ફિલ્મ પ્રિવ્યુ : ઍરલિફ્ટ

ઇરાક-કુવૈત વૉર દરમ્યાન ૧,૭૦,૦૦૦ ભારતીયોને કુવૈતમાંથી બહાર કાઢવા પડ્યા હતા.

airlift


નાગરિકોને બચાવવા માટે અત્યાર સુધીમાં વિશ્વમાં સૌથી મોટી લડત જો કોઈ આપવામાં આવી હોય તો એ આ છે, પણ આ લડત ક્યારેય કોઈ જગ્યાએ નોંધનીય ન બની. જોકે હવે એ અક્ષયકુમાર સ્ટારર ‘ઍરલિફ્ટ’ થકી બનશે. રિયલ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ ૧૯૯૦ની સત્યઘટના પર આધારિત છે. અક્ષયકુમાર ફિલ્મમાં રંજિત કટ્યાલનું કૅરૅક્ટર કરે છે, જે રંજિત કટ્યાલે ભારત સરકાર સાથે રહીને ૫૯ દિવસ દરમ્યાન ૧,૭૦,૦૦૦ લોકોને કુવૈતમાંથી બહાર કાઢવાનું કામ કર્યું હતું.

રંજિત કટ્યાલ (અક્ષયકુમાર) કુવૈતમાં રહે છે. અતિ ધનાઢ્ય એવા રંજિતના મનમાં એક જ વાત છે કે તે પહેલાં કુવૈતનો સિટિઝન છે અને એ પછી ઇન્ડિયન છે. વાઇફ અમ્રિતા (નિમ્રત કૌર) અને દીકરી તસનીમ સાથે રહેતા રંજિતને કુવૈત સરકાર સાથે ઘરોબો છે, પણ સરકાર કે રંજિત કોઈ નથી જાણતું કે ઇરાકી સરમુખત્યાર સદ્દામ હુસેનના મનમાં શું ચાલી રહ્યું છે. ૧૯૯૦ના એ શાંતિ અને સુખભર્યા દિવસો દરમ્યાન એક દિવસ ઇરાક કુવૈત પર હુમલો કરે છે અને બૉમ્બાર્ડિંગ અને મિસાઇલ અટૅકમાં કુવૈત તહસનહસ થઈ જાય છે. લાખો અને કરોડોની સંપત્તિ આંખ સામે સળગી રહી છે, ઇરાકી સેના કત્લેઆમ ચલાવી રહી છે અને બેબસ ઔરતો પર બળાત્કાર કરી રહી છે, જેની વચ્ચે રંજિતે પોતાની ફૅમિલીને બચાવવાની છે. બચાવવાની આ કામગીરી ચાલી રહી છે એ જ દરમ્યાન રંજિત જુએ છે કે જે ભારતીયો માટે કુવૈત પહેલો તેમનો દેશ હતો એ ભારતીયો અત્યારે ન તો કુવૈતના રહ્યા છે ન તો ઇરાકી તેમના પ્રત્યે રહેમ રાખે છે. પહેલાં રંજિત માત્ર પોતાની ફૅમિલી સાથે કુવૈતની બહાર નીકળવાની તજવીજમાં હતો, પણ હવે તે દેશમાં રહેલા તમામ ભારતીયોને લઈને કુવૈત છોડવાના મિશન પર લાગે છે. આ મિશન બહુ અઘરું છે. ઇરાકીઓનો હુમલો ચાલુ છે, મોટા ભાગના વિસ્તાર પર કબજો લેવાઈ ચૂક્યો છે અને દેશની બહાર નીકળવા માટે ભારતની મદદ પણ એટલી જ જરૂરી છે. ભારત સરકાર કુવૈતમાં ફસાયેલા ભારતીયોને મદદ કરવા માટે તૈયાર છે, પણ અંદરના સ્તર પર એને પણ હેલ્પની જરૂર છે. ૧,૭૦,૦૦૦ ભારતીયો અને ભારત સરકાર વચ્ચે આ બ્રિજ બનવાનું કામ રંજિત કટ્યાલ કરે છે અને ૫૯ દિવસની જહેમત પછી કુલ ૪૮૮ ફ્લાઇટ મારફત સૌને ઇન્ડિયા પહોંચાડવામાં આવે છે.

‘ઍરલિફ્ટ’નું ડિરેક્શન રાજા ક્રિષ્ન મોહનનું છે, જ્યારે મ્યુઝિક અમાલ મલિક અને અંકિત તિવારીનું છે.

પ્રોડ્યુસર પણ અક્ષયે શોધ્યો

અગાઉ ‘બારહ આના’ અને ‘બસ યૂં હી’ જેવી બે ફ્લૉપ ફિલ્મો ડિરેક્ટ કરી ચૂકેલા રાજા ક્રિષ્ન મોહન પાસે ‘ઍરલિફ્ટ’ની સ્ક્રિપ્ટ ચાર વર્ષથી રેડી હતી, પણ કોઈ આ ફિલ્મ પ્રોડ્યુસ કરવા તૈયાર નહોતું. ઊલટું રાજાને એવી સલાહ આપતા હતા કે આ સબ્જેક્ટ પર ફીચર ફિલ્મ બનાવવાને બદલે ન્યુઝ-ચૅનલ માટે પચીસ મિનિટની ડૉક્યુમેન્ટરી બનાવવી જોઈએ. રાજાની આ સ્ક્રિપ્ટ એક સમયે અનાયાસ ફ્લાઇટમાં મળી ગયેલા અક્ષયે સાંભળી અને અક્ષયે નક્કી કર્યું કે તે આ ફિલ્મ કરશે એટલું જ નહીં, અક્ષયે રાજા ક્રિષ્ન મોહન અને પ્રોડ્યુસર પૈકીના એક એવા નિખિલ અડવાણીની મીટિંગ પણ કરાવી અને ફિલ્મ પ્રોડ્યુસ કરવાની જવાબદારી પણ નિખિલ પર મૂકી દીધી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK