આસામીઝ ફિલ્મ વિલેજ રૉકસ્ટાર્સને મળ્યો બેસ્ટ ફીચર ફિલ્મનો નૅશનલ અવૉર્ડ

ઇન્ડિયાની દરેક ભાષાની ફિલ્મોમાંથી આસામીઝ ફિલ્મ ‘વિલેજ રૉકસ્ટાર્સ’ને બેસ્ટ ફીચર ફિલ્મનો પાંસઠમો નૅશનલ અવૉર્ડ મળ્યો છે.

awards

village

૨૯ વર્ષ બાદ આસામીઝ ફિલ્મને ફરી આ અવૉર્ડ મળ્યો છે. છેલ્લે ૧૯૮૭માં ‘હલોધિયા ચોરાયે બાઓધન ખાઈ’ને બેસ્ટ ફીચર ફિલ્મનો નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં ગરીબ બાળકોના રૉકબૅન્ડની વાત કરવામાં આવી છે. ગરીબ અને બેઝિક જરૂરિયાતોથી વંચિત હોવા છતાં તેઓ ખૂબ જ ખુશી-ખુશી જીવન જીવે છે. આ ફિલ્મની ચાઇલ્ડ-ઍક્ટ્રેસ ભનીતા દાસે દસ વર્ષની છોકરી ધુનુનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં તે તેની વિધવા મમ્મી અને ભાઈ સાથે રહેતી હોય છે. ધુનુ તેની મમ્મીનું લોકલ ઇવેન્ટમાં નાસ્તો વેચીને ગુજરાન ચલાવતી હોય છે. તે એક દિવસ એક બૅન્ડનો પર્ફોર્મન્સ જુએ છે અને તેને પણ એક બૅન્ડ શરૂ કરવાની ઇચ્છા થાય છે. આ માટે તે એક સેકન્ડ-હૅન્ડ ગિટાર ખરીદવા ઇચ્છતી હોય છે અને એ માટે તે એક-એક રૂપિયો બચાવતી જોવા મળે છે. જોકે એક દિવસ રેલ આવે છે અને તેમના પાકને નુકસાન થાય છે અને ધુનુએ તેની પ્રાયોરિટી સમજીવિચારીને પસંદ કરવી પડે છે. આ ફિલ્મને ઘણા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ અવૉર્ડ્સ મળ્યા છે અને હવે ઇન્ડિયાનો ફિલ્મો માટેનો શ્રેષ્ઠ અવૉર્ડ પણ આ ફિલ્મને મળ્યો છે. ભનીતાને આ ફિલ્મના તેના પાત્ર માટે બેસ્ટ ચાઇલ્ડ-આર્ટિસ્ટનો નૅશનલ અવૉર્ડ પણ મળ્યો છે. ‘વિલેજ રૉકસ્ટાર્સ’ની ડિરેક્ટર રીમા દાસને આ ફિલ્મ માટે બેસ્ટ એડિટિંગનો પણ નૅશનલ અવૉર્ડ મળ્યો છે.

DHH

DHH (‘ઢ’)ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નૅશનલ ફિલ્મ અવૉર્ડ

ગઈ કાલે જાહેર કરવામાં આવેલા પાંસઠમા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સમાં ‘DHH’ (‘ઢ’)ને બેસ્ટ ગુજરાતી ફિલ્મ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં સ્કૂલના ત્રણ મિત્રો ગુંજન, કપિલ અને બજરંગની વાત કરવામાં આવી છે. આ ત્રણેય ભણવામાં ડોબા હોય છે અને તેઓ એવું માનતા હોય છે કે તેમને હવે સ્કૂલની સજાઓ અને ગણિતમાંથી ફક્ત જાદુગર જ બચાવી શકે છે. તેઓ એક દિવસ કૂલ છોડીને જાદુ જોવા માટે જાય છે અને ત્યાર બાદ તેઓ એ જાદુગરને એક લેટર લખે છે. આ જાદુગરનું પાત્ર નસીરુદ્દીન શાહે ભજવ્યું છે. તેઓ જાદુગરને લખે છે કે પરીક્ષામાં પાસ થવા માટે હવે તેઓ જ તેમના છેલ્લા વિકલ્પ છે. તેઓ ઘણા દિવસ રાહ જુએ છે અને એક દિવસ જાદુગરનો જવાબ આવે છે અને સાથે એક ગિફ્ટ પણ મોકલે છે, જે એક નાની ડૉલ હોય છે. જાદુગરે લખ્યું હોય છે કે આ ડૉલને ભણાવવાથી તેમનું રિઝલ્ટ સારું આવશે. ડૉલને ભણાવવાની લાયમાં તેઓ પોતે જ શિક્ષિત થતા જાય છે અને તેમનું રિઝલ્ટ પણ સારું આવે છે. આ ફિલ્મને ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ૨૦૧૭ની ૧૩ નવેમ્બરે રિલીઝ કરવામાં આવી હતી અને એને સામાન્ય જનતા માટે રિલીઝ કરવાની બાકી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy