દિલ્હી ઍરપોર્ટ પર પ્રિયંકા ચોપડાએ હટાવી રિન્ગ?

સિંગાપોરમાં નિક જોનાસની કૉન્સર્ટમાં ભાગ લીધા બાદ દિલ્હી પહોંચેલી પ્રિયંકા ચોપડાએ તેના ડાબા હાથની રિન્ગ-ફિંગરમાંથી એન્ગેજમેન્ટની રિન્ગ કાઢી નાખી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

priyanka

દિલ્હી ઍરપોર્ટની બહાર નીકળતાં પહેલાં પ્રિયંકા કેટલાક લોકો સાથે વાતચીત કરતી દેખાય છે અને પછી તેની આંગળી પરથી રિન્ગ કાઢી નાખીને પૅન્ટના ખિસામાં મૂકે છે. તેને એમ હશે કે કોઈને એની ખબર નહીં પડે, પણ ફોટોગ્રાફરોના કૅમેરામાં આ ઘટના કેદ થઈ હતી. આ વિડિયો હવે એકદમ વાઇરલ થયો છે. દિલ્હીમાં સોમવારે તેણે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને એમાં મહિલાઓના મુદ્દા અને પોતાના જીવનની ફિલસૂફી પર તેણે વાત કરી હતી.

મારી લાઇફ મારા માટે છે, પબ્લિક માટે નહીં : પ્રિયંકા

દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં બોલતાં પ્રિયંકા ચોપડાએ કહ્યું છે કે મારી જિંદગી મારા માટે છે, પબ્લિક માટે નથી. એક મહિલા હોવાથી મારો અધિકાર છે કે હું મારી લાઇફને મારા સુધી જ સીમિત રાખું. મીડિયામાં આવતી ખબરો પર અનેક વાર હું હસું છું તો અનેક વાર મને ગુસ્સો પણ આવે છે. પરંતુ મોટા ભાગે હું મારા પબ્લિસિસ્ટને કહું છું કે કંઈ વાંધો નહીં, જે આજે ન્યુઝ છે એ આવતી કાલે કચરો બની જશે.’

સલમાન ખાનને લાગે છે પ્રિયંકાને તેની સાથે કામ નથી કરવું


પ્રિયંકા ચોપડાના ફિલ્મ ‘ભારત’ છોડી દીધાના થોડા દિવસો બાદ સલમાન ખાને કહ્યું છે કે કદાચ પ્રિયંકાને મારી સાથે કામ નહીં કરવું હોય અથવા તો તેને માત્ર હૉલીવુડ ફિલ્મો અને ટેલિવિઝન કરવાં હશે. આ ફિલ્મ અને પ્રિયંકા વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતાં સલમાન ખાને કહ્યું હતું કે ‘હું તેના માટે ખુશ છું. એ વખતે જ્યારે અમને જાણ થઈ હોત કે તેને હૉલીવુડમાં કોઈ મોટી ફિલ્મ મળી છે તો અમે તેને રોકી ન હોત. મારું શૂટિંગ શરૂ થઈ ગયું હતું અને તેનું શૂટિંગ શરૂ થવાના દસ દિવસ પહેલાં અમને જાણ થઈ કે તે ફિલ્મ છોડવા માગે છે. અમે તેને કહ્યું હતું કે જો તે આ ફિલ્મ ન કરવા માગતી હોય તો ન કરે. એ વખતે તેણે કંઈક અલગ જ કારણ જણાવ્યું હતું. કારણ ભલે કંઈ પણ હોય, તેને ભારતમાં કે મારી સાથે કામ નથી કરવું અને માત્ર હૉલીવુડ ફિલ્મો અને ટીવી જ કરવાં છે તો સારી વાત છે. તેણે ખૂબ મોટી સિદ્ધિ મેળવી છે. અમે તેના માટે ખુશ છીએ અને હંમેશાં તેને સપોર્ટ કરતા રહીશું.’

પ્રિયંકાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મને પણ કહી દીધી અલવિદા

પ્રિયંકા ચોપડાએ ફિલ્મ ‘ભારત’ બાદ હવે સંજય લીલા ભïણસાલીની ગૅન્ગસ્ટર ડ્રામા ફિલ્મને પણ ના કહી દીધી છે એવી ચર્ચા હાલ ખૂબ ચાલી રહી છે. પ્રિયંકા ચોપડાએ ભïણસાલીની ‘બાજીરાવ મસ્તાની’ અને ‘મૅરી કૉમ’માં કામ કર્યું છે. આ સિવાય તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’માં પણ તેણે એક સ્પેશ્યલ સૉન્ગ કર્યું હતું. ગૅન્ગસ્ટર ગંગુબાઈ કોઠેવાલીના જીવન પર આધારિત આ ફિલ્મમાં પ્રિયંકા કામ કરવાની હતી. જોકે આ મુદ્દે સંજય લીલા ભïણસાલીના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘ સંજય લીલા ભïણસાલીને પ્રિયંકા પ્રત્યે અપાર પ્રેમ અને લગાવ છે. આમ છતાં આવી કોઈ પણ ફિલ્મ વિશે ચર્ચા કરવામાં આવી નથી.’

Comments (1)Add Comment
...
written by Terri, August 08, 2018
Now the whole audience is aware of the personal relationships of this couple. The use of additional information can go through a special website http://essaycorrector.org/blog...er-student.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK