પોતાને સ્ટાર માનવામાં સમય લાગી રહ્યો છે વિકી કૌશલને

વિકી કૌશલનું કહેવું છે કે કોઈ સ્ટાર કહીને તેને બોલાવે તો એ સ્વીકારવામાં તેને સમય લાગી રહ્યો છે.

vicky

વિકી કૌશલે ૨૦૧૫માં આવેલી ‘મસાન’થી બૉલીવુડમાં પદાર્પણ કર્યું હતું. ‘સંજુ’ અને ‘રાઝી’ના તેના અભિનયની ખાસ્સી પ્રશંસા કરવામાં આવી હતી. તેની આગામી ફિલ્મ ‘મનમર્ઝિયાં’ રિલીઝના આરે છે. પોતાને કોઈ સ્ટાર કહીને બોલાવે તો તે કેવું ફીલ કરે છે એ વિશે પૂછતાં વિકી કૌશલે કહ્યું હતું કે ‘લોકો જ્યારે મને સ્ટાર કહીને બોલાવે તો એ સ્વીકારવામાં મને સમય લાગી રહ્યો છે. મારી મમ્મી કહે છે કે એક પેરન્ટ તરીકે મારા પગ હવે જમીન પર નથી ટકતા. તું કેવું ફીલ કરે છે? તું કેવા અનુભવમાંથી પસાર થાય છે? હું આજકાલ ખૂબ જ ખુશ રહું છું. ક્યારેક એવો પણ સમય આવે છે જ્યારે હું એકલો હોઉં છું અને હું મારી ખુશીને માણવા માટે જોરથી હુર્ર્રે કહીને ચીસો પાડવા માગું છું. મારી સાથે કંઈક ખાસ થવાનું છે એવું વિચારીને હું ચહેરા પર હંમેશાં ખુશી રાખું છું.’

હું મારી ફિલ્મો માટે ખૂબ જ મહેનત કરું છું. ફિલ્મનો સેટ મારું સ્વર્ગ છે અને ત્યાં મને શાંતિ મળે છે. હું મારી લાઇફનો દરેક દિવસ સેટ પર પસાર કરવા માગું છું

- વિકી કૌશલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK