ફિલ્મ પ્રિવ્યુ : ડી-ડે

૨૦૧૧ની બીજી મેએ રાતના સાડાબાર વાગ્યે પાકિસ્તાનના ઍબટાબાદમાં ઓસામા બિન લાદેન પર હુમલો કરીને અમેરિકન સેનાએ તેને હણી કાઢ્યો.


કાસ્ટ : રિશી કપૂર, અજુર્ન રામપાલ, ઇરફાન ખાન, હુમા કુરેશી અને શ્રુતિ હાસન

પ્રોડ્યુસર : દાર મોશન પિક્ચર્સ અને ઇમે એન્ટરટેઇનમેન્ટ

ડિરેક્ટર : નિખિલ અડવાણી

મ્યુઝિક ડિરેક્ટર : શંકર-એહસાન-લૉય


વર્ષ ૨૦૦૧માં ઓસામાએ અમેરિકાના ટ્વિન ટાવરનું ધનોતપનોત કાઢી નાખ્યું હતું. આ ઘટના પછી અમેરિકાએ ઓસામાને શોધવા માટે વર્ષોની જહેમત લગાવી અને લગભગ એક દશકા પછી અમેરિકન પ્રજાને ન્યાય અપાવ્યો. જો દસ વર્ષે અમેરિકા પોતાના આરોપીને પકડી શકે તો ૧૯૯૩માં થયેલા બૉમ્બ-બ્લાસ્ટના આરોપીને ઇન્ડિયા શું કામ ન પકડી શકે? કંઈક આવા જ વિચાર સાથે ડિરેક્ટર નિખિલ અડવાણીએ ફિલ્મ ‘ડી-ડે’ બનાવી છે.

વલી ખાન (ઇરફાન ખાન) નવ વર્ષથી પાકિસ્તાનના કરાચી શહેરમાં રહે છે. આ નવ વર્ષ દરમ્યાન તે ભારતના સૌથી મોટા દુશ્મન અને આતંકવાદીઓને મદદ કરી રહેલા ગોલ્ડમૅન (રિશી કપૂર) નામના ડૉન પર નજર રાખવાથી માંડીને તેની રહેણીકરણી, તેનો રોજિંદો કાર્યક્રમ અને તેના સંપર્ક પર નજર રાખવાનું કામ કરે છે. વલી ખાનને બીજા કોઈએ નહીં પણ ભારત સરકારની રૉ સંસ્થાના ચીફ અશ્વિની રાવે જ પાકિસ્તાન મોકલીને આ કામગીરી સોંપી છે. વલી ખાન રૉ સાથે નિયમિત સંપર્કમાં છે. નવ વર્ષ પછી તેને એક મોકો એવો મળે છે જેમાં ગોલ્ડમૅનનું અપહરણ કરીને તેને ભારત લાવી શકાય. આખો માસ્ટર પ્લાન તૈયાર થાય છે અને એ પ્લાન મુજબ રૉ દ્વારા એક ટીમ તૈયાર કરવામાં આવે છે, જેની આગેવાની ભારતની ઇન્ડિયન આમ્ર્ડ ર્ફોસની માર્કોસ ટીમના સસ્પેન્ડેડ કૅપ્ટન રુદ્રપ્રતાપ સિંહ (અજુર્ન રામપાલ) અને રૉ સાથે સંકળાયેલી તથા બૉમ્બ બનાવવામાં એક્સપર્ટ છે એવી ઝોયા રહેમાન (હુમા કુરેશી)ને સોંપવામાં આવે છે. આ ટીમમાં રુદ્ર પોતાની સાથે અસલમ અન્સારી (આકાશ દહિયા) નામના મુંબઈના ચોરને પણ સામેલ કરે છે જે દોડમાં અવ્વલ છે. પ્લાન મુજબ નવ દિવસ પહેલાં રુદ્ર, ઝોયા અને અસલમ પાકિસ્તાન પહોંચી જાય છે અને વલીની સાથે રહીને ગોલ્ડમૅનને ભારત લઈ આવવાના મિશન પર લાગી જાય છે. આ પ્લાનમાં અનાયાસે જ રુદ્રને કરાચીની તવાયફ સૂર્યા (શ્રુતિ હાસન)નો સાથ મળે છે અને ગોલ્ડમૅનને ભારત પાછા લઈ આવનારાઓની ટીમ કુલ પાંચની બને છે. એવું નથી કે આ તમામ લોકો માત્ર દેશ માટે ગોલ્ડમૅનની સામે બદલો લેવા આવ્યા હોય. ગોલ્ડમૅનને કારણે આ સૌએ પોતપોતાની જિંદગીમાં અંગત વ્યક્તિ ગુમાવી છે.

ગોલ્ડમૅનના દીકરાનાં મૅરેજ છે અને વલી ખાને બનાવેલા પ્લાન મુજબ એ મૅરેજ ફંક્શનમાંથી ગોલ્ડમૅનને કિડનૅપ કરવાનો છે. ગોલ્ડમૅન પણ ગાંજ્યો જાય એવો નથી. તેને પાકિસ્તાની જાસૂસી સંસ્થા ત્લ્ત્એ સિક્યૉરિટી આપી છે તો તે પોતાના માણસોની સિક્યૉરિટીથી પણ ઘેરાયેલો છે. બધું પ્લાન મુજબ ચાલતું હોય છે અને નક્કી કરેલા દિવસ સુધી બધું ક્ષેમકુશળ છે, પણ એ પછી પ્લાનની દિશા બદલાઈ જાય છે અને ગોલ્ડમૅનને ભારત લઈ આવવાની હિંમતની હવા ત્યારે નીકળવી શરૂ થાય છે જ્યારે તેમને ખબર પડે છે કે તેમની ટીમમાંથી કોઈ ફૂટેલું છે.

ફિલ્મ ‘અગ્નિપથ’માં રઉફ લાલાનું નેગેટિવ કૅરૅક્ટર કર્યા પછી રિશી કપૂર બીજી વાર નેગેટિવ કૅરૅક્ટર આ ફિલ્મમાં કરે છે. ફિલ્મમાં તેનો ગેટ-અપ અને લુક રિયલ ડૉન દાઉદ ઇબ્રાહિમ જેવો જ આપવામાં આવ્યો છે. ફિલ્મ ‘ડી-ડે’માં પાકિસ્તાન દેખાડવામાં આવ્યું છે એ હકીકતમાં ગુજરાતનાં અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગર છે.

ફિલ્મનું મ્યુઝિક શંકર-એહસાન-લૉયે આપ્યું છે. અગાઉ ‘કલ હો ના હો’, ‘સલામ-એ-ઇશ્ક’, ‘પટિયાલા હાઉસ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા નિખિલ અડવાણીની આ પહેલી ઍક્શન ફિલ્મ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK