ફિલ્મ પ્રિવ્યુ : ભૂતનાથ રિટર્ન્સ

૨૦૦૮માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘ભૂતનાથ’ની સીક્વલ ‘ભૂતનાથ રિટર્ન્સ’માં ફરીથી એક બાળક અને એક પ્યારા ભૂતનું કૉમ્બિનેશન ઊભું કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત બમન ઈરાની છે તો ભૂતનાથના ફ્રેન્ડનું કૅરૅક્ટર પાર્થ ભોલેરાવ કરે છે. પાર્થની ઉંમર માત્ર ૧૪ વર્ષની છે અને તે ફિલ્મમાં એક અનાથ બાળકનું કૅરૅક્ટર કરે છે જે એકમાત્ર એવો છે જેને ભૂતનાથ દેખાય છે.



ફિલ્મની શરૂઆત પહેલી ફિલ્મ ‘ભૂતનાથ’થી જ થાય છે. ભૂતનાથ (અમિતાભ બચ્ચન) પોતાની ભૂતની દુનિયામાં પાછો ફરે છે, પણ ત્યાં તેનું સ્વાગત અપમાન અને ઘૃણાસ્પદ રીતે કરવામાં આવે છે. ભૂતનું કામ ડરાવવાનું હોય, પણ ભૂતનાથથી એક નાનું બાળક ડર્યું નહીં અને તેણે ભૂતનાથ પર પોતાનો રોફ જમાવ્યો એ જોયા પછી બીજાં ભૂત ભૂતનાથને ઉતારી પાડવાનું કામ કરે છે. ભૂતનાથને બહુ લાગી આવે છે અને તે ભૂતની જે ઓરિજિનલ ફિતરત છે એ ડરાવવાનું કામ કરવા ફરીથી પૃથ્વીલોકમાં પાછો આવે છે. પૃથ્વીલોકમાં ભૂતનાથ અખરોટ (પાર્થ ભોલેરાવ)ને મળે છે. અખરોટ સ્ટ્રીટ-કિડ છે. રસ્તા પર જ ઊછર્યો છે અને ઝૂંપડપટ્ટીમાં જ મોટો થયો છે. અખરોટ એકમાત્ર એવી વ્યક્તિ છે જે ભૂતનાથને જોઈ શકે છે, સાંભળી શકે છે. અખરોટને ભૂતનાથનો કોઈ ડર લાગતો નથી, ઊલટું અનેક વાર તે ભૂતનાથ પર ગુસ્સે થઈને તેના પર રાડો પણ પાડી લે છે. ભૂતનાથ ફરી એક વાર પોતાનું મૂળ કામ ભૂલીને આ ઝૂંપડપટ્ટીના બચ્ચા સાથે ભાઈબંધી કરી બેસે છે. ભાઈબંધી દરમ્યાન બન્ને એકબીજાને મદદ કરવાનું પ્રૉમિસ પણ કરે છે. આ ભાઈબંધી છેક એ સ્તર સુધી પહોંચે છે કે ભૂતનાથ અખરોટ માટે લોકસભાના ઇલેક્શનમાં પણ ઊભો રહેવા તૈયાર થઈ જાય છે.

બને છે એવું કે આ વિસ્તાર પર રાજ કરતા સંસદસભ્ય ભાઉ (બમન ઈરાની)ને પોતાના વિસ્તારના લોકોની સુખ, સગવડ અને સુવિધાની કંઈ પડી નથી. ભાઉ એકદમ ભ્રષ્ટાચારી અને ગુનાખોરી સાથે સંકળાયેલી વ્યક્તિ છે. ભાઉ જાડી ચામડીનો થઈ ગયો છે એટલે હવે તેને કોઈની ફરિયાદ પણ સંભળાતી નથી. સાફસફાઈ, પીવાનું સ્વચ્છ પાણી, ઇલેક્ટ્રિસિટી જેવી સુવિધાને પણ લક્ઝરી માની લેતાં ઝૂંપડપટ્ટીવાસીઓની સુખાકારી માટે અખરોટ ભૂતનાથને સાથે રાખીને ફરિયાદ કરવી શરૂ કરે છે, પણ ભાઉના સરકારી અધિકારીઓ પણ અખરોટની માગ અને જરૂરિયાત પર ધ્યાન નથી આપતા. ભૂતનાથ પોતાનાં કરતૂત હવે અહીં શરૂ કરે છે જેને કારણે અખરોટ અને ઝૂંપડપટ્ટીના અન્ય લોકોનાં કામ થવા માંડે છે, પણ આ કંઈ કાયમી સૉલ્યુશન નથી. ભ્રષ્ટ નેતાને હટાવવાના હેતુથી અખરોટ અને ભૂતનાથ ઇલેક્શનમાં ઊભા રહેવાનું વિચારે છે, પણ અખરોટ નાનો છે એટલે તે ઇલેક્શનમાં ઊભો રહી શકે એમ નથી, જેને કારણે ફાઇનલી ભૂતનાથ ઇલેક્શનમાં ઊભો રહે છે અને એ પછી માણસ વર્સસ ભૂત વચ્ચે ચુનાવી જંગ શરૂ થાય છે.

ફિલ્મનું મ્યુઝિક મીત બ્રધર્સ અન્જાન, પલાશ મુચ્છલ, રામ સંપત અને યો યો હની સિંહે આપ્યું છે; પણ મ્યુઝિક ઍવરેજ છે. ‘પાર્ટી તો બનતી હૈ’ અને ‘પાર્ટી વિથ ભૂતનાથ’ સૉન્ગ પૉપ્યુલર થયાં છે.

શાહરુખ છે ખરો?

‘ભૂતનાથ’માં અમિતાભ બચ્ચન લીડ રોલમાં હતા જ્યારે શાહરુખનું સપોર્ટિંગ કૅરૅક્ટર હતું, પણ ‘ભૂતનાથ રિટર્ન્સ’માં શાહરુખનો કોઈ રોલ નથી. જોકે એવું કહેવાય છે કે શાહરુખ ખાને ફિલ્મમાં કેમિયો કર્યો છે તો રણબીર કપૂર પણ એક સીનમાં દેખા દે છે. ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણકુમાર સાથેના સંબંધોને કારણે આ બન્ને સ્ટાર કેમિયો કરવા તૈયાર થયા છે એવું પણ કહેવાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK