ફિલ્મ પ્રિવ્યુ : ભાગ મિલ્ખા ભાગ

ભાગ મિલ્ખા ભાગ : ૬૦ ટકા રિયલ લાઇફ, ૪૦ ટકા ક્રીએટિવ લિબર્ટી


આ પણ વાંચો : 'ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મનું નામ કેવી રીતે પડ્યું?


કાસ્ટ : ફરહાન અખ્તર, સોનમ કપૂર, યોગરાજ સિંહ, પ્રકાશ રાજ, પવન મલ્હોત્રા, દલીપ તાહિલ, દિવ્યા દત્તા, રેબેકા બ્રીડ્સ.

ડિરેક્ટર : રાકેશ ઓમપ્રકાશ મેહરા

મ્યુઝિક-ડિરેક્ટર : શંકર એહસાન લૉય


આજે રિલીઝ થતી ‘ભાગ મિલ્ખા ભાગ’ દેશના જાણીતા ઍથ્લીટ અને ‘ફ્લાઇંગ સિખ’ તરીકે વધુ ઓળખાતા મિલ્ખા સિંહની લાઇફ પર આધારિત છે એ જગજાહેર છે. ‘ભાગ મિલ્ખા ભાગ’નું ડિરેક્શન રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કર્યું છે. તેઓ આ અગાઉ ‘અક્સ’ અને ‘દિલ્લી ૬’ જેવી સુપરફ્લૉપ અને ‘રંગ દે બસંતી’ જેવી લૅન્ડમાર્ક ફિલ્મ બનાવી ચૂક્યા છે. મિલ્ખા સિંહની લાઇફ પરથી ફિલ્મ બનાવવાનો વિચાર સૌથી પહેલાં નૅશનલ અવૉર્ડ વિનર ગીતકાર અને આ ફિલ્મથી સ્ક્રિપ્ટ-રાઇટર બનેલા પ્રસૂન જોશીનો હતો.

ફિલ્મ રિયલ મિલ્ખા સિંહની લાઇફની આસપાસ ઘૂમરાયા કરે છે. મિલ્ખા સિંહનો જન્મ ૧૯૩૫ના અરસામાં બ્રિટિશરાજના ભારતના લ્યાલપુર નામના ગામમાં થયો હતો, જે આજે પાકિસ્તાનમાં છે અને એનું નવું નામકરણ ફૈસલાબાદ કરવામાં આવ્યું છે. મિલ્ખા સિંહે તેમની લાઇફ દરમ્યાન કરેલો સંઘર્ષ, ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા એ સમયે તેમણે ભોગવેલી હૃદયદ્રાવક ત્રાસદી, એ પછી ફરીથી ઊભા થઈ નવેસરથી જિંદગી શરૂ કરવી, ભારતીય આર્મીમાં જૉઇન થવું અને ત્યાંથી એક ઍથ્લીટની કરીઅર શરૂ કરવી અને એ કરીઅરને અદ્ભુત સફળતા સાથે આગળ વધારવી એ બધું ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. મિલ્ખા સિંહ ખરા અર્થમાં એક ફિલ્મની વાર્તા જેવી જ જિંદગી જીવ્યા છે.

૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા એ પછી મિલ્ખા સિંહ જ્યારે દિલ્હી આવ્યા ત્યારે તે પાકિસ્તાનમાં તબાહ થઈને આવ્યા હતા. કોમવાદીઓએ તેમનું ઘર સળગાવી નાખ્યું હતું અને તેમનાં મા-બાપની હત્યા કરી નાખી હતી. સાચા અર્થમાં ખાલી ખિસ્સે અને શર્ટ-પૅન્ટમાં દિલ્હી સ્ટેશન પર ઊતરેલા મિલ્ખા સિંહ પોતાનાં મમ્મી-પપ્પાની અંતિમવિધિ પાકિસ્તાનમાં નહોતા કરી શક્યા એટલે તેમણે એ વિધિ પણ દિલ્હી આવીને નિભાવી. તેમનાં મા-બાપનાં શબ પાકિસ્તાનમાં હતાં એટલે અંતિમવિધિ માટે મિલ્ખાએ રસ્તા પર પડેલા કાપડના નાખી દીધેલા ટુકડાઓમાંથી બે પૂતળાં બનાવ્યાં હતાં અને એ પૂતળાંની અંતિમવિધિ કરી હતી.

એક તબક્કો એવો આવી ગયો હતો કે મિલ્ખા સિંહ પાકિસ્તાનના નામથી ધ્રૂજી ઊઠતા હતા. પોતાનાં મા-બાપને જે દેશમાં જીવતાં ચીરી નાખવામાં આવ્યાં એ દેશના નામમાત્રથી તે દૂર રહેવા લાગ્યા હતા, પણ જિંદગીએ કરવટ બદલી અને મિલ્ખા સિંહે ૧૯૬૦માં એ જ પાકિસ્તાનમાં રેસ માટે જવું પડ્યું હતું. મિલ્ખા સિંહ પોતે પાકિસ્તાનની એ રેસને પોતાની જિંદગીની સૌથી મોટી અને સૌથી મહત્વની રેસ ગણાવે છે. મિલ્ખા સિંહની ઑફિશ્યલ બાયોગ્રાફી પરથી જ બનેલી આ ફિલ્મમાં મિલ્ખા સિંહની રિયલ લાઇફને ૬૦ ટકા અનુસરવામાં આવી છે જ્યારે ફિલ્મ માટે ચાલીસ ટકા ક્રીએટિવ લિબર્ટી લેવામાં આવી છે, જે મિલ્ખા સિંહે પોતે મંજૂર રાખી છે.

મિલ્ખા સિંહની રનિંગ-સિદ્ધિઓ

‘ધ ફ્લાઇંગ સિખ’ તરીકે દેશભરમાં પ્રસિદ્ધ થયેલા મિલ્ખા સિંહે ૧૯૬૦માં રોમમાં યોજાયેલી ઑલિમ્પિક્સ અને ૧૯૬૪માં જપાનમાં યોજાયેલી ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તો ૧૯૫૮માં રમાયેલી કૉમનવેલ્થ ગેમ્સ અને ૧૯૫૮ તથા ૧૯૬૨માં રમાયેલી એશિયન ગેમ્સમાં પણ તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારત વતી મિલ્ખા સિંહે અલગ-અલગ કુલ ૭૦ રેસમાં ભાગ લીધો હતો જેમાંથી તેઓ ૬૭ રેસમાં ચોથા અને પાંચમા ક્રમાંકે રહ્યા હતા જ્યારે કૉમનવેલ્થ ગેમ્સની ૪૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ અને એ જ વર્ષો રમાયેલી એશિયન ગેમ્સની ૨૦૦ અને ૪૦૦ મીટરની દોડમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમના આ પ્રદર્શનને કારણે જ મિલ્ખા સિંહને ૧૯૫૯માં પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૬૦માં રોમમાં યોજાયેલી ઑલિમ્પિક્સમાં ૪૦૦ મીટરની દોડમાં મિલ્ખા સિંહ માત્ર ૩ સેકન્ડ માટે ભારતને બ્રૉન્ઝ મેડલ અપાવવાનું ચૂકી ગયા હતા અને ચોથા ક્રમાંકે રહ્યા હતા. મિલ્ખા સિંહને પોતાની જિંદગીના બે અફસોસ ક્યારેય વીસરાવાના નથી. એક તો તે પોતાનાં મા-બાપને કોમવાદીઓથી બચાવી ન શક્યા અને બીજો અફસોસ એ કે ફક્ત ૩ સેકન્ડને કારણે તેઓ રેસમાં ચોથા નંબરે ફેંકાઈ ગયા અને ભારતે બ્રૉન્ઝ મેડલ ગુમાવવો પડ્યો.

જૂજ લોકોને ખબર છે કે મિલ્ખા સિંહને મળેલો ફ્લાઇંગ સિખનો ખિતાબ બીજા કોઈએ નહીં પણ પાકિસ્તાનના જનરલ અયુબ ખાને પાકિસ્તાનમાં રેસ જીત્યા પછી આપ્યો હતો.

મિલ્ખા સિંહે ફિલ્મ માટે માત્ર રૂપિયો લીધો

ફિલ્મના રાઇટર પ્રસૂન જોશી અને મિલ્ખા સિંહ દિલ્હીના એક ફંક્શનમાં સાથે હતા. એ ફંક્શનમાં મિલ્ખા સિંહના મોઢેથી તેમની થોડી જૂની વાત સાંભળીને પ્રસૂન ઇમ્પ્રેસ થયા. વાત અહીં પૂરી થઈ ગઈ. થોડા સમય પછી પ્રસૂન જોશી અને મિલ્ખા સિંહના દીકરા જીવ મિલ્ખા સિંહના એક કૉમન ફ્રેન્ડે પ્રસૂનને ફોન કરીને કહ્યું કે મિલ્ખાની બાયોગ્રાફીનું કામ કરવા માટે કોઈ યોગ્ય રાઇટરનું નામ આપ. પ્રસૂનની આંખ સામે પેલા ફંક્શનમાં વર્ણવવામાં આવેલા પ્રસંગો યાદ આવી ગયા અને બાયોગ્રાફીને બદલે આખી ઘટના બાયો-પિક્ચરની દિશામાં આગળ વધી ગઈ.

મિલ્ખા સિંહે આ સ્ક્રિપ્ટ માટે માત્ર એક રૂપિયો ફી લીધો છે, જેને માટે રાકેશ ઓમપ્રકાશ મેહરાએ તેમને ૧૯૫૮ના વર્ષની એક રૂપિયાની ચલણી નોટ આપી હતી. ૧૯૫૮ મિલ્ખા સિંહ માટે બહુ મહત્વનું રહ્યું હતું, કારણ કે એ વર્ષો મિલ્ખા સિંહે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સોનમ કપૂરે પણ આ ફિલ્મ કરવા માટે માત્ર ૧૧ રૂપિયા ફી લીધી છે.

નેહરુના રોલમાં દલીપ તાહિલ

ફિલ્મમાં જવાહરલાલ નેહરુનું કૅરૅક્ટર દલીપ તાહિલે નિભાવ્યું છે તો મિલ્ખા સિંહના કોચનું પાત્ર ક્રિકેટર યુવરાજ સિંહના પપ્પા અને કોચ યોગરાજ સિંહે ભજવ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK