માટે લમણાઝીંક

ફિલ્મ પહેલાં રણબીર કપૂરને ઑફર થવાની હતી એટલે રાજકુમાર સંતોષીને ખાતરી હતી કે દીપિકા પાદુકોણને કાસ્ટ કરી શકાશે, પણ રણબીરે ના પાડ્યા પછી ફિલ્મમાં શાહિદ કપૂર આવતાં દીપિકાએ ફિલ્મ રિજેક્ટ કરી. એ પછી ડાયના પેન્ટીએ પણ ફિલ્મ રિજેક્ટ કરી. ત્યાર પછી અનુષ્કા શર્માને અપ્રોચ કરવામાં આવ્યો, પણ ‘જબ તક હૈ જાન’માં વ્યસ્ત હોવાથી અનુષ્કાએ પણ ફિલ્મ કરવાની ના પાડતાં છેવટે ફિલ્મમાં ઇલિએના ડિક્રુઝને લેવામાં આવી. ઇલિએનાને લેવા માટેનું સજેશન બીજા કોઈએ નહીં પણ રણબીર કપૂરે જ રાજકુમાર સંતોષીને આપ્યું હતું.

શાહિદ-રણબીર, રણબીર-શાહિદ

‘અજબ પ્રેમ કી ગજબ કહાની’નીસ્ક્રિપ્ટ તૈયાર થઈ ત્યારે રાજકુમાર સંતોષીની ઇચ્છા ફિલ્મમાં શાહિદ કપૂરને લેવાની હતી, પણ શાહિદ કપૂર ‘કિસ્મત કનેક્શન’ના શૂટિંગમાં બિઝી હતો એટલે તેણે એ ફિલ્મ નકારી દીધી. રાજકુમાર સંતોષી રણબીર પાસે પહોંચ્યા અને રણબીરને ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ નામની પહેલી બ્લૉકબસ્ટર ફિલ્મ મળી. સ્વાભાવિક છે કે ફિલ્મની સક્સેસ જોયા પછી સંતોષી અને રણબીર બન્ને એકબીજા સાથે કામ કરવા માગતા હતા, પણ જ્યારે સંતોષીએ ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ની સ્ટોરી રણબીરને સંભળાવી ત્યારે રણબીર કપૂરે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. રણબીરે સ્પષ્ટતાપૂર્વક કહ્યું હતું કે ફિલ્મની સ્ટોરીલાઇન ‘મુન્નાભાઈ’ સિરીઝને મળતી આવે છે. જો આ જ ફિલ્મ કરવી હોય તો તે આ પ્રોજેક્ટ સાથે નહીં જોડાય. રાજકુમાર સંતોષી શાહિદ તરફ ફર્યા. અગાઉ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ રિજેક્ટ કરી ચૂકેલા શાહિદને સંતોષીની ફિલ્મ હવે નકારવી નહોતી એટલે તેણે પહેલાં ફિલ્મની હા પાડી અને પછી ફિલ્મની સ્ટોરી સાંભળી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK