ફિલ્મ પ્રિવ્યુ : ફૅન

શાહરુખ ખાનની ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે એની સાથે ફિલ્મ રિલીઝ કરવાની કોઈની હિંમત થાય ખરી.

fan


એમાંય ખાસ તો ત્યારે જ્યારે એક ફિલ્મમાં બબ્બે શાહરુખ ખાન જોવા મળવાના હોય. યસ, આજે ઇકલૌતી ‘ફૅન’ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ડિરેક્શન મનીષ શર્માનું છે તો ફિલ્મમાં શાહરુખ ખાન ડબલ રોલમાં છે. શાહરુખની સાથે વાણી કપૂર અને ઇલિયાના ડિક્રુઝના કૅમિયો છે અને ‘નદીયા કે પાર’વાળા સચિનની દીકરી પ્રિયા પિળગાંવકર અને વલુશા ડિસોઝા પણ છે.

ફૅન. સ્ટારની પાછળ પાગલ હોય એવા તેના ફૅનની શકલ પણ પોતાના સ્ટાર જેવી જ હોય તો તે ફૅનની દીવાનગી કયા સ્તર પર પહોંચે અને એ દીવાનગીને જ્યારે ઠેસ પહોંચે ત્યારે એ કયા સ્તર પર જઈને ઊભો રહી શકે એ વાતને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ફિલ્મસ્ટાર આર્યન ખન્ના (શાહુરખ ખાન)ની લાઇફમાં પણ એક આવો જ ફૅન આવે છે - ગૌરવ. ગૌરવ (અગેઇન શાહરુખ ખાન) વીસ વર્ષનો છે અને આર્યન ખન્નાની ફિલ્મો જોઈજોઈને જ મોટો થયો છે. થોડો અમસ્તો ચહેરો આર્યન સાથે મળતો હોવાથી તે તો તેને ભગવાન જ માને છે. દિલ્હીનો આ છોકરો આર્યન ખન્નાને મળવા માટે મુંબઈ આવે છે. મુંબઈમાં આર્યન તેને મળે પણ છે, પણ તેને મળ્યા પછી તો ગૌરવ હવે આસમાનમાં લહેરાવા માંડે છે અને તેનો આર્યન માટેનો પ્રેમ ઑબ્સેશન બની જાય છે, જેને જોઈને આર્યન ખન્ના એક વખત તેને બરાબરનો અડફેટે લે છે. ગૌરવ માટે આ ઘટના સૌથી વધારે દુખ આપનારી છે. જેને તે ભગવાન માને છે એ જ માણસ તેને કહી દે છે કે તારી કોઈ વૅલ્યુ નથી. ગૌરવ હવે આર્યન ખન્નાને સબક શીખવવાના હેતુથી તેને તહસનહસ કરી નાખવા માગે છે. ગૌરવ પાસે કોઈ હથિયાર નથી, સિવાય કે તેનો ચહેરો જે આર્યન ખન્નાને મળતો આવે છે.

‘ફૅન’માં ગૌરવનો જે ચહેરો તૈયાર કરવામાં આવ્યો છે એ ચહેરો હકીકતમાં કમ્પ્યુટર પર બનાવવામાં આવ્યો છે. પહેલાં એવું વિચારવામાં આવ્યું હતું કે શાહરુખ ખાનના સાચા ડુપ્લિકેટને લઈને આ ફિલ્મ કરવી, પણ શાહરુખને જ એવું લાગ્યું કે તો આ ફિલ્મની જે ખાસ વાત છે એ મરી જશે અને બીજી બધી સામાન્ય ફિલ્મો જેવી જ એ ફિલ્મ બની જશે એટલે શાહરુખે જ આ ડબલ રોલ કરવાની તૈયારી દર્શાવી. નાના શાહરુખની બૉડી-લૅન્ગ્વેજથી માંડીને તેની બોલવાની રીતભાત અને ઢાલચાલ બધું જ ઓરિજિનલ છે, એકમાત્ર ચહેરો કમ્પ્યુટર પર ડિઝાઇન કરવામાં આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK