બળાત્કાર વિશે વિધાનસભ્યની ઝાટકણી કાઢી સ્વરા ભાસ્કરે

કેરળની નન પર થયેલા બળાત્કાર વિશે વાંધાજનક વક્તવ્ય આપનાર કેરળના અપક્ષ વિધાનસભ્ય પી. સી. જ્યૉર્જની સોશ્યલ મીડિયા પર સ્વરા ભાસ્કરે ઝાટકણી કાઢી છે.

swara

જાલંધરના બિશપ ફ્રૅન્કો મુલક્કલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરનાર આ નનને જ અપરાધીની શ્રેણીમાં મૂકવાનું કામ આ વિધાનસભ્યે કર્યું છે. અપક્ષ વિધાનસભ્ય પી. સી. જ્યૉર્જે કહ્યું હતું કે ‘શું તમને એમાં કોઈ શંકા છે કે તે નન એક પ્રોસ્ટિટ્યુટ છે? બાર વખત તેણે એન્જૉય કર્યું હતું અને અચાનક તેરમી વાર તેને રેપ કેમ લાગ્યો? તેણે અગાઉ બાર વાર રેપની ફરિયાદ કેમ ન કરી? એ સમયે તે ક્યાં હતી? બાર વખત તે એક પણ શબ્દ ન બોલી. પહેલી વાર જ્યારે થયું હતું ત્યારે તેની કોઈ ફરિયાદ નહોતી.’

આ વિધાનસભ્યની સખત શબ્દોમાં નિંદા કરતાં સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યું હતું કે ‘આ ખૂબ જ શરમજનક અને નિંદનીય છે. રાજકારણમાં ગંદવાડ ફેલાયેલો છે અને આજે ભારતમાં ધર્મો પણ વેચાઈ ગયા છે. આ ખૂબ જ ઘૃણાસ્પદ છે.’

સ્વરાએ અગાઉ ‘MeToo’ કૅમ્પેન માટે એક બોર્ડ લઈને ફોટો શૅર કર્યો હતો. એ વાતને યાદ કરતાં વિધાનસભ્યને કરેલા સ્વરાના ટ્વીટનો જવાબ આપતાં ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું કે આ વખતે તારું બોર્ડ નથી દેખાઈ રહ્યું. વિવેકના આ ટ્વીટનો જવાબ આપતાં સ્વરાએ ટ્વીટ કર્યું હતું કે ‘વિવેક, હું એ વાત પર તારું ધ્યાન દોરવા માગું છું કે તું રેપપીડિતાને જાહેરમાં નીચી દેખાડીને તેના દાઝયા પર ડામ આપી રહ્યો છે. તારા દિમાગમાં જ્યારે સારો વિચાર આવે ત્યારે શાંતિથી એ વિચારજે કે તેં તે મહિલાની ગરિમાને કેટલી ઠેસ પહોંચાડી છે.’

સ્વરાએ કરેલી ફરિયાદને કારણે વિવેકનું અકાઉન્ટ થયું લૉક

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીના ટ્વીટને પગલે સ્વરાએ ટ્વિટર પર તેની ફરિયાદ કરી હતી. સ્વરાની ફરિયાદને પગલે ટ્વિટરે તેનું અકાઉન્ટ લૉક કરી દીધું હતું. જોકે વિવેક અગ્નિહોત્રી ટ્વિટરના નિયમોનું પાલન કરવા તૈયાર થાય તો તેનું અકાઉન્ટ ફરી અનલૉક કરી દેવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK