ફિલ્મ પ્રિવ્યુ : હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

ભવિષ્યમાં પ્રેમ થશે એવી અપેક્ષાએ અને પછી એ અપેક્ષાને ભ્રમમાં રાખીને જીવવા કરતાં તો બહેતર છે કે આંખ સામે આવી ગયેલા પ્રેમને અપનાવવાની હિંમત કરવી.




કરણ જોહરના પ્રોડક્શન-હાઉસમાં બનેલી ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ની સ્ટોરીલાઇન કંઈક આ પ્રકારની છે. ફિલ્મના લીડ સ્ટાર વરુણ ધવન અને આલિયા ભટ્ટ છે, તો ફિલ્મનું મ્યુઝિક સચિન-જિગર અને શરીબ-તોશી સાબરીનું છે.

રાકેશ શર્મા (વરુણ ધવન)નું નામ હમ્પ્ટી પડી ગયું છે. આ નામ પડવા પાછળનું કારણ એ છે કે હમ્પ્ટી હંમેશાં ખુશમિજાજ રહે છે. દિલ્હીમાં રહેતા હમ્પ્ટીના પપ્પાનો દિલ્હી યુનિવર્સિટીમાં બુક-સ્ટોર છે. ભણવામાં ઢબ્બુનો ઢ એવો હમ્પ્ટી પપ્પાને બુક-સ્ટોરમાં મદદ કરે છે અને પોતાના બે ફ્રેન્ડ શોન્ટી અને પોપલુ સાથે મજાની લાઇફ જીવે છે. હમ્પ્ટી રિસ્ક લેવામાં ક્યારેય ખચકાતો નથી, પણ તે કોઈ એવાં રિસ્ક નથી લેતો જેમાં અનીતિની વાત હોય. કોઈને હેલ્પ કરવાની હોય તો તે તરત જ વચ્ચે કૂદી પડે છે અને પછી બિચારો ફસાઈ પણ જાય છે. હમ્પ્ટીને જિંદગી પાસેથી કોઈ અપેક્ષા નથી, કોઈ મહત્વકાંક્ષા નથી; પણ એક દિવસ અચાનક જ હમ્પ્ટીની લાઇફમાં કાવ્યા આવે છે અને તેની જિંદગીમાં અપેક્ષા અને મહત્વાકાંક્ષા બન્ને ઉમેરાઈ જાય છે.

કાવ્યા (આલિયા ભટ્ટ) અંબાલામાં રહે છે. તેનાં મૅરેજ ફાઇનલ થઈ ગયાં છે અને મૅરેજના શૉપિંગ માટે જ કાવ્યા દિલ્હી આવી છે. કાવ્યા અને હમ્પ્ટી અનાયાસ મળે છે અને હમ્પ્ટીને પહેલી નજરમાં જ કાવ્યા ગમી જાય છે. કાવ્યા નાના શહેરમાં મોટી થઈ છે, પણ તેનો ઍટિટ્યુડ ભારોભાર કોઈ મહારાણી જેવો છે. કાવ્યા હમ્પ્ટીથી દૂર રહેવા માગે છે, પણ હમ્પ્ટી તેની નજીક જવાની તક શોધ્યા કરે છે. એક તબક્કે કાવ્યાની ફ્રેન્ડ ગુરપ્રીતનાં મૅરેજમાં પણ હમ્પ્ટી મદદરૂપ થાય છે અને કાવ્યા-હમ્પ્ટી એકમેકની નજીક આવે છે. જોકે હવે પાછાં જવાનો સમય આવી ગયો છે. કાવ્યા અને હમ્પ્ટી બન્ને ફરી છૂટાં પડે છે. છૂટાં પડ્યા પછી બન્નેને સમજાય છે કે એકબીજાને ખુશ રાખવાનું કામ જો કોઈ કરી શકે તો એ તેઓ બન્ને જ છે અને એ પછી પણ બન્ને દુનિયાદારીને આંખ સામે રાખીને છૂટાં પડી ગયાં છે.

કાવ્યાનાં મૅરેજની અંબાલામાં તૈયારી ચાલી રહી છે અને એ તૈયારી વચ્ચે હમ્પ્ટી અંબાલા પહોંચે છે, પોતાના પ્રેમને પામવા. કાવ્યાના પપ્પા (આશુતોષ રાણા) જબરદસ્ત ગુસ્સાવાળો સ્વભાવ ધરાવે છે. કાવ્યાને તેમનાથી ડર લાગે છે અને એમ છતાં તે હમ્પ્ટીને સાથ આપવા તૈયાર થાય છે. જોકે એ સાથ આપવાની સાથોસાથ અઢળક નવી મુશ્કેલીઓ પણ આવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK