ફિલ્મ પ્રિવ્યુ : અબ તક છપ્પન ૨

૨૦૦૪માં બનેલી ફિલ્મ ‘અબ તક છપ્પન’ની સીક્વલ એવી ‘અબ તક છપ્પન ૨’માં પણ નાના પાટેકર લીડ રોલમાં છે અને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટનું કૅરૅક્ટર કરે છે. નાના સાથે ફિલ્મમાં વિક્રમ ગોખલે, ગોવિંદ નામદેવ, આશુતોષ રાણા, ગુલ પનાગ, મોહન આગાશે જેવા ઍક્ટર છે.

nana patekar



ફિલ્મની વાર્તા પહેલી ફિલ્મની વાર્તાથી જ આગળ વધી રહી છે. એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ સાધુ આગાશે (નાના પાટેકર) હવે રિટાયર છે અને શાંતિથી પોતાની જિંદગી જીવી રહ્યો છે. જોકે મહારાષ્ટ્ર ગવર્નમેન્ટને તેની જરૂરિયાત ત્યારે ઊભી થાય છે; જ્યારે અન્ડરવર્લ્ડ કોઈ હિસાબે કાબૂમાં નથી આવી રહ્યું. બૅન્ગકૉકથી ડૉન રાવલે મુંબઈ પર રાજ કરવાની પેરવી કરી રહ્યો છે તો રઉફ લાલા મુંબઈમાં જ રહીને અન્ડરવર્લ્ડ ચલાવી રહ્યો છે. લાંબો સમય સુધી શાંત રહ્યા પછી મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર જનાર્દન જાગીરદાર ચીફ મિનિસ્ટર પાસેથી ઑફિશ્યલ પરમિશન લઈને સાધુને ફરી વખત લઈ આવવાનું કામ કરે છે અને એન્કાઉન્ટર સ્ક્વૉડને ફરીથી શરૂ કરે છે અને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટના હાથમાં ફરી એક વખત બધા પાવર સોંપવામાં આવે છે. સાધુ એન્કાઉન્ટર સ્ક્વૉડની જવાબદારી તો સંભાળી લે છે, પણ બને છે એવું કે આ વખતે તેની સામે અનેક પ્રકારના નવા પડકાર આવી ગયા છે. હવે ટેક્નૉલૉજી પણ પહેલાં જેવી રહી નથી અને અન્ડરવર્લ્ડમાં રહેલા તમામ લોકો બેસ્ટ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને પોતાનું કામ આગવી અદાથી પૂરું કરે છે. સાધુ તે બધાની સામે બાથ ભીડે છે, જે મુંબઈને ભયના ઓછાયા વચ્ચે રાખવા માગે છે.

‘અબ તક છપ્પન ૨’ પહેલાં રામ ગોપાલ વર્મા ડિરેક્ટ કરવાના હતા, પણ એકધારી ફ્લૉપ ફિલ્મ આપી રહેલા રામુના અગાઉના ટ્રૅક-રેકૉર્ડ વચ્ચે ફિલ્મનું ડિરેક્શન રામુના એક સમયના અસિસ્ટન્ટ એવા એજાઝ ગુલાબને સોંપવામાં આવ્યું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK