ફિલ્મ પ્રિવ્યુ : બૉમ્બે વેલ્વેટ

રણબીર કપૂર, અનુષ્કા શર્મા, કરણ જોહર અને કે. કે. મેનનની ક્રાઇમ-પિરિયડ ફિલ્મ ‘બૉમ્બે વેલ્વેટ’માં બૉમ્બે સિટી કઈ રીતે કોસ્મોપૉલિટન બન્યું એ વાત કહેવામાં આવી છે.


bomby velvet


ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસર અનુરાગ કશ્યપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક ઘટના એવી બનતી હોય છે જે માણસની લાઇફ, સોસાયટી કે પછી સિટીને ચેન્જ કરવાનું કામ કરી જાય છે. આ સિટી પણ એક એવી ઘટના સાથે ચેન્જ થયું હતું. ૧૯૬૦માં ઘટેલી એ ઘટનાએ મુંબઈ શહેરને અંદર અને બહાર એમ બન્ને રીતે ચેન્જ કરી નાખ્યું.’

રાઇટર જ્ઞાન પ્રકાશની નૉવેલ ‘મુંબઈ ફેબલ્સ’ પર આધારિત ‘બૉમ્બે વેલ્વેટ’માં એક મીડિયા-ટાઇકૂન, મહત્વાકાંક્ષી યંગસ્ટર, વાસનાભૂખ્યો પૉલિટિશ્યન, મ્યુઝિકમાં બહુ આગળ જવા માગતી યુવતી અને બધાને ખુલ્લા પાડવાની ઇચ્છા રાખતા ડિટેક્ટિવની વાત છે. મીડિયા-ટાઇકૂન કૈઝાદ ખંભાતા (કરણ જોહર) ઇચ્છે છે કે સાત ટાપુઓના બનેલા મુંબઈ શહેર પર માત્ર તેનું રાજ રહે, તે આ રાજ ભોગવે પણ છે. જૉની બલરાજ (રણબીર કપૂર) એક બૉક્સર છે. પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે જૉની બૉક્સિંગની રિન્ગમાં ઊતરે છે અને પૈસા કમાઈને જરૂરિયાત પૂરી કરે છે. એક વખત જૉની અચાનક જ રોઝી (અનુષ્કા શર્મા)ને મળે છે. જૅઝસિંગર એવી રોઝીનો અવાજ અને તેનો દેખાવ જોઈને જ જૉની તેના પ્રેમમાં પડી જાય છે, પણ આ રોઝીના અનેક દીવાનાઓ છે જે નિયમિત રીતે રોઝીને જોવા-સાંભળવા બૉમ્બે વેલ્વેટ નામના જૅઝ બારમાં આવે છે. રોઝીને પામવા માટે જૉનીને હવે પૈસાદાર થવું છે. એ માટે તે નીતિ, સિદ્ધાંત અને પ્રામાણિકતા ચૂકવા પણ તૈયાર છે.

જૉનીને કૈઝાદ ખંભાતા પોતાની સાથે લે છે. કૈઝાદ ખંભાતાના મનમાં અનેક પ્રકારનાં ષડ્યંત્રો ચાલી રહ્યાં છે. કૈઝાદ મુંબઈના મોટા બિલ્ડરને પોતાની ચાલમાં ફસાવીને ગૉસિપનું જર્નલિઝમ કરવા માગે છે તો બીજી તરફ મુંબઈ પર રાજ કરી રહેલા રાજકારણીઓને પણ તે પોતાના પગના તળિયે દબાવી રાખવા માગે છે અને સાથોસાથ મુંબઈના દરિયાકાંઠે થઈ રહેલા સ્મગલિંગ પર પણ પોતાનો કબજો જમાવી રાખવા માગે છે. કૈઝાદ તેની ચાલમાં સફળ રહે છે, પણ જ્યારે તે તેની ચાલમાં રોઝીને ફસાવીને આગળ વધે છે ત્યારે જૉની અપસેટ થાય છે. જૉની અને રોઝી વચ્ચે શરૂ થયેલી મિસઅન્ડરસ્ટૅન્ડિંગ વધીને મોટી ખીણ બને છે અને જૉની બધું ભૂલીને બદલાની ભાવના સાથે બધું તહસનહસ કરી નાખવા તૈયાર થઈ જાય છે.

ફિલ્મનું મ્યુઝિક અમિત ત્રિવેદીનું છે. માનવામાં નહીં આવે, પણ એક સમયે જ્યારે ફિલ્મ પૂરી થઈ ત્યારે ૧૭૪ મિનિટની આ ફિલ્મમાં ૧૦૩ મિનિટનું મ્યુઝિક રાખવામાં આવ્યું હતું, પણ એ પછી ફિલ્મનાં મોટા ભાગનાં ગીતો કાપી નાખવામાં આવ્યાં અને હવે ફિલ્મમાં ચાર જ ગીત રહેવા દેવામાં આવ્યાં છે.

રણબીરનો લુક કેવો?


રણબીર કપૂરના કૅરૅક્ટર જૉની બલરાજને કિશોરકુમાર અને શમ્મી કપૂર પરથી તૈયાર કરવામાં આવ્યું છે. કિશોરકુમાર જે પ્રકારની પાતળી મૂછ રાખતા એવી જ મૂછ રણબીરે શરૂઆતમાં રાખી છે, જ્યારે હેરસ્ટાઇલ તેના દાદાના કઝિન એવા શમ્મી કપૂરની હેરસ્ટાઇલ જેવી રાખવામાં આવી છે.

કેવી રીતે ઊભું થયું ૧૯૬૦નું બૉમ્બે?

પંચાવન વર્ષ પહેલાંનું મુંબઈ દેખાડવા માટે એ સમયનું મુંબઈ શ્રીલંકામાં ઊભું કરવામાં આવ્યું હતું. સત્તર એકર વિસ્તારમાં ઊભા કરવામાં આવેલા મુંબઈ સિટીને જો ઇન્ડિયામાં બનાવવામાં આવ્યું હોત તો અંદાજે સાઠ કરોડ રૂપિયા જેટલો ખર્ચ આવતો હતો, પણ શ્રીલંકામાં આ મુંબઈ માત્ર પચીસ કરોડ રૂપિયામાં જ ઊભું થઈ ગયું હતું. સેટની સાથોસાથ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (સ્જ્હ્)નો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચાલીસ ટકા આઉટડોર સીનમાં સ્જ્હ્ની મદદ લેવી પડી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK