નવા લુક માટે પ્રિયંકા ચોપડાનો આભાર માન્યો સોનાલી બેન્દ્રેએ

ન્યુ યૉર્કમાં મેટૅસ્ટેટિક કૅન્સરની સારવાર લઈ રહેલી સોનાલી બેન્દ્રેએ ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપડાનો આભાર માન્યો છે.

sonali

આભાર માનવાનું કારણ છે પ્રિયંકાએ હેર વિગ માટે સોનાલીને આપેલું માર્ગદર્શન. સોનાલીએ કૅન્સરને કારણે તેના વાળ પહેલાં શૉર્ટ કરાવ્યા હતા. તેને જ્યારે કીમોથેરપી આપવાની શરૂ થઈ ત્યારે તેણે તમામ વાળ કઢાવી નાખ્યા હતા. સોનાલીએ હવે હેર વિગનો ઉપયોગ કરીને તેનો નવો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ લુકને શૅર કરતાં સોનાલી બેન્દ્રેએ લખ્યું હતું કે ‘અલ પચીનોએ કહ્યું હતું કે સારા દેખાવું એ મારું ફેવરિટ કુકર્મ છે. જોકે મારા માટે હંમેશાં સારા દેખાવું જરૂરી ન પણ હોય, પરંતુ કોને સુંદર દેખાવું ન ગમે? આપણો દેખાવ આપણા પર સાઇકોલૉજિકલી અસર પાડે છે. સારા દેખાવાથી કોઈને નુકસાન નહીં થાય. તમને જેનાથી ખુશી મળે એ વસ્તુ કરવી જરૂરી છે. પછી એ વિગ પહેરવી કે બ્રાઇટ રેડ લિપસ્ટિક લગાવવી અને હાઈ હીલ્સ પહેરવી પણ હોઈ શકે છે. તમારા માટે શું સારું છે અને શું ખરાબ એ તમને કોઈ નહીં કહી શકે. હું જ્યારે વિગ ટ્રાય કરી રહી હતી ત્યારે મને મારા પર ડાઉટ ગયો હતો. શું હું સુંદર દેખાવા માગું છું? મનોરંજન જગતનો પાર્ટ હોવાથી હંમેશાં મારી પાસે સારા દેખાવાની અપેક્ષા રાખવામાં આવે છે. કદાચ એ ભાવના મારી અંદર સમાઈ ગઈ છે? જોકે થોડો સમય એ વિશે વિચાર્યા બાદ મને અહેસાસ થયો કે મારે પોતાના માટે સારા દેખાવું છે. જો મને સ્કાર્ફ પહેરવાનું મન થશે તો હું એ પહેરીશ. જો મને વાળ વગર ફરવું હશે તો હું એ કરીશ. માત્ર તમને જ જાણ છે કે તમને શેમાંથી ખુશી મળે છે અને તમારા માટે શું સારું છે. એથી દરેક અવસરનો લાભ લો. મારા નવા લુક માટે હું પ્રિયંકા ચોપડાનો આભાર માનું છું જેણે મને વિગ બનાવવા માટે મદદ કરી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK