કાનૂન અને ગુનાની જુગલબંદીમાં ફસાયેલા ચાર પોલીસ-ઑફિસરો

રોહિત શેટ્ટીના ભાઈ હૃદય શેટ્ટીના દિગ્દર્શનની શહેરમાં રહેલી સિસ્ટમ પરનો કૉમિક પ્રહાર ‘ચાલીસ ચૌરાસી’ આ શુક્રવારથી સિનેમાઘરોમાં

કાસ્ટ : નસીરુદ્દીન શાહ, કે કે મેનન, અતુલ કુલકર્ણી, રવિ કિસન, રાજેશ શર્મા અને ઝાકિર હુસેન

ડિરેક્ટર : હૃદય શેટ્ટી

પ્રોડ્યુસર : સચિન અવસ્થી અને ઉદય શેટ્ટી

સંગીતકાર : લલિત પંડિત અને વિશાલ રંજન

ગયા વર્ષે આવેલી ‘શોર ઇન ધ સિટી’ ક્રાઇમજગતમાં ઊભી થતી કૉમિક સિચુએશનને બહાર લાવતી ફિલ્મનું એક ઉદાહરણ હતું. આ પ્રકારની ફિલ્મો હજી બૉલીવુડમાં ઘણી દુર્લભ છે અને એમાં વિચારી શકાતા વિષયો અલગ અને વિશેષ જ ગણી શકાય. રોહિત શેટ્ટીના ભાઈ હૃદય શેટ્ટીએ તેની લાંબા સમયથી ડિરેક્ટર બનવાની ઇચ્છાને અંતે પૂરી કરી છે અને આ વિષય પર તેણે ‘ચાલીસ ચૌરાસી’ બનાવી છે.

પોલીસ-ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ચાર અધિકારીઓ પંકજ સુરી (નસીરુદ્દીન શાહ), આલ્બર્ટ પિન્ટો (કે કે મેનન), બલવિન્દર સિંહ (અતુલ કુલકર્ણી) અને શક્તિ ચિનપ્પા (રવિ કિસન)ને એક એવું કામ મળે છે જે તેમના જીવનને બદલી શકવા સક્ષમ છે. તેઓ કોઈ રીતે આ કામને જતું કરવા નથી માગતા. તેમની વૅન પ્ણ્ ૦૨ ખ્ ૪૦૮૪માં તેઓ તરત જ આ કામ માટે નીકળી પડે છે. જોકે તેમનું નસીબ પણ જલદી વળાંક લે છે, જ્યારે એક સિનિયર અધિકારી તેમને રસ્તામાં મળે છે અને ગૅન્ગસ્ટરને પકડવા માટેના મિશનમાં તેમને સાથે લઈ લે છે.

બન્ને મિશનનું મહત્વ

અલગ-અલગ છે, પણ સ્ટોરી આ જ બે મિશનના ગૂંચવાડામાં આ ચારેય ઑફિસરોને એ રીતે મૂકે છે જેમાં તેમને બહાર નીકળવા માટેની તક ખૂબ જ મર્યાદિત છે. ચારેય હંમેશાં એમ જ માનતા હોય છે કે તેઓ રફ ઍન્ડ ટફ છે અને તમામ સંજોગોનો સામનો કરી શકે છે, પણ રિયલિટી તેમને આ બે મિશન દરમ્યાન જ ખબર પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK