એક જ ધર્મને ટાર્ગેટ કરવો દુ:ખની વાત છે : તાપસી

તાપસી પન્નુનું કહેવું છે કે હંમેશાં એક જ ધર્મને ટાર્ગેટ કરવો ખૂબ જ મુશ્કેલ છે.

taapsee

તાપસી અને રિશી કપૂરે હાલમાં જ ‘મુલ્ક’નું ટ્રેલર લૉન્ચ કર્યું છે. આ ફિલ્મમાં રિશી કપૂર મુસ્લિમ હોય છે અને તેના પરિવારને આતંકવાદી કહેવામાં આવે છે અને એ વિરુદ્ધ તેઓ ર્કોટમાં કેસ કરે છે. આ ફિલ્મને એક રિયલ લાઇફ ઘટના પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. રિશી કપૂરની વકીલ ફિલ્મમાં તાપસી હોય છે. આ વિશે પૂછતાં તાપસીએ કહ્યું હતું કે ‘એક જ ધર્મને ટાર્ગેટ કરવો ખૂબ જ દુ:ખની વાત છે. કોઈ મુસ્લિમ હોય અને એથી તેને ટાર્ગેટ કરવામાં આવે એ ખોટું છે. મારી મૅનેજર, મારો ડ્રાઇવર, મારા ઘરમાં કામ કરનારી મહિલા પણ મુસ્લિમ છે. તેઓ બધાં મુસ્લિમ છે અને મારી લાઇફનો એક ભાગ છે. આ ફિલ્મ પસંદ કરવાનું એ પણ એક કારણ છે કે મારી લાઇફમાં મહત્વની વ્યક્તિઓ મુસ્લિમ છે. જો કોઈએ આ મુદ્દાને આગળ કરવા માટેની જવાબદારી લેવાની હોય તો એ લેવાની મને ખુશી છે. મુસ્લિમોને જે રીતે ટ્રીટ કરવામાં આવે છે એ દુ:ખની વાત છે. આ એક પૉલિટિકલ મુદ્દો છે, પરંતુ એ આપણી સાથે પણ સંકળાયેલો છે. હું આ ફિલ્મમાં જે પણ ડાયલૉગ બોલી રહી છું એ ખૂબ જ દિલથી બોલી રહી છું, કારણ કે રિયલ લાઇફમાં હું એ માનું પણ છું.’

મુલ્ક માટે કોરિયોગ્રાફર બની તાપસી પન્નુ

તાપસી પન્નુ અભિનયમાં તો લાજવાબ છે જ, પરંતુ હવે તે કોરિયોગ્રાફીમાં પણ હાથ અજમાવી રહી છે. ડિરેક્ટર અનુભવ સિંહાની ફિલ્મ ‘મુલ્ક’માં તાપસીએ વકીલનું પાત્ર ભજવ્યું છે જે ત્રણ ઑગસ્ટે રિલીઝ થશે. આ કોર્ટરૂમ ફિલ્મના ગીત ‘ઠેંગે સે’ને પહેલી વાર તાપસીએ કોરિયોગ્રાફ કર્યું છે. તાપસીએ પોતે ગીતને કોરિયોગ્રાફ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેના વિશે વધુ માહિતી આપતાં અનુભવ સિંહાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મની કથા એક સંવેદનશીલ મુદ્દા પર હોવાથી એમાં માત્ર બે જ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોઈ ટિપિકલ બૉલીવુડ ફિલ્મ ન હોવાથી ગીત માટે પ્રોફેશનલ કોરિયોગ્રાફરની મદદ લેવાની મારી કોઈ ઇચ્છા નહોતી. મેં નક્કી કયુંર્ હતું કે બન્ને ગીતોને હું પોતે જ કોરિયોગ્રાફ કરીશ, પરંતુ તાપસીએ કોરિયોગ્રાફી માટે રસ દાખવ્યો હતો. આ ગીતને હું પ્રોફેશનલ ડાન્સવાળું બનાવવા ન ઇચ્છતો હોવાથી મને એ માટે એક નવી વિચારધારાની જરૂર હતી, જે તાપસીએ પૂરી પાડી છે. હું તાપસીના ડિરેક્શનથી પ્રભાવિત થયો છું. ભવિષ્યમાં તાપસી ડિરેક્ટર બની તો તે જરૂર સફળ રહેશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK