એક કલાક સુધી સની લિયોની પૂરાઈ શો રૂમમાં ? પછી શું થયું....

સ્ટોર લોન્ચ કર્યા બાદ સની લિયોનીનું શો રૂમમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું

SUNNY



એક્ટ્રેસ સની લિયોનની ચાહકો ઢગલાબંધ છે, જે તેની ઝલક મેળવવા માટે કશું પણ કરી શકે છે. ચાહકોનો આ પ્રેમ ક્યારેક ક્યારેક સની લિયોની માટે મુસીબત બની જાય છે. આવું જ મુંઈના એક મોલમાં ક્લોથિંગ બ્રાન્ડના સ્ટોરના લોન્ચ દરમિયાન પણ બન્યું. સની લિયોની પોતાના પતિ સાથે મૉલમાં ક્લોથિંગ બ્રાન્ડ લોન્ચ કરવા પહોંચી હતી. સનીના આવવવાના સમાચાર ફેલાતા જ મોલમાં હજારો લોકોની ભીડ ઉમટી. આ ભીડ એટલી વધી ગઈ, બેકાબુ બની કે સ્ટોર લોન્ચ કર્યા બાદ સની લિયોનીનું શો રૂમમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું.

થયો હતો ટેક્નિકલ પ્રોબ્લેમ

ભીડ ઓછી કરવા માટે સ્ટોરના ઓનર અને ડિઝાઈનર રિયાજ ગાંજીએ ઉતાવળમાં સ્ટોરનું શટર અંદરથી બંધ કરી દીધું. જેથી લોકો સમજે કે સની લિયોની જતી રહી છે. સની માટે મુસીબત ત્યારે થઈ જ્યારે ભીડના વિખેરાઈ ગયા બાદ પણ સ્ટોરનું શટર ખુલ્યુ જ નહીં. વારંવાર પ્રયત્ન કર્યા બાદ મોલના કર્મચારીઓને જાણ કરાઈ. તો ખબર પડી કે મોલના તમામ શટર ઓટોમેટિક ખુલે છે અને બંધ થાય છે, ઉતાવળમાં શટર બંધ કરવાને કારણે ટેક્નિકલ પ્રોબ્લેમ સર્જાયો છે, અને શટર અંદર બહાર બંને બાજુથી લૉક થયું છે.


આ પણ વાંચોઃ FTIIમાં અનુપમ ખેરના કામ પર નસીરુદ્દીન શાહે ઉઠાવ્યા સવાલ


એક કલાકનો લાગ્યો સમય

મૉલના કર્મચારીઓએ આખા મૉલની ઈલેક્ટ્રિસિટી બંધ કરીને શટરને ફરી રિસેટ કર્યું, આ આખી કવાયતમાં એક કલાકનો સમય વીત્યો. એક કલાક સુધી સની લિયોની અને તેના પતિ સ્ટોરની અંદર જ ફસાયેલા રહ્યા. સ્ટોરનું શટર ખુલ્યા બાદ આખરે સની લિયોનીએ રાહતનો શ્વાસ લીધો.


આ પણ વાંચોઃ કેરળના લોકોને મદદ માટે પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું સની લીઓનીએ?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK