ફિલ્મ પ્રિવ્યુ : બ્રધર્સ

૨૦૧૧માં હૉલીવુડમાં બનેલી ‘વૉરિયર્સ’ નામની ફિલ્મની ઑફિશ્યલ રીમેક એવી ડિરેક્ટર કરણ મલ્હોત્રાની ફિલ્મ ‘બ્રધર્સ’માં અક્ષયકુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા, જૅકલિન ફર્નાન્ડિસ, જૅકી શ્રોફ, આશુતોષ રાણા, શેફાલી શાહ અને કિરણકુમાર છે તો કરીના કપૂરે ફિલ્મમાં એક આઇટમ-સૉન્ગ કર્યું છે.


brothers


ફિલ્મનું મ્યુઝિક અજય-અતુલનું છે. ફિલ્મના કેન્દ્રમાં પરિવાર છે. મહાભારતમાં જે રીતે હક અને ન્યાય માટે ભાઈઓ આમને-સામને આવી જાય છે એ જ રીતે ‘બ્રધર્સ’માં હક અને ન્યાય માટે ડેવિડ અને મૉન્ટી એકબીજાની સામે આવી જાય છે. મહાભારતની જંગ કુરુક્ષેત્રના રણમાં ખેલાઈ હતી, જ્યારે આ બે ભાઈઓની જંગ બૉક્સિંગ રિન્ગમાં લડાય છે.

સ્ટ્રીટ-ફાઇટર ગૅરી ફર્નાન્ડિસ (જૅકી શ્રોફ) જેલમાંથી છૂટીને દસ વર્ષો પાછો આવે છે, પણ પાછા આવ્યા પછી તે જુએ છે કે જૂના જખમો હજી પણ તાજા છે અને જે સમયે પરિવાર તૂટ્યો હતો એ હજી પણ તૂટેલી અવસ્થામાં છે. મોટો દીકરો ડેવિડ એક સમયે સ્ટ્રીટ-ફાઇટમાં માસ્ટર હતો, પણ હવે તેણે એ છોડી દીધી છે અને સ્કૂલટીચર બનીને પોતાની વાઇફ જેની અને દીકરી પુપુ સાથે મન પર ભાર સાથે રહે છે, જ્યારે નાનો દીકરો મૉન્ટી પોતાની એકલતા દારૂના નશામાં કાઢી રહ્યો છે. તે સ્ટ્રીટ-ફાઇટમાં જાય છે, પણ દરેક વખતે માર ખાઈને પાછો આવે છે. ગૅરીને પોતાનાં કર્મો પર ખૂબ જ અફસોસ છે, પણ ડેવિડ તેને સમજવા તૈયાર નથી અને દારૂના નશામાં ધૂત રહેતો મૉન્ટી તેને સમજી શકે એવી અવસ્થામાં નથી. ગૅરી નાના દીકરાને સાચા રસ્તે વાળવાની કોશિશ કરે છે. એવામાં એક દિવસ ખબર પડે છે કે ઇન્ડિયામાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સની ઇન્ટરનૅશનલ કૉમ્પિટિશન થવાની છે. આ કૉમ્પિટિશન માટે ગૅરી મૉન્ટીને તૈયાર કરે છે, પણ સંજોગો ફરી એક વખત બદલાય છે. ક્યારેય બૉક્સિંગની રિન્ગમાં નહીં જવાનું નક્કી કરી લેનારા ડેવિડને ખબર પડે છે કે દીકરી પુપુને જીવલેણ બીમારી છે, જેમાંથી તેને બચાવવી હોય તો લાખો રૂપિયાની જરૂર પડશે. બાપને કારણે રિન્ગ છોડનારો ડેવિડ બાપ હોવાના નાતે જ રિન્ગમાં ઊતરવા તૈયાર થાય છે, પણ એ જ સમયે તેને ખબર પડે છે કે તેનો જ સગો બાપ ગૅરી ભાઈને પણ બૉક્સિંગ માટે તૈયાર કરી રહ્યો છે. એકને તૈયાર કરવામાં પિતા છે અને બીજા ભાઈને તૈયારીઓ કરવામાં બીમારી દીકરીનો ચહેરો સાથ આપે છે. કમનસીબી એ પણ છે કે બન્નેમાંથી એક પણ ભાઈ એકબીજાનું મોઢું જોવા પણ તૈયાર નથી. જોકે કુદરતે કંઈક જુદું જ નક્કી કર્યું છે. ભગવાન બન્ને ભાઈઓને બૉક્સિંગની રિન્ગમાં આમને-સામને મૂકી દે છે.

કરણ જોહરના પ્રોડક્શન હાઉસમાં અંગ્રેજી ફિલ્મની ઑફિશ્યલ રીમેક બની હોય એવી આ બીજી ફિલ્મ છે. આ અગાઉ કરણ જોહરે ‘સ્ટેપ મૉમ’ પરથી ‘વી આર ધ ફૅમિલી’ બનાવી હતી; જેમાં કાજોલ, કરીના કપૂર-ખાન અને અજુર્ર્ન રામપાલ હતો. એ ફિલ્મ સુપરફ્લૉપ થઈ હતી.

અઠ્ઠાવન દિવસે હાશકારો

આ ફિલ્મ માટે અક્ષયકુમારે ૫૮ દિવસ સુધી દાઢી નહોતી કરી. અક્ષયને તો એનો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ જ્યારે તેણે દાઢી ઉતારી ત્યારે તેના દીકરા આરવે હાશકારો કર્યો હતો. શેવિંગ કર્યા પછી અક્ષયે ટ્વિટર પર લખ્યું હતું : ‘આજે આરવ બહુ ખુશ છે. તેને મારી ખરબચડી દાઢી હવે નથી ખૂંચવાની.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK