ફિલ્મ પ્રિવ્યુ : દમ લગા કે હઈશા

યશરાજ ફિલ્મ્સની ‘દમ લગા કે હઈશા’માં આયુષમાન ખુરાના છે તો તેની સાથે ભૂમિ પેડણેકર બૉલીવુડમાં કરીઅરની શરૂઆત કરી રહી છે.

dam-lagake-haisa


ફિલ્મનું ડિરેક્શન શરત કટારિયાએ કર્યું છે. યશરાજ ફિલ્મ્સના બૅનરમાં આ અગાઉ બનેલી ફિલ્મ ‘રબ ને બના દી જોડી’નું ટાઇટલ ટ્રેક ‘તુઝમેં રબ દિખતા હૈ...’ પરથી આ ફિલ્મનું નામ પહેલાં ‘તુઝ મેં રબ દિખતા હૈ’ રાખવાનું વિચારવામાં આવ્યું હતું, પણ પછી એ ટાઇટલ બદલાવામાં આવ્યું. ફિલ્મ ‘રબ ને બના દી જોડી’માં જે રીતે હિરોઇનને હીરો પોતાની સાથે મિસ-મૅચ થતો હોય એવું લાગ્યા કરે છે એનાથી અવળું આ ફિલ્મમાં બને છે. પ્રેમ (આયુષમાન ખુરાના)ને સતત એવું લાગ્યા કરે છે કે તેની વાઇફ સંધ્યા (ભૂમિ પેડણેકર) તેની સાથે મિસ-મૅચ છે. મનમાં આ ડંખ અને ખટાશ લઈને ફરી રહેલા પ્રેમને આ વાત ત્યારે સમજાય છે જ્યારે જરૂરિયાતના સમયે સંધ્યા પ્રેમની બાજુમાં અડગ બનીને ઊભી રહે છે.

પ્રેમ અને સંધ્યાના મૅરેજ મજબૂરી વચ્ચે થાય છે. સંધ્યા દેખાવે બેબી-હિપો જેવી જાડીપાડી છે. બુદ્ધિની બાબતમાં પણ તે નિર્દોષ છે અને તેનામાં નામ માત્ર કુળકપટ જોવા મળતું નથી, પણ સંધ્યાના આ દેખાવને કારણે પ્રેમ સતત અપસેટ રહ્યા કરે છે. સંધ્યા પ્રેમને પામવા માટે સતત મહેનત કર્યા કરે છે, જ્યારે પ્રેમ તેનાથી સતત દૂર રહ્યા કરે છે; પણ એક તબક્કો એવો આવે છે કે પ્રેમને સમજાય છે કે દેખાવથી મૅચિંગ કરવાની જે પોતાની વિચારધારા છે એ ખોટી છે, હકીકતે તો કપલનું માઇન્ડ મૅચ થવું જોઈએ. ફિલ્મનું મ્યુઝિક અનુ મલિકનું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK