મારા પપ્પાની બાયોપિકમાં કામ કરવું છે : વરુણ

બૉલીવુડમાં બાયોપિકની સીઝન ચાલી રહી છે અને વરુણ ધવનને તેના પપ્પા ડેવિડ ધવનની બાયોપિકમાં કામ કરવું છે.

varun

વરુણને બાયોપિકમાં કામ કરવાનો ડર લાગે છે, પરંતુ જો તેને એવી કોઈ ફિલ્મ કરવી હોય તો એ તેના પપ્પાની બાયોપિક છે. ડેવિડ ધવનનું ઓરિજિલ નામ રજિન્દર ધવન છે અને તેઓ ગોવિંદા સાથેની કૉમેડી ફિલ્મો માટે ખૂબ જ જાણીતા છે. બાયોપિક વિશે પૂછતાં વરુણે કહ્યું હતું કે ‘જો મારે કોઈની બાયોપિકમાં કામ કરવું હોય તો એ મારા પપ્પાની છે. મારા પપ્પાના જન્મથી મારા જન્મ સુધીના સમયની તેમની બાયોપિકમાં મારે કામ કરવું છે. મને જ્યારે પણ બાયોપિકની ઑફર થાય છે ત્યારે હું ડરી જાઉં છું. મોટા ભાગે હું એવી ફિલ્મો કરવાનું પસંદ જ નથી કરતો. હું મારા ફિક્શન પાત્રોને પણ બાયોપિકના પાત્રોની જેમ ટ્રીટ કરું છું. હું ‘સૂઈ ધાગા’માં દરજીનું પાત્ર ભજવી રહ્યો છું. જોકે એ પાત્ર કોઈની લાઇફ પર આધારિત નથી, પરંતુ તેમ છતાં સામાન્ય વ્યક્તિનું નિરીક્ષણ કરીને હું મારું પાત્ર કરી રહ્યો છું.’

ઐતિહાસિક ફિલ્મો બનાવવાને બેધારી તલવાર જેવી માને છે વરુણ


તેનું કહેવું છે કે આ દેશમાં દરેક વ્યક્તિ દરેક બાબતથી નારાજ થઈ જાય છે

વરુણ ધવનનું કહેવું છે કે આ સમયમાં ઐતિહાસિક ફિલ્મો બનાવવી ખૂબ જ મુશ્કેલ છે. સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ બન્ને ફિલ્મોનો વિરોધ કરવામાં આવ્યો હતો. વરુણ મોટા ભાગે મસાલા ફિલ્મોમાં કામ કરે છે. ઐતિહાસિક ફિલ્મમાં કામ કરવા વિશે પૂછવામાં આવતાં વરુણે કહ્યું હતું કે ‘દુખની વાત છે, પરંતુ ઐતિહાસિક ફિલ્મો આપણા દેશમાં બેધારી તલવાર જેવી છે. કેટલાક લોકો દુખી થઈ જશે અને છેલ્લે કહેશે કે આ ફિલ્મ બનાવવા પહેલાં કે રિલીઝ કરવા પહેલાં અમારી સંમતિ નહોતી લેવામાં આવી. આ સમય એવો છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાબતથી નારાજ થઈ જાય છે. કોઈ વ્યક્તિ મારા શૂઝની દોરી બાંધેલી ન જોશે તો એનાથી પણ નારાજ થઈ જશે. મારે પણ આવી ફિલ્મોમાં કામ કરવું છે. જો કોઈ સારી ãસ્ક્રપ્ટ મળશે તો હું જરૂર કરીશ.’

ફિલ્મોના વિષય માટે આપણા દેશમાં ઘણા હીરોઝ છે અને એ માટે આપણને વિદેશી હીરોઝની જરૂર નથી.

- વરુણ ધવન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK