ફિલ્મ પ્રિવ્યુ : બૉસ

હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ૧૦૦ કરોડ રૂપિયાના બજેટની પહેલી છતાં ફ્લૉપ ફિલ્મ ‘બ્લુ’ના ડિરેક્ટર ઍન્થની ડિસોઝાની ‘બૉસ’ બુધવારે બકરી ઈદના દિવસે રિલીઝ થશે. સુપરહિટ મલયાલમ ફિલ્મ ‘પોકિરી રાજા’ની હિન્દી રીમેક એવી આ ફિલ્મની વાર્તા એક એવી વ્યક્તિની આસપાસ ફરે છે જે હંમેશાં બૉસ બનીને જીવવામાં માને છે.


બૉસ (અક્ષયકુમાર)ને પોતાને યાદ નથી કે તેનું સાચું નામ શું છે. નાનપણમાં પિતા પર આવી ગયેલા એક મર્ડરના આરોપને પોતાના પર લઈ લેનારો બૉસ ૧૪ વર્ષની ઉંમરે જ જેલમાં ચાલ્યો ગયો હતો. જેલમાંથી પાછો આવ્યા પછી બૉસ રીતસર પોતાનું રાજ ચલાવી રહ્યો છે અને પોતાના નાના ભાઈ (શિવ પંડિત)નું ધ્યાન રાખે છે. આખા હરિયામાં એવું કહેવાય છે કે બૉસનો માર અને બૉસની દયાની સરખામણી ક્યારેય કોઈની સાથે ન થાય. જરૂરિયાતમંદ પર રહેમદિલી રાખનારા બૉસના ભાઈ શિવને એક એવી છોકરી સાથે પ્રેમ થઈ જાય છે જેનો ભાઈ આયુષમાન ઠાકુર (રોનિત રૉય) એક કરપ્ટ પોલીસ-ઑફિસર છે. આયુષમાન બૉસના ભાઈને એક એવા ખોટા કામમાં ફસાવી દે છે જેમાં આ જુનિયર બૉસ જેલમાં પહોંચી જાય છે. સાચી ફિલ્મ અહીંથી શરૂ થાય છે. આયુષમાન ઇચ્છે છે કે તેની બહેનને પ્રેમ કરનારો પેલો મુફલિસ શિવ જેલમાં જ માર્યો જાય. આયુષમાન બૉસને જ શિવને મારવાની સુપારી મોકલે છે અને એ જ સમયે પોતાના બન્ને દીકરાઓને શોધતો બૉસનો પિતા પણ હરિયાણા પહોંચે છે. તેને ખબર પડી જાય છે કે બૉસ જ તેનો મોટો દીકરો છે. પિતા પાસેથી જ બૉસને ખબર પડે છે કે તેણે જેની સુપારી લીધી છે એ બીજું કોઈ નહીં પણ પોતાનો જ સગો નાનો ભાઈ શિવ છે. પોતાના શબ્દોને જીવની જેમ વળગી રહેતા બૉસ માટે અનેકાનેક ધર્મસંકટ ઊભાં થયાં છે.

‘બૉસ’માં અક્ષયકુમાર અને રોનિત રૉય સિવાયના ઍક્ટરોમાં અગાઉ ‘શૈતાન’માં દેખાયેલો શિવ પંડિત, અદિતિ રાવ હૈદરી, ડૅની, મિથુન ચક્રવર્તી, જૉની લીવર, સંજય મિશ્રા અને પરીક્ષિત સાહની છે તો ફિલ્મનાં ત્રણ ગીતમાં સોનાક્ષી સિંહા, હની સિંહ અને પ્રભુ દેવા પણ ગેસ્ટ અપીઅરન્સમાં છે. ફિલ્મનું મ્યુઝિક હની સિંહ, ચિંતન ભટ્ટ, મીર બ્રધર્સ અન્જાન અને પી. એ. દીપક એમ ચાર મ્યુઝિક-ડિરેક્ટરે આપ્યું છે.

‘બૉસ’ જે મલયાલમ ફિલ્મની રીમેક છે એ ‘પોકિરી રાજા’માં અક્ષયકુમારવાળું કૅરૅક્ટર મામુટીએ કર્યું હતું, જ્યારે નાના ભાઈનું કૅરૅક્ટર પૃથ્વીરાજે કર્યું હતું. સવાઆઠ કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મ જબરદસ્ત હિટ થઈ હતી અને ફિલ્મે માત્ર થિયેટરમાં ૬૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો; જ્યારે સૅટેલાઇટ, મ્યુઝિક-રાઇટ્સ અને રીમેક રાઇટ્સ મળીને ફિલ્મે ૧૯૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

તું એકલો જાને રે...

ફિલ્મ ‘બૉસ’ અક્ષયકુમારની પહેલી એવી ફિલ્મ છે જેમાં તે હીરો છે પણ તેની સામે કોઈ હિરોઇન નથી. ઓરિજિનલ ફિલ્મમાં પણ મામુટી સામે કોઈ ઍક્ટ્રેસ નહોતી. જોકે એ મલયાલમ ફિલ્મ હતી અને હિન્દી ફિલ્મમાં હિરોઇન વિનાનો હીરો કોઈ કાળે સ્વીકારી શકાતો નથી અને એટલે જ ડિરેક્ટર ઍન્થનીએ ઑલરેડી ફિલ્મમાં હિરોઇન ઉમેરી દીધી હતી અને સોનાક્ષી સિંહા પણ લગભગ ફાઇનલ કરી લીધી હતી. અક્ષયે હિન્દીની સ્ક્રિપ્ટ સાંભળીને ઓરિજિનલ ફિલ્મ જોઈ અને એ પછી હિરોઇન નહીં રાખવાનો નર્ણિય લઈ લીધો હતો. સોનાક્ષી સાથે ડિરેક્ટરે વાતચીત શરૂ કરી દીધી હોવાથી અક્ષયે જ સોનાક્ષી સાથે વાતની સ્પષ્ટતા કરી લીધી હતી અને ફિલ્મનાં બે સૉન્ગમાં તેની પાસે ગેસ્ટ અપીઅરન્સ કરાવ્યો હતો. અક્ષયકુમારે હસતાં-હસતાં કહ્યું હતું, વૈસે ભી મેરી ફિલ્મ મેં હિરોઇન કે પાસ કરને કે લિએ કુછ હોતા ભી કહાં હૈ...

ફિરોઝ ખાનને શ્રદ્ધાંજલિ

ફિરોઝ ખાનની ‘જાંબાઝ’નું સુપરહિટ સૉન્ગ ‘હર કિસી કો નહીં મિલતા...’ ઑફિશ્યલી ફિલ્મ ‘બૉસ’માં વાપરવામાં આવ્યું છે એટલું જ નહીં, ફિરોઝ ખાનની જે સ્ટાઇલ હતી અને જે પ્રકારનાં કપડાં પહેરવાની તેમની રીત હતી એ જ સ્ટાઇલ અને રીત અક્ષયકુમારે ગીતમાં દેખાડી છે. હકીકત એ છે કે અક્ષયકુમાર ફિરોઝ ખાનની સ્ટાઇલને બૉસ ગણે છે અને એ જ કારણે તેણે ફિરોઝ ખાનને પોતાની ફિલ્મ ‘બૉસ’માં શ્રદ્ધાંજલિ આપવાના ભાવથી ‘જાંબાઝ’નું આ ગીત વાપર્યું છે. ઓરિજિનલ ગીતનું મ્યુઝિક કલ્યાણજી-આણંદજીએ આપ્યું હતું જ્યારે રીમિક્સ થયેલા આ સૉન્ગનું મ્યુઝિક ચિંતન ભટ્ટે આપ્યું છે. ફિલ્મ ‘જાંબાઝ’માં અક્ષયકુમારની સાસુ ડિમ્પલ કાપડિયા પણ હતી.

- રશ્મિન શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK