ફિલ્મ પ્રિવ્યુ : બેશરમ

‘રૉકસ્ટાર’, ‘બર્ફી’ અને ‘યે જવાની હૈ દીવાની’ જેવી સુપરહિટ ફિલ્મોની હૅટ-ટ્રિક કરનારા હીરો અને ‘દબંગ’ જેવી સુપરહિટ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરનારા ડિરેક્ટરના જૉઇન્ટ વેન્ચર જેવી ફિલ્મ ‘બેશરમ’ની વાર્તા એક એવા યંગસ્ટરની છે જેને શરમ કે ક્ષોભ જેવું કાંઈ નડતું નથી.


આ યંગસ્ટરની લાઇફનો એક જ ફન્ડા છે; ના સમ્માન કા મોહ, ના અપમાન કા ભય. આ યંગસ્ટરનું નામ છે બબલી. બબલીની લાઇફમાં એક એવી ઘટના બને છે જે તેની જિંદગીની તમામ મુશ્કેલીઓ તેની સામે મૂકી દે છે, પણ એ તમામ ઘટનાઓ વખતે પણ બબલીના ચહેરા પર નામ પૂરતીયે લાજશરમ ડોકાતી નથી.

આવતી કાલે ગાંધીજયંતીના દિવસે બુધવારે રિલીઝ થતી આ ફિલ્મની વાર્તા દિલ્હીની છે. દિલ્હીના એક અનાથાશ્રમમાં રહેતો બબલી (રણબીર કપૂર) કાર-મેકૅનિક છે. સ્વભાવના સાવ ભોળા અને એકદમ ચલતા પુર્જા જેવો બબલી પોતાની જિંદગી રંગીન મિજાજથી જીવે છે. તેને જિંદગીમાં એક જ વાત સમજાય છે કે આજનો દિવસ હકીકત છે અને આજનો દિવસ જ જીવી લેવાનો હોય છે. જિંદગીને મજા સાથે જીવવામાં તે એ પણ ભૂલી ગયો છે કે જીવનમાં સાચો માર્ગ કયો અને ખોટો રસ્તો કયો? મેકૅનિક બબલી નાનપણથી જ ચોરીના રવાડે પણ ચડી ગયો છે. જોકે આ ચોરી તે માત્ર અનાથાશ્રમને મદદ કરવાના હેતુથી જ કરતો હોય છે. ચોરીમાં તેને કાર ચોરવાની આદત પડી ગઈ છે. ચોર બબલીની લાઇફમાં એક દિવસ તારા (પલ્લવી શારદા) આવે છે. તારા સાથે તેની લવ-સ્ટોરી હજી તો શરૂ જ થાય છે ત્યાં એ લવ-સ્ટોરીનો અંત આવી જાય છે. જિંદગીમાં પહેલી વાર બબલી અપસેટ થાય છે, પણ તેની આ અપસેટનેસ દૂર થાય એ પહેલાં તો પોલીસ-કપલ એટલે કે ઇન્સ્પેક્ટર ચુલબુલ ચૌટાલા (રિશી કપૂર) અને હવાલદાર બુલબુલ ચૌટાલા (નીતુ કપૂર) બબલીને પકડવા આવી જાય છે. બસ, પત્યું. અહીંથી પોલીસ-દંપતી અને બેશરમ હીરો વચ્ચે પકડદાવ શરૂ થઈ જાય છે. આ પકડદાવ ડ્રગ-સપ્લાયર (કરણ કિરી)ને કારણે શરૂ થયો છે.

ફિલ્મનું મ્યુઝિક લલિત પંડિતે આપ્યું છે, પણ મ્યુઝિક ઍવરેજ છે. કોઈ ગીત હજી સુધી સુપરહિટ થયું નથી. ફિલ્મમાં રિશી કપૂરનું આખું ખાનદાન એકસાથે કામ કરતું હોય એવું પણ પહેલી વાર બન્યું છે.

આખો પરિવાર એકસાથે

પપ્પા રિશી કપૂર, મમ્મી નીતુ કપૂર અને દીકરો રણબીર કપૂર એકસાથે આવ્યાં હોય એવું આ ફિલ્મમાં પહેલી વાર બન્યું છે. ઓરિજિનલ સ્ક્રિપ્ટમાં માત્ર એક ઇન્સ્પેક્ટરનો રોલ હતો, પણ અભિનવ સિંહ કશ્યપને એકાએક એવો વિચાર આવ્યો કે પોલીસ-કપલ હોય અને તેઓ બન્ને સાથે ડ્યુટી બજાવતાં હોય તો એ ડ્યુટી દરમ્યાન ગજબનાક કૉમેડી સ્ફુરે. બસ, આ વિચાર પરથી ઇન્સ્પેક્ટરની સાથે તેની હવાલદાર-વાઇફને ઉમેરવામાં આવી. જ્યારે કપલ ઉમેરાઈ ગયું ત્યારે એકાએક અભિનવને જ વિચાર આવ્યો કે આ કપલ તરીકે રિશી-નીતુ સૌથી બેસ્ટ લાગશે. અભિનવે વાત રણબીરને કરી એટલે પહેલાં રણબીરે આ નવો ટ્રૅક સાંભળ્યો. તેને મજા આવી એટલે તેણે પપ્પા-મમ્મીને ટ્રૅક સંભળાવ્યો અને રિશી-નીતુ બન્નેએ હા પાડી.

૪૦૦૦ સ્ક્રીન કેમ ન મળી?

બુધવારે રિલીઝ થતી ફિલ્મ ‘બેશરમ’ એકસાથે ૩૬૦૦ સ્ક્રીનમાં રિલીઝ થશે જે અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ છે. આ અગાઉ શાહરુખ ખાનની ‘ચેન્નઈ એક્સપ્રેસ’ દેશમાં ૩૫૦૦ સ્ક્રીનમાં એકસાથે રિલીઝ થઈ હતી. હકીકત એ છે કે ફિલ્મ ‘બેશરમ’ પહેલાં તો ૪૦૦૦ સ્ક્રીનમાં રિલીઝ થવાની હતી, પણ સાઉથમાં ચાલી રહેલી તેલુગુ ફિલ્મ ‘અથારિતિંકી દારેદી’ સુપરહિટ જતાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને કેરળમાં રણબીર કપૂરની ફિલ્મ માટે કોઈ સ્ક્રીન ખાલી કરવા રાજી નથી એટલે નાછૂટકે રણબીરની ફિલ્મની સ્ક્રીન ઘટાડવી પડી છે.

કોણ છે આ પલ્લવી શારદા?

આજના સુપરસ્ટાર રણબીર કપૂર સાથે કામ કરવા માટે ભલભલી ઍક્ટ્રેસ તૈયાર થઈ જાય, પણ ફિલ્મના ડિરેક્ટર અભિનવ સિંહ કશ્યપની ‘બેશરમ’માં રણબીરની સામે નવીસવી અને સાવ દેશી નામ ધરાવતી પલ્લવી શારદા નામની ઍક્ટ્રેસ છે. પલ્લવી શારદા મૂળભૂત રીતે ઑસ્ટ્રેલિયન છે અને ઑસ્ટ્રેલિયામાં તેણે અનેક અંગ્રેજી નાટકોમાં કામ કર્યું છે. પલ્લવીની બૉલીવુડમાં કરીઅર કરણ જોહરની ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’થી શરૂ થઈ અને એ પછી તેણે ‘દસ તોલા’, ‘લવ બ્રેક-અપ્સ ઝિંદગી’ અને ‘હિરોઇન’ જેવી ફિલ્મોમાં નાનાએવા રોલ કર્યા તો ‘તાજ એક્સપ્રેસ’ નામનો મ્યુઝિકલ થિયેટર-શો પણ કર્યો. આ શોની કોરિયોગ્રાફી જાણીતાં કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે કરી હતી. પલ્લવીનું નામ વૈભવીએ જ અભિનવ સિંહ કશ્યપને આપ્યું હતું અને પલ્લવીને લૉટરી લાગી ગઈ.

IIT જેવી દેશની સર્વોત્તમ ઇન્સ્ટિટ્યૂટમાં Phd થયેલાં મમ્મી-પપ્પાની દીકરી એવી પલ્લવી પોતે પણ જબરદસ્ત હોશિયાર છે. તેણે માત્ર ૧૬ વર્ષની ઉંમરે મેલબર્ન યુનિવર્સિટીમાં મૉડર્ન લૅન્ગ્વેજિસ જેવા વિષય પર ડિપ્લોમા કર્યો હતો. એ પછી પલ્લવીએ ઑસ્ટ્રેલિયામાં જ લૉનો અભ્યાસ કર્યો અને માસ કમ્યુનિકેશનમાં બૅચલર પણ કર્યું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK