ફિલ્મ પ્રિવ્યુ : ૨ સ્ટેટ્સ

અજુર્ન કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘૨ સ્ટેટ્સ’ ચેતન ભગતની આ જ નામની પૉપ્યુલર નૉવેલ પર આધારિત છે. ફિલ્મનું મ્યુઝિક શંકર, એહસાન અને લૉયનું છે.


ફિલ્મમાં પહેલી વખત અમદાવાદમાં આવેલી દેશની જાણીતી  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM)નું કૅમ્પસ દેખાડવામાં આવ્યું છે. ‘૨ સ્ટેટ્સ’માં અલગ-અલગ કલ્ચરના બે એવા પરિવારની વાત કરવામાં આવી છે જેનાં બાળકો પ્રેમમાં પડે છે. ફૅમિલી પોતાની પરંપરા છોડવા તૈયાર નથી તો સામા પક્ષે પ્રેમીઓ પણ પોતાનો પ્રેમ છોડવા રાજી નથી અને મજાની વાત એ છે કે ક્રિશ કે અનન્યા ફૅમિલીની વિરુદ્ધમાં જઈને મૅરેજ કરવા પણ રાજી નથી.

પંજાબી ક્રિશ મલ્હોત્રા (અજુર્ન કપૂર) અને તામિલ અનન્યા સ્વામીનાથન (આલિયા ભટ્ટ) અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટમાં ભણે છે અને બન્ને એકબીજાના પ્રેમમાં પડે છે. હૉસ્ટેલ લાઇફ જીવતાં ક્રિશ અને અનન્યા જ્યાં સુધી ભણે છે ત્યાં સુધી તેમની વચ્ચે તેમનાં અલગ-અલગ કલ્ચર આવતાં નથી, પણ જ્યારે બન્ને મૅરેજ કરવાનું નક્કી કરે છે ત્યારે બધી પરંપરાઓ વચ્ચે આવી જાય છે. પંજાબી ક્રિશની ફૅમિલી કમને મદ્રાસણ છોકરીને વહુ બનાવવા રાજી થાય છે તો એમ જ અનન્યાની ચુસ્ત તામિલ બ્રાહ્મણ ફૅમિલી પણ મહામુશ્કેલીએ દીકરીની વાત માનીને પંજાબી પરિવારને પોતાના વેવાઈ બનાવવા રાજી થાય છે. જોકે માત્ર માનસિક તૈયારીઓથી કોઈ ફરક પડતો નથી હોતો, વિભિન્ન પ્રાંતની બન્ને ફૅમિલી વચ્ચે દરેક બાબતમાં મતભેદ થઈને ઊભા રહી જાય છે. આ મતભેદ પહેલાં ધીમા અવાજે બહાર આવે છે, પણ સમય જતાં અવાજ મોટો થતો જાય છે અને ઝઘડાઓ થવા માંડે છે. મૅરેજ હજી થયાં નથી ત્યાં એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે કે ક્રિશ અને અનન્યાની લવસ્ટોરી અધૂરી રહી જાય.

ક્રિશની મા કવિતા મલ્હોત્રાનું કૅરૅક્ટર અમ્રિતા સિંહે કર્યું છે તો ક્રિશના સ્ટ્રિક્ટ શરાબી પપ્પા વિક્રમ મલ્હોત્રાનું કૅરૅક્ટર રોનિત રૉયે કર્યું છે. ઓરિજિનલી રોનિત રૉય અને અમ્રિતા સિંહ પંજાબી જ છે તો અનન્યાનાં મમ્મી-પપ્પા શિવ-રાધાનાં કૅરૅક્ટર પણ ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન ઍક્ટર એવાં રેવતી અને શિવ સુબ્રમણ્યમે કયાર઼્ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK