૮૩ માટે કપિલ દેવ બનશે રણવીર સિંહના કોચ

‘૮૩’ માટે રણવીર સિંહ ક્રિકેટની તાલીમ કપિલ દેવ પાસેથી લેવાનો છે. ડિરેક્ટર કબીર ખાનની આ ફિલ્મ ૧૯૮૩માં ભારતને પહેલી વાર વર્લ્ડ કપમાં મળેલા પર આધારિત છે.

kapill



ઉપાલા કેબીઆર

‘૮૩’ માટે રણવીર સિંહ ક્રિકેટની તાલીમ કપિલ દેવ પાસેથી લેવાનો છે. ડિરેક્ટર કબીર ખાનની આ ફિલ્મ ૧૯૮૩માં ભારતને પહેલી વાર વર્લ્ડ કપમાં મળેલા પર આધારિત છે. ૧૯૮૩ની ૨૫ જૂનનો એ દિવસ ભારતના ઇતિહાસમાં અંકિત છે. એ દિવસે લંડનમાં આવેલા લોર્ડ્ઝના ક્રિકેટ-ગ્રાઉન્ડમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ઐતિહાસિક જીત મેળવી હતી. ઇતિહાસના એ સુવર્ણ દિવસને રૂપેરી પડદા પર સાકાર કરવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પ્રથમ વર્લ્ડ કપની વિજેતા ભારતીય ક્રિકેટ-ટીમના કૅપ્ટન કપિલ દેવ હતા. તેમની સાથે ટીમમાં સુનીલ ગાવસકર, સંદીપ પાટીલ, રવિ શાસ્ત્રી, દિલીપ વેન્ગસરકર, બલવિંદર સંધુ, રૉજર બિન્ની, મદનલાલ, મોહિન્દર અમરનાથ, કીર્તિ આઝાદ, ક્રિષ્નમાચારી શ્રીકાંત, યશપાલ શર્મા અને વિકેટકીપર સૈયદ કિરમાણી હતા. આ ફિલ્મ માટે રણવીર નવેમ્બરથી તૈયારી શરૂ કરવાનો છે. આ ફિલ્મ માટે રણવીર અને કબીર ખાન બન્ને કપિલ દેવ સાથે સતત સંપર્કમાં છે. રણવીરને આ માટે ખાસ કપિલ દેવ નવેમ્બરમાં ટ્રેઇનિંગ આપશે અને ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવશે. ૧૯૮૩ની ક્રિકેટ-ટીમના તમામ ક્રિકેટરોને ફિલ્મના કન્સલ્ટન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK