ફિલ્મ પ્રિવ્યુ : ધૂમ : 3

ઑફિસમાંથી ફાઇલ લીક ન થઈ જાય કે ઇન્ફર્મેશન બહાર ચાલી ન જાય એ માટે જેટલી તકેદારી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) રાખતો હશે એનાથી પણ એક વેંત ઊંચે જઈને યશરાજ ફિલ્મ્સે ફિલ્મ ‘ધૂમ:૩’ની વાર્તા લીક ન થઈ જાય એ માટે ચીવટ રાખી છે. જોકે એ પછી પણ વાર્તાનો સારાંશ તો બહાર આવ્યા વિના નથી રહ્યો. ‘ધૂમ:૩’માં પણ આગળની બન્ને ફિલ્મની જેમ જ ચોરી કરનારા આરોપીને એક એવું કારણ આપવામાં આવ્યું છે કે જેથી તે ખોટું કામ કરે તો પણ ઑડિયન્સની નજરમાંથી ઊતરી ન જાય.


સાહિર (આમિર ખાન) પાસે પણ ગુનાખોરીનો માર્ગ અપનાવવાનું કારણ છે. તેના પપ્પા (જૅકી શ્રોફ)નો દુરુપયોગ કરીને તેમની પાસેથી ખોટું કામ કરાવવામાં આવે છે જેમાં તેમનો જીવ જાય છે. નાનપણની આ વાત સાહિરના દિલોદિમાગ પર છવાઈ જાય છે અને મોટા થયા પછી તે આ જ વાતનો બદલો લેવાનું નક્કી કરે છે. સાહિર સર્કસનો જિમ્નૅસ્ટ છે અને તે પોતાના અંગના દાવપેચથી સૌને ખુશ કરવાનું કામ કરે છે, પણ સાથોસાથ તે આ જ સર્કસમાં વિદૂષક એટલે કે જોકરની ભૂમિકા પણ ભજવે છે. આ જ સર્કસમાં તેની સાથી છે આલિયા (કૅટરિના કૈફ) જેને સાહિર માટે લાગણી છે. આ લાગણીના જોરે જ તે સાહિરને દરેક કામમાં સાથ આપવા તૈયાર રહે છે. ફિલ્મનું બૅકડ્રૉપ અમેરિકા છે. સાહિર અમેરિકામાં પોતાનો કાંડ શરૂ કરે છે અને ચોરી કરીને કેટલાક લોકોને રાતોરાત કડકા બનાવી દે છે. ચોરી કરનારો પોતાનું કામ પૂરું કર્યા પછી જોકરનો માસ્ક મૂકતો જાય છે. આ ઉપરાંત પોલીસ-ડિપાર્ટમેન્ટને એ પણ ખબર પડે છે કે ચોરી કરનારો હિન્દુસ્તાની મૂળનો છે એટલે ચોરને પકડવા માટે અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ખ્ઘ્ભ્) જય દીક્ષિત (અભિષેક બચ્ચન) અને અલી અકબર (ઉદય ચોપડા)ની મદદ લેવામાં આવે છે. બસ, અહીંથી શરૂ થાય છે ચોર-પોલીસની રમત અને દિલધડક બાઇક-ચેઝ.

અગાઉની બન્ને ‘ધૂમ’ના રાઇટર વિજય ક્રિષ્ન આચાર્ય જ હતા અને આ ફિલ્મ પણ તેમણે જ આદિત્ય ચોપડા સાથે લખી છે. અગાઉની બન્ને ફિલ્મની જેમ જ ફિલ્મનું મ્યુઝિક પણ પ્રીતમે જ આપ્યું છે. મ્યુઝિક ચાર્ટબસ્ટર નથી બન્યું, પણ એ માટે યશરાજ ફિલ્મ્સની ફિલ્મને

ઊછળી-ઊછળીને પ્રમોટ નહીં કરવાની નીતિ કામ કરી રહી છે. ફિલ્મમાં પોલીસ-જોડી જય અને અલી એટલે કે અભિષેક બચ્ચન અને ઉદય ચોપડાને એક પણ ગીત કે ડાન્સ આપવામાં નથી આવ્યાં. ફિલ્મનાં જે કોઈ ગીત છે એ કૅટરિના કૈફ અને આમિર ખાન પર જ સેટ થયાં છે.

શાહરુખ, અમિતાભની બાદબાકી પછી આમિર

પહેલી ફિલ્મમાં જૉન અને બીજી ફિલ્મમાં હૃતિક તો પછી ‘ધૂમ’ સિરીઝની ત્રીજી ફિલ્મમાં ગ્રે શેડનો વિલન કોણ બને? આ સવાલ સ્વાભાવિક રીતે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને જબરદસ્ત મૂંઝવતો હતો, કારણ કે ફિલ્મમાં વિલનનું કૅરૅક્ટર એ હદે સ્ટ્રૉન્ગ થઈ ગયું હતું કે જો એ કૅરૅક્ટર માટે કોઈ ફાલતુ નામ આવી જાય તો ફિલ્મ પિટાઈ જાય. આદિત્ય ચોપડાએ સૌથી પહેલાં ફિલ્મની સ્ટોરી શાહરુખ ખાનને સંભળાવી. શાહરુખ ફિલ્મ કરવા માટે રાજી હતો, પણ તે ફિલ્મ માટે જરૂરી એવી ટ્રેઇનિંગના આઠ મહિના આપી શકે એમ નહોતો જે લેવી બહુ જરૂરી હતી. શાહરુખ પછી એક તબક્કે આદિત્ય ચોપડાએ ફિલ્મની સ્ટોરીમાં મહત્વના ચેન્જ કરીને એ જ સ્ટોરી અમિતાભ બચ્ચનને સંભળાવી અને બાપ દીકરાનો બદલો લેતો હોય એવો વિષય કરવાની કોશિશ કરી, પણ ઉંમરને કારણે અમિતાભ બચ્ચન ટ્રેઇનિંગ લઈ શકે એ શક્યતા નહીંવત્ થઈ જતી હતી તો સાથોસાથ ફિલ્મમાંથી લવસ્ટોરીની બાદબાકી પણ થઈ જતી હતી. ફિલ્મનો હીરો જય દીક્ષિત તો ઑલરેડી પહેલી જ ફિલ્મમાં સ્વીટી (રિમી સેન)ના પ્રેમમાં હતો અને બીજી ફિલ્મમાં તેને પરણી ગયેલો પણ બતાવ્યો હતો એટલે અભિષેક કોઈના પ્રેમમાં પડે એ વાત ઑડિયન્સ સ્વીકારે નહીં અને ફ્લર્ટી નેચરના ઉદય ચોપડા પર સિરિયસ લવસ્ટોરી ડિઝાઇન કરવાનું ખુદ મોટા ભાઈ આદિત્યને જોખમી લાગતું હતું. અમિતાભનું નામ પણ પડતું મૂકવામાં આવ્યું અને આમિર ખાનની એન્ટ્રી થઈ.

એક પાર્ટીમાં આમિર ખાન અને આદિત્ય ચોપડા બન્ને મળ્યા ત્યારે આમિરે સામેથી આદિત્યને ‘ધૂમ’ સિરીઝની ત્રીજી ફિલ્મ વિશે પૂછ્યું અને આદિત્યએ તક ઝડપીને સ્ક્રિપ્ટ સંભળાવવાનો ટાઇમ માગી લીધો. આગળની વાત તો જગજાહેર છે. આમિરે ફિલ્મ કરવાની હા પાડી એટલું જ નહીં, પર્ફે‍ક્શન સાથે તેણે સ્ક્રિપ્ટમાં પણ ફેરફાર કરાવ્યા.

ત્રણ ફિલ્મ, ત્રણ વિલન

‘ધૂમ’માં જૉન એબ્રાહમ, ‘ધૂમ ૨’માં હૃતિક રોશન અને ‘ધૂમ:૩’માં આમિર ખાન વિલન બન્યા છે. આ ત્રણેત્રણ વિલન બાઇક ચલાવવામાં એક્સપર્ટ હતા એ પૉઇન્ટને કૉમન રાખવામાં આવ્યો છે જ્યારે બાકીની ક્વૉલિટીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલી ફિલ્મમાં જૉન એબ્રાહમની પોતાની બાઇકર ગૅન્ગ હતી તો એ પછીની બન્ને ફિલ્મમાં એકલા હાથે દુનિયાભરમાં ધૂમ મચાવી રહેલા ચોરની વાત છે. ‘ધૂમ ૨’માં હૃતિક રોશન મેક-અપ આર્ટિસ્ટ બતાવવામાં આવ્યો હતો જે જાત-જાતનો મેકઅપ કરીને પોલીસની આંખ સામેથી રફુચક્કર થઈ જતો હતો જ્યારે ‘ધૂમ:૩’માં આમિર ખાન જિમ્નૅસ્ટિક્સનો અવ્વલ ખેલાડી દેખાડવામાં આવ્યો છે જે જગતભરના સ્ટન્ટ એકલા હાથે કરે છે અને ક્ષણના છઠ્ઠા ભાગમાં પોલીસની નજર સામેથી ઓઝલ થઈ જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK