સુલતાનને ખિલાડીએ પછાડ્યો

વિશ્વના સૌથી વધુ કમાણી કરતા ઍક્ટર્સના લિસ્ટમાં અક્ષયકુમાર સાતમા અને સલમાન ખાન નવમા ક્રમે

akshay1

akshay

અક્ષયકુમારે હાઇએસ્ટ પેઇડ ઍક્ટર્સના લિસ્ટમાં સલમાન ખાનને પાછળ છોડી દીધો છે. ‘ફૉર્બ્સ’ મૅગેઝિનના ૨૦૧૮ના હાઇએસ્ટ પેઇડ ઍક્ટર્સના લિસ્ટમાં સલમાન ખાન અને અક્ષયકુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ લિસ્ટમાં સલમાન નવમા ક્રમે છે, જ્યારે અક્ષયકુમાર સાતમા ક્રમે. ‘ફૉર્બ્સ’ દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડા ૨૦૧૭ની પહેલી જૂનથી લઈને ૨૦૧૮ની પહેલી જૂન સુધીના છે. આ આંકડા એણે વિવિધ વેબસાઇટ, બૉક્સ-ઑફિસ કલેક્શન કરતી સંસ્થા, ઇન્ટરવ્યુ અને ઇન્ડસ્ટ્રીની વ્યક્તિઓ પાસેથી મેળવેલી માહિતી અને ઇન્ટરવ્યુના આધારે નક્કી કર્યા છે. અક્ષયકુમારની ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ અને ‘પૅડમૅન’ દ્વારા તેને ખૂબ જ ફાયદો થયો છે. આ આંકડા તેની ફી, પ્રૉફિટમાં ભાગ અને બ્રૅન્ડ-એન્ડૉર્સમેન્ટ સાથેના છે. અક્ષયકુમાર ૨.૮૩ અબજ સાથે સાતમા ક્રમે છે અને સલમાન ૨.૭૦ અબજ સાથે નવમા ક્રમે છે. માર્વેલની સુપરહીરો સિરીઝમાં કામ કરનાર ત્રણ ઍક્ટર્સનો આ લિસ્ટમાં સમાવેશ થયો છે, જેઓ રૉબર્ટ ડાઉની જુનિયર, ક્રિસ હેમ્સવર્થ અને ક્રિસ ઇવાન્સ છે. આ લિસ્ટમાં ટોચ પર હૉલીવુડનો ઍક્ટર જ્યૉર્જ ક્લૂની છે. જ્યૉર્જ ક્લૂનીએ એક પણ હિટ ફિલ્મ નથી આપી અને છતાં તે ટૉપ પર છે. તેણે કાસામિગો ટકિલા (આલ્કોહૉલ કંપની) ખરીદી હોવાથી તે ખૂબ જ પૈસા મેળવી રહ્યો છે. ‘ફૉર્બ્સ’ દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડા ટૅક્સ, મૅનેજર, વકીલ, એજન્ટ્સ અને અન્ય ટીમને ચૂકવવામાં આવતી ફી પહેલાંના છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK