ફિલ્મ પ્રિવ્યુ : બેવકૂફિયાં

નૂપુર અસ્થાનાએ ડિરેક્ટ કરેલી અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘બેવકૂફિયાં’ની સ્ટોરી આજની જનરેશનના એવા યંગ કપલની છે જે એવું માને છે કે પૈસો જીવનમાં જરૂરી નથી, પણ જીવવા માટે પ્રેમ અને ઑક્સિજન જરૂરી હોય છે.


મોહિત ચઢ્ઢા (આયુષમાન ખુરાના) માર્કેટિંગ ફીલ્ડમાં છે અને એક ઉજ્જ્વળ કરીઅર ધરાવે છે. કંપનીએ ગાડી અને ઘર આપ્યાં છે. બૅન્કે ક્રેડિટ કાર્ડ આપ્યું છે. બસ, પછી શું ચિંતા હોય તેને. મોહિતની ગર્લફ્રેન્ડ માયરા (સોનમ કપૂર) પણ પ્રોફેશનલ છે અને પૈસા કમાવાની દિશામાં તેનું દિમાગ તેજીથી ચાલે છે. જૉબ પરથી છૂટ્યા પછી માયરા સીધી શૉપિંગમાં પહોંચે છે અને એટલે જ તેના પપ્પા માયરાને મૉલ કા ચૂહા પણ કહેતા રહે છે. કૉર્પોરેટ લાઇફ વચ્ચે જીવતું આ કપલ પોતાનાં સપનાંઓ પણ ધરાવે છે અને એને પૂરાં કરવાની ક્ષમતા પણ ધરાવે છે. સ્વાભાવિક રીતે તેમને હાઇ-ફાઇ લાઇફ પણ ગમે છે અને બેઉ એકબીજા માટે પાંચ મિનિટમાં ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચી નાખતાં સહેજ પણ વિચાર નથી કરતાં. દિવસ દરમ્યાન પૈસા કમાવા માટે બન્ને મહેનત કરે છે તો કમાયેલા એ પૈસા રાતે ખર્ચી નાખવામાં પણ તેમને ખચકાટ નથી થતો. મોહિત અને માયરા એકમેકને બેતહાશા પ્રેમ કરે છે, પણ આ પ્રેમમાં વિલન માયરાના પપ્પા વી. કે. સેહગલ (રિશી કપૂર) છે. વી. કે. સેહગલ એક રિટાયર્ડ બ્યુરોક્રૅટ છે. સેહગલ દૃઢપણે માને છે કે તેમની દીકરીને એક શ્રીમંત નબીરો જ ખુશ રાખી શકશે, નહીં કે એક સામાન્ય મિડલ-ક્લાસ એક્ઝિક્યુટિવ. સેહગલ પોતાની દીકરીના વિચારો સામે ઝૂકી ગયા છે, પણ મોહિતને ઉતારી પાડવાની એક પણ તક તેઓ જતી નથી કરતા. માયરા દરેક વખતે મોહિતના પક્ષે રહે છે, પણ એક દિવસ દેશમાં મંદીનું મોજું ફરી વળે છે અને એ મંદીની અડફેટમાં મોહિતની કંપની આવી જાય છે. કોઈ જાતની ઍડ્વાન્સ નોટિસ વિના મોહિતને છૂટો કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ અને કંપનીની ગાડી અને ઘર સાથે મસ્ત રીતે જિંદગી જીવી રહેલા મોહિત પાસેથી બધું છીનવાઈ જાય છે. મોહિતને બીજો ઝાટકો ત્યારે લાગે છે જ્યારે તેને ખબર પડે છે કે બીજી બધી કંપનીમાં પણ આ જ હાલત છે અને તેને જૉબ મળે એમ નથી. હવે સેહગલ અને મોહિત વચ્ચે માયરા માટે જંગ શરૂ થાય છે. આ જંગ ખરેખર તો સરકારી નોકરી અને પ્રાઇવેટ સેક્ટરમાં દેખાડવામાં આવતા ફૂલગુલાબી પિક્ચર વચ્ચેનો છે. ફિલ્મનું મ્યુઝિક રઘુ દીક્ષિત, આયુષમાન ખુરાના અને રોચક કોહલીનું છે. મ્યુઝિક ઍવરેજ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK