ફિલ્મ પ્રિવ્યુ : અય દિલ હૈ મુશ્કિલ

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ પછી ફરી એક વાર કરણ જોહરે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, અનુષ્કા શર્મા અને ફવાદ ખાન છે તો શાહરુખ ખાન અને આલિયા ભટ્ટ પણ નાનકડી ભૂમિકામાં છે.

adhm

ફિલ્મનું મ્યુઝિક પ્રીતમનું છે. દિલ તૂટે તો માણસ ઉદાસ થઈને દેવદાસ બની જાય છે, પણ જીવનમાં ક્યાંય અટકવાની જરૂર નથી; બ્રેકઅપ પછી પણ જિંદગી વહેતી રહેવાની છે અને વહી રહેલી જિંદગીની સાથે પ્રેમની યાદગાર પળો પણ અકબંધ રહેવાની છે. આ જ મેસેજ છે આ ફિલ્મનો.

રણબીર કપૂર સિંગર છે અને તે સિન્ગિંગ ફીલ્ડમાં આગળ વધવા માગે છે. અનુષ્કા શર્મા તેની બેસ્ટ ફ્રેન્ડ છે. બન્નેની પોતપોતાની દુનિયા છે અને બન્ને એ દુનિયાની સાથે રહે છે. કોઈ પણ તે બન્નેને જોઈને એવું જ ધારી લે કે આ બન્ને ન્યુલી મૅરિડ કપલ હશે, પણ એવું પણ નથી. મૅરેજના નામથી જ બન્ને નૌ દો ગ્યારહ થઈ જાય છે. જોકે એક તબક્કો એવો આવે છે કે અનુષ્કા અને રણબીર બન્ને મૅરેજ માટે લગભગ તૈયાર થાય છે અને એ જ દરમ્યાન બન્નેનો ભૂતકાળ તેમની સામે આવીને ઊભો રહી જાય છે. રણબીરનો ભૂતકાળ છે ઐશ્વર્યા રાય બચ્ચન તો અનુષ્કાનો ભૂતકાળ છે ફવાદ ખાન. શાયર ઐશ્વર્યાને દિલોજાનથી ચાહતો રણબીર ક્યારેય તેને ભૂલી નથી શકતો અને અનુષ્કા માટે અલી જ તેની જિંદગી રહી ચૂક્યો છે. રણબીર માટે હવે આંખો સામે બે રસ્તા છે : એકનું નામ સબા છે અને બીજું નામ અનુષ્કા છે. રણબીર કોઈ એક જ રસ્તા પર ચાલી શકે છે, પણ રણબીરને એ મંજૂર નથી.

કરણ જોહરની ‘અય દિલ હૈ મુશ્કિલ’ માટે હંમેશાં એવું કહેવાતું રહ્યું છે કે આ ફિલ્મની વાર્તાનો અમુક ભાગ તેની પર્સનલ લાઇફ પરથી લેવામાં આવ્યો છે અને એટલે જ ફિલ્મનો ક્લાઇમૅક્સ ક્યાંય જાહેર ન થાય એની જબરદસ્ત કાળજી રાખવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK