ફિલ્મ પ્રિવ્યુ : ગુન્ડે

અગાઉ ‘મેરે બ્રધર કી દુલ્હન’ બનાવી ચૂકેલા ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ‘ગુન્ડે’ બે ભાઈબંધોની વાત છે તો ભાઈબંધીમાં જ્યારે પ્રેમ ઉમેરાય છે ત્યારે સરજાતી અંટસની વાત પણ કહે છે.




ફિલ્મના લીડ ઍક્ટર્સમાં રણવીર સિંહ, પ્રિયંકા ચોપડા, અજુર્ન કપૂર અને ઇરફાન ખાન છે. ફિલ્મનું બૅકડ્રૉપ કલકત્તા છે તો ફિલ્મમાં ૧૯૭૧થી ૧૯૮૮નો સમયગાળો દર્શાવવામાં આવ્યો છે.

૧૯૭૧ની વાત છે. હિન્દુસ્તાનમાંથી છૂટા પડેલા પાકિસ્તાનના એક ભાગ એવા ઈસ્ટ પાકિસ્તાનમાં બળવો થયા પછી પછી ઈસ્ટ પાકિસ્તાને ભારતના સહકારથી અલગ દેશની માગણી કરી હતી જે સ્વીકારવાની ના પાડીને પાકિસ્તાની સેનાએ ઈસ્ટ પાકિસ્તાન પર અત્યાચારી હુમલો શરૂ કર્યો. આ હુમલામાં અનેક પરિવાર બરબાદ થયા. જેમના પરિવાર તબાહ થયા એમાં વિક્રમ અને બાલાનો પણ સમાવેશ થાય છે. બાર વર્ષની ઉંમરે આ બન્ને છોકરાઓ ઢાકાથી ભાગીને કલકત્તા આવી જાય છે અને પોતાની નવેસરની જિંદગી શરૂ કરે છે. દુનિયા જોઈ નથી એ સમયે તે બન્નેને એકબીજાનો સહકાર મળે છે અને એ સહકાર વચ્ચે તે બન્ને કોલસાનાં વૅગન તોડીને એમાંથી કોલસાચોરીના રવાડે ચડી જાય છે. દિવસો, મહિનાઓ અને વષોર્ આગળ વધતાં જાય છે અને વિક્રમ-બાલા (રણવીર સિંહ અને અજુર્ન કપૂર) કલકત્તાના સૌથી મોટા ગુંડા બનીને બ્લૅક માર્કેટિંગના રસ્તે ચડી જાય છે. વિક્રમ અને બાલા બન્ને એકબીજાથી બિલકુલ વિપરીત છે અને એમ છતાં પણ બન્ને એકબીજાના પૂરક છે. વિક્રમ દિમાગ વાપરે છે ત્યારે બાલા હાથનો ઉપયોગ કરે છે. વિક્રમ શાંત ચિત્તે કામ લે છે તો બાલા આગની જેમ ઊકળતો રહે છે. વિક્રમ એક પીઢ રાજકારણી જેવો છે તો બાલા નાના પણ જિદ્દી બચ્ચા જેવો છે.

નાનપણમાં જે કોલસા ચોરીને મોટા થયા છે અને બન્નેની જિંદગી કોલસા જેવી કાળી છે એમાં જીવનનો એક પણ રંગ નથી, પણ એ રંગ ભરવાનું કામ નંદિતા કરે છે. કૅબરે ડાન્સર નંદિતાના આગમન સાથે વિક્રમ-બાલાની જિંદગીમાં રંગ ઉમેરાઈ જાય છે. મજાની વાત એ છે કે આ બન્ને ભાઈબંધ એક જ નંદિતાને પ્રેમ કરતા હોવા છતાં પણ તેમની વચ્ચે હરીફાઈનો કોઈ ભાવ નથી. પણ વિક્રમ-બાલા વચ્ચે ઈષ્ર્યા ઉમેરવાનું અને એકબીજાથી છૂટા પાડવાનું કામ અસિસ્ટન્ટ પોલીસ કમિશનર સત્યા એટલે કે સત્યજિત સરકાર (ઈરફાન ખાન) કરે છે. સત્યજિત સરકાર જબરદસ્ત પ્રામાણિક ઑફિસર છે. કાયદાના પાલન માટે કોઈ પણ હદે ઊતરી શકે છે. અગાઉ અનેક ખૂંખાર અને ખતરનાક આરોપીઓને પકડીને સીધાદોર કરી દેનારા ACP સરકારને કલકત્તાના આ સૌથી ખતરનાક ગુંડાઓ વિક્રમ-બાલાને પકડવાનું કામ સોંપવામાં આવે છે અને તે પોતાના કામે એવી રીતે લાગે છે કે નંદિતા અને વિક્રમ-બાલાના પ્રેમની સાથે વિક્રમ-બાલાની ભાઈબંધી જોખમમાં મુકાઈ જાય છે.

રણવીર, પ્રિયંકા, અજુર્ન અને ઇરફાન સાથે હોય એવી આ પહેલી ફિલ્મ છે તો મજાની વાત એ છે કે અલગ-અલગ કૉમ્બિનેશનમાં પણ આ કોઈ ઍક્ટરે એકબીજા સાથે કામ નથી ક્ર્યું.

ઍક્ટર કરતાં વધુ વાર લોકેશનમાં લાગી!

 ‘ગુન્ડે’ની સ્ટારકાસ્ટ શોધવામાં ચાર મહિના લાગ્યા હતા, જ્યારે આ જ ફિલ્મનાં લોકેશન શોધવામાં અને એ લોકેશન પર ૧૯૭૧થી ૧૯૮૮નો માહોલ ઊભો કરવામાં અગિયાર મહિના જેટલો સમય લાગ્યો હતો. ફિલ્મના બજેટમાં પણ એવું જ બન્યું છે. ફિલ્મના કુલ બજેટમાંથી ૫૯ ટકા બજેટ ફિલ્મના સેટ, લોકેશન અને પ્રૉપર્ટી ઊભી કરવામાં ખર્ચાયું છે.

ACP = ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK