સની દેઓલને કેમ માર્યો હતો ધર્મેન્દ્રએ?

સની દેઓલને બાળપણમાં પિતા ધર્મેન્દ્રએ માર્યો હોવાનો તેમને ખૂબ જ પસ્તાવો થયો હતો.

sunny

ધર્મેન્દ્રએ તેમનાં બાળકો સની અને બૉબી દેઓલ સાથે ‘ઇન્ડિયન આઇડલ ૧૦’માં હાજરી આપી હતી. આ શોના હોસ્ટ મનીષ પૉલે રૅપિડ ફાયર રાઉન્ડમાં ધર્મેન્દ્રને અનેક સવાલો પૂછયા હતા, જેમાંનો એક એ હતો કે બન્ને દીકરાઓમાંથી તમે કોને વધારે પસંદ કરો છે? આ સવાલનો જવાબ આપતાં ધર્મેન્દ્રએ કહ્યું હતું કે ‘બન્ને દીકરાઓ મારી આંખો છે અને હું તેમને ખૂબ પ્રેમ કરું છું. એક દિવસ હું સની માટે ટૉય ગન લઈ આવ્યો હતો અને તેણે ઘરના તમામ અરીસાઓ એ ગનથી તોડી નાખ્યા હતા. ત્યારે હું ખૂબ ગુસ્સે ભરાયો હતો અને મેં સનીની ખૂબ પિટાઈ કરી હતી. જોકે બાદમાં મને એ વાતનો ખૂબ પસ્તાવો થયો હતો.’

સની દેઓલને પપ્પાની બાયોપિક બનાવવી છે, પરંતુ ધર્મેન્દ્રની કોઈ ઇચ્છા નથી

સની દેઓલે હાલમાં જ કહ્યું હતું કે તેણે પપ્પાની બાયોપિક બનાવવી છે, પરંતુ ધર્મેન્દ્રને પોતાની બાયોપિક બને એમાં જરાય રસ નથી. બાયોપિક બનાવવા વિશે પૂછતાં ધર્મેન્દ્રએ એ વિશે ના પાડી દીધી હતી. તેમની લાઇફ ઇન્ટરેસ્ટિંગ છે એમ છતાં પણ કેમ બાયોપિક બનાવવામાં ન આવે એ વિશે પૂછતાં ધર્મેન્દ્રએ કહ્યું હતું કે ‘હું માનું છું કે મારી લાઇફ ઇન્ટરેસ્ટિંગ છે, પરંતુ બાયોપિકમાં મને રસ નથી. મેં તો હજી સુધી મારી બાયોગ્રાફી પણ નથી લખી. અન્યોનાં તો ચાર-ચાર પુસ્તકો આવી ગયાં છે. હું કદાચ મારા પ્રવાસના અનુભવો પર અથવા અન્ય વિષય પર લખીશ. હું જ્યારે મારા જૂના ફોટો જોઉં છું તો કહું (પોતાને) છું કે તૂ બન ગયા હીરો.’

ઍક્ટિંગને મિસ કરે છે સની દેઓલ

સની દેઓલનું કહેવું છે કે તે ઍક્ટિંગને મિસ કરે છે અને જલદી જ નવી ફિલ્મમાં જોવા મળશે. તે દીકરા કરણની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ને ડિરેક્ટ કરી રહ્યો છે અને આ ફિલ્મ બાદ તે નવી ફિલ્મ પર કામ શરૂ કરશે. આ ફિલ્મથી કરણ બૉલીવુડમાં પદાર્પણ કરશે. સની દેઓલ ‘યમલા પગલા દીવાના ૩’માં લીડ રોલમાં જોવા મળવાનો છે. એવામાં ઍક્ટિંગને મિસ કરતો હોવાનું જણાવતાં સની દેઓલે કહ્યું હતું કે ‘હું હજી કેટલીક ફિલ્મો કરવાનો છું. હું હાલમાં ઍક્ટિંગને મિસ કરી રહ્યો છું. ‘યમલા પગલા દીવાના ૩’ અને મારા દીકરાની ફિલ્મમાં હું વ્યસ્ત હતો. હું હવે રાજકુમાર સંતોષી અથવા તો અન્ય કોઈ ડિરેક્ટરની ફિલ્મમાં જોવા મળશી. આ વિશે ચર્ચા ચાલી રહી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK