ફિલ્મ પ્રિવ્યુ : B.A પાસ

આ ફિલ્મ ઇન્ડિયામાં રિલીઝ થાય એ પહેલાં ફૉરેનના અનેક ફિલ્મ-ફેસ્ટિવલોમાં ફરી ચૂકી છે અને વિવેચકોનાં વખાણ પણ મેળવી ચૂકી છે. ફિલ્મનો વિષય બોલ્ડ છે અને ફિલ્મમાં શિલ્પા શુક્લાએ અંગપ્રદર્શન કરવામાં સહેજ પણ પાછી પાની નથી કરી. ‘ચક દે ઇન્ડિયા’થી કરીઅરની શરૂઆત કરનારી શિલ્પા શુક્લાને આ ફિલ્મના બોલ્ડ સીન માટે ઘરમાં પણ ઝઘડો થયો હતો.



Trailer : જુઓ વિડીયો ટ્રેલર અહીં


‘B.A પાસ’ની વાર્તા મુકેશ (શાદાબ કમલ) નામના એક એવા યુવાનની છે જે પોતાનાં મા-બાપના મોત પછી દિલ્હી તેની આન્ટીને ત્યાં રહેવા આવ્યો છે. આન્ટીને પોતાનો આ ભત્રીજો બિલકુલ નથી ગમતો અને એટલે જ તે મુકેશને નોકરથી પણ બદતર રીતે રાખે છે. મુકેશ પર બે નાની બહેનની જવાબદારી છે અને એટલે તે આન્ટીનું બધું ખરાબ વર્તન ભૂલીને પણ દિલ્હીમાં પડ્યો રહ્યો છે અને પોતાનું ભણવાનું પૂરું કરી રહ્યો છે. મુકેશને દિલ્હીમાં એક જ ભાઈબંધ છે, કબર ખોદવાનું કામ કરતો જૉની. જૉની (દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય) અને મુકેશ રાતે નવરા પડે એટલે કબ્રસ્તાનમાં બેસીને ચેસ રમીને પોતાનો સમય પસાર કરે છે. મુકેશની બોરિંગ થતી જતી લાઇફમાં અચાનક જ પાડોશમાં રહેતી અને આન્ટીની ફ્રેન્ડ એવી સારિકાઆન્ટી (શિલ્પા શુક્લા) ઉમેરાય છે અને મુકેશની લાઇફ બદલાય છે. એક કિટી પાર્ટીમાં મળી ગયેલી સારિકાઆન્ટી મુકેશ માટે રીતસર કામોત્તેજનાત્મક ભૂમિકા ભજવે છે. તેને મુકેશ માટે લાગણી છે, પણ એ લાગણી કરતાં તેના મનમાં મુકેશના ભોગવટાની ભાવના વધુ છે. સારિકા મુકેશને મેલ-પ્રોસ્ટિટ્યુટની જેમ ટ્રીટ પણ કરે છે. ઘરમાં ધુતકારની લાગણી અને પાડોશમાં શારીરિક ઉત્તેજનાની ભાવના. મુકેશ માટે B.A પાસ કરવાની સાથોસાથ જીવનમાં આવી રહેલા આ નવા બદલાવ પાસ કરવાની ચુનૌતી પણ આવી જાય છે.

જીવનમાં માત્ર ભણતર જ નહીં પણ ભણવાની સાથોસાથ અનેક પરીક્ષાઓમાંથી પાર ઊતરવાનું હોય છે એવા હેતુથી બનાવવામાં આવેલી આ ફિલ્મ ૨૦૦૮માં લખાયેલી અને ભારોભાર વિવાદ સર્જી દેનારી ટૂંકી નવલકથા ‘ધ રેલવે આન્ટી’ પર આધારિત છે. એક તબક્કે એવું પણ કહેવાઈ રહ્યું હતું કે ફિલ્મ પૉર્ન વેબસાઇટની સૌથી હૉટ ભાભી એવી સવિતાભાભીના કૅરૅક્ટર પરથી અને સવિતાભાભીની સિરીઝમાં આવેલી એક વાર્તા પર આધારિત છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે શરૂઆતના ચાર દિવસ સુધી તો સારિકાનું નામ સવિતાઆન્ટી જ હતું, પણ એ પછી નામ બદલીને સવિતામાંથી સારિકા કરવામાં આવ્યું. ફિલ્મ માત્ર ૯૫ મિનિટની એટલે કે એક કલાક અને પાંત્રીસ મિનિટની છે. સેન્સર ર્બોડે ફિલ્મમાંથી સોળ મિનિટનાં દૃશ્યો કાપ્યાં પછી ફિલ્મને ઍડલ્ટ સર્ટિફિકેટ આપ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK