નવી ટૅલન્ટને મંચ આપવાનો જૉન એબ્રાહમનો ઉદ્દેશ છે

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આયુષમાન ખુરાનાને ‘વિકી ડોનર’ દ્વારા બ્રેક આપનાર જૉન એબ્રાહમ હવે વધુ ટૅલન્ટને પ્લૅટફૉર્મ પૂરું પાડવા માગે છે.

john

ફિલ્મી બૅકગ્રાઉન્ડ ન ધરાવતા લોકોને પણ બૉલીવુડમાં સમાન અવસરો મળી શકે એ માટે તે પ્રયત્ન કરવા માગે છે. ‘વિકી ડોનર’ જૉનની પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ હતી. મોટા ભાગે જે કલાકારો પ્રોડ્યુસર બને છે તે પોતાની ફિલ્મમાં પોતે જ લીડ રોલમાં હોય છે, પરંતુ પોતાની પહેલી ફિલ્મમાં તેણે આયુષમાનને ચાન્સ આપ્યો હતો. આ વિશે વધુ જણાવતાં જૉન એબ્રાહમે કહ્યું હતું કે ‘શરૂઆતમાં મને આ રોલ ઑફર કરવામાં આવ્યો હતો. મેં શૂજિત સરકાર (ડિરેક્ટર)ને કહ્યું હતું કે આ પાત્ર માટે હું અયોગ્ય છું અને આયુષમાનને આ ભૂમિકા મળી હતી. અમે ખૂબ ખુશ છીએ કે તેના અભિનયથી લોકો પ્રભાવિત થયા હતા અને તે હવે સ્ટાર બની ગયો છે. તે મારો ભાઈ છે. હું તેને પ્રેમ કરુ છું. અમે જ્યારે તેને પસંદ કર્યો હતો ત્યારે તે ટેલિવિઝનમાં હતો, પરંતુ ટૅલન્ટની ખોજ તો ક્યાંયથી પણ થઈ શકે છે. ખરું કહું તો હું વધુમાં વધુ નવી ટૅલન્ટને મંચ આપવા માગું છું. નૉન-ફિલ્મી બૅકગ્રાઉન્ડથી આવીને ફિલ્મમાં કામ મેળવવામાં અથાક પ્રયાસો કરવા પડે છે, જે હું સારી રીતે જાણું છું.’

જૉન એબ્રાહમને વરુણ ધવન અને ટાઇગર શ્રોફ પ્રત્યે પણ અપાર પ્રેમ છે. જૉન એબ્રાહમે કહ્યું હતું કે ‘અમે ખૂબ ક્લોઝ છીએ. અમારી વચ્ચે ભાઈચારો છે. મને તેમની સાથે કામ કરવું પણ ગમે છે. હું માનું છું કે આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી એવું સ્થાન છે જ્યાં દરેક ટૅલન્ટેડને અવસર મળે છે.’

જૉને ‘સત્યમેવ જયતે’ જેવી ઍક્શન પૅક્ડ ફિલ્મમાં કામ કરવા માટે હામી કેમ ભરી એના વિશે વિસ્તારપૂર્વક જણાવતાં જૉન એબ્રાહમે કહ્યું હતું કે ‘મેં ફિલ્મની સ્ટોરી સાંભળી અને મને એ ગમી ગઈ હતી. આ એક કમર્શિયલ ધારદાર ડાયલૉગ્સવાળી ફિલ્મ છે. આ ઍક્શન પૅક્ડ ફિલ્મ હોવાની સાથે સામાજિક મુદ્દાઓને આવરી લેતી ફિલ્મ છે. હાલના સમયમાં મહિલાઓ સાથે થતા અત્યાચાર ગંભીર મુદ્દો બની ગયો છે. જ્યારે મહિલા રસ્તા પરથી પસાર થાય છે ત્યારે પુરુષો તેના તરફ ગંદી નજરથી જુએ છે અને એનાથી તે બેચેની અનુભવે છે. આ ફિલ્મમાં મારું પાત્ર આવા લોકોને સીધાદોર કરે છે જેને તે લાયક છે. આવી રીતે મારું પાત્ર દર્શકો માટે મહાત્વાકાંક્ષી પુરવાર થશે. ફિલ્મમાં એવાં અનેક ઉદાહરણો જોવા મળશે જે લોકોને કનેક્ટ કરશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK