ફિલ્મ પ્રિવ્યુ: ઐસા યે જહાં

ઇન્ડિયાની પહેલી કાર્બન-ફ્રી ફિલ્મ એવી ‘ઐસા યે જહાં’માં સિંગર ડૉ. પલાશ સેન લીડ સ્ટાર છે તો તેની સાથે ઈરા દુબે અને ટીનુ આનંદ પણ છે. ફિલ્મ એક એવા કપલની રિલેશનશિપ દેખાડી રહ્યું છે જેમની વચ્ચે તેમની એક નાનકડી દીકરી છે અને એ દીકરી જ તેમની વચ્ચે ઝઘડાનું મૂળ બની છે.રજીબ અને અનન્યા બન્ને વર્કિંગ-કપલ છે.



તેમની ત્રણ વર્ષની દીકરી પાખી આખો દિવસ કુહી નામની મેઇડ પાસે ઘરે રહે છે. એક વેકેશન દરમ્યાન રજીબ ફૅમિલી સાથે આસામમાં આવેલા તેના વતન ફરવા જાય છે જ્યાં પાખી પહેલી વખત મુંબઈના કૉન્ક્રીટના જંગલને બદલે પક્ષી, પતંગિયાં અને સસલાંઓથી ભરેલું નૈસર્ગિક સૌંદર્ય જુએ છે. પ્રકૃતિના પ્રેમમાં પડેલી પાખીના મનમાં એ વાત પણ બરાબર ઠસી જાય છે કે પ્રકૃતિ નહીં હોય તો માણસ જીવી નહીં શકે. વેકેશન પૂરું કરીને પાખી મુંબઈ આવે છે અને તે પોતાના ઘરમાં આંબાનું બીજ રોપે છે, જેથી એમાંથી જનરેટ થનારા ઑક્સિજનથી તેનાં મમ્મી-પપ્પાને ફ્રેશ હવા મળે, પણ એ દિવસોમાં રજીબ અને અનન્યા વચ્ચે મતભેદ વધવાનું શરૂ થાય છે.

રજીબ શાંતિની લાઇફ ઇચ્છે છે અને અનન્યાને થોકબંધ પૈસા જોઈએ છે. એક દોસ્ત સાથે વાત કરતાં અનન્યાને આઇડિયા મળે છે કે પાખીને ઍક્ટિંગ-ફીલ્ડમાં મોકલવી જોઈએ. અનન્યાને એ આઇડિયા ગમી જાય છે અને તે પાખીને ટીવી-ઍડ અને ટીવી-સિરિયલના રસ્તે ધકેલી દે છે. પૈસો ઘરમાં આવવાનું શરૂ થઈ જાય છે પણ લાગણી, પ્રેમ અને ઘરમાં આખો દિવસ ગુંજતું રહેતું નિર્દોષ હાસ્ય ઘરની બહાર ધકેલાઈ જાય છે. જે પાખી સ્કૂલથી આવીને પહેલાં પોતે વાવેલા બીજને જોવા ભાગતી હતી તે પાખી હવે કૅમેરા સામે આવીને નામ અને દામ કમાવવામાં વ્યસ્ત રહેવા માંડે છે.અનેક ફિલ્મ-ફેસ્ટિવલમાં રિલીઝ થયેલી આ ફિલ્મ કુદરત અને સંબંધોનો આદર કરવાનું શીખવી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK