ફિલ્મ પ્રિવ્યુ : દિલવાલે

રોહિત શેટ્ટી અને શાહરુખ ખાન ‘ચેન્નઈ એક્સપ્રેસ’ પછી ફરી એક વાર ‘દિલવાલે’ સાથે આવ્યા છે.

dilwale


ફિલ્મમાં શાહરુખ-કાજોલની મૅજિકલ પેરની સાથે વરુણ ધવન અને ક્રિતી સૅનન છે તો તેમની સાથે વિનોદ ખન્ના, કબીર બેદી, બમન ઈરાની, જૉની લીવર, સંજય મિશ્રા, મુરલી શર્મા અને મુકેશ તિવારી જેવા રોહિતની ફિલ્મમાં દેખાતા તમામ કૉમેડિયન-સ્ટાર પણ છે. ‘ચેન્નઈ એક્સપ્રેસ’ જેણે લખી હતી એ સાઉથના જાણીતા રાઇટર-ડિરેક્ટર કે. સુભાષે ‘દિલવાલે’ લખી છે. ફિલ્મમાં એક નહીં પણ બબ્બે લવ-સ્ટોરી છે. એક લવ-સ્ટોરી રાજ અને મીરાની છે તો બીજી લવ-સ્ટોરી સિધુ અને ઈશિતાની છે.

રાજ (શાહરુખ ખાન) અને મીરા (કાજોલ) બન્ને એકબીજાના પ્રેમમાં છે અને બન્ને બધું ભૂલીને એકબીજા સાથે રહેવા તૈયાર છે, પણ વક્ત કરવટ બદલે છે અને ખાનદાની દુશ્મની વચ્ચે રાજ અને મીરા જુદાં પડી જાય છે. જુદાઈના આ સમયગાળામાં પણ રાજ અને મીરા એકબીજાને નફરત કરે છે. સમય વહેતો જાય છે અને આ વહેતા સમય સાથે રાજ અન્ડરવલ્ર્ડમાં ઍક્ટિવ થઈ જાય છે અને દુનિયાની નજરમાં એક બેસ્ટ બિઝનેસમૅન બને છે તો સાથોસાથ પોતાના ભાઈ સિધુ (વરુણ ધવન)ને જીવની જેમ ચાહે છે. એવું જ મીરા સાથે બને છે. દુનિયાથી દૂર મીરા પણ એકલી જીવી રહી છે અને પોતાની નાની બહેન ઈશિતા માટે કંઈ પણ કરવા તૈયાર છે. રાજ અને મીરાની અધૂરી લવ-સ્ટોરીને હવે આગળ વધારવાનું કામ સિધુ અને ઈશિતાના ભાગે કુદરત મૂકી દે છે અને અજાણતાં જ સિધુ અને ઈશિતા મળે છે. બન્ને એકબીજાને અનહદ ચાહે છે. બન્નેની ઇચ્છા છે કે તેમના આ રિલેશનને ઑફિશ્યલી સ્વીકારવામાં આવે. આ જ હેતુથી સિધુ ઈશિતાને રાજ સાથે મેળવે છે. રાજને આ રિલેશન મંજૂર છે તો બીજી સાઇડ પર મીરા પણ ઈશિતા અને રાજના રિલેશનથી સહમત છે, પણ જે સમયે રાજ અને મીરા આમનેસામને આવે છે એ સમયે ભૂતકાળ બધાની વચ્ચે એક દીવાલ બનીને ઊભો રહી જાય છે; જેની સાથે જૂની દુશ્મની અને જૂના દુશ્મનો પણ હવે બહાર આવવાના શરૂ થાય છે.

યે ‘હમ’ તો નહીં?

જો વાત સાચી હોય અને એમાં કોઈ ગૉસિપનું સત્વ ન હોય તો આ ફિલ્મ ‘હમ’ની અનઑફિશ્યલ રીમેક છે. રોહિત શેટ્ટીને ‘હમ’ની ઑફિશ્યલ રીમેક બનાવવી હતી, પણ એના રાઇટ્સ નહીં મળતાં તેણે આ ફિલ્મમાં એવા ચેન્જ કર્યા કે જેને કારણે ‘હમ’ની અસર પણ અકબંધ રહે અને કૉપીરાઇટ્સનો પ્રfન પણ ન આવે. અમિતાભ બચ્ચન અને કિમી કાટકરની ૧૯૯૧માં રિલીઝ થયેલી ‘હમ’ ‘જુમ્મા ચુમ્મા દે દે...’ સૉન્ગના કારણે સુપરહિટ થઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK