રીજનલ સિનેમા જેવી ફિલ્મો બૉલીવુડ નહીં બનાવી શકે એ કહેવું ખોટું છે : સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાનું કહેવું છે કે હિન્દી સિનેમા કરતાં રીજનલ સિનેમા વધુ સારું છે એ કહેવું યોગ્ય નથી.

sonakshi

છેલ્લા ઘણા સમયથી ગુજરાતી, મરાઠી, બંગાળી અને સાઉથની સાથે અન્ય રીજનલ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં વધુ સારી ફિલ્મો બની રહી છે. આ ફિલ્મો હિન્દી ફિલ્મો કરતાં ગુણવત્તામાં ખૂબ જ સારી છે એવું ઘણી વાર સાંભળવામાં આવે છે. સોનાક્ષીએ ૨૦૧૦માં ‘દબંગ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી અને ૨૦૧૪માં તેણે રજનીકાન્તની તામિલ ફિલ્મ ‘લિંગા’માં કામ કર્યું હતું. હિન્દી ફિલ્મો કરતાં રીજનલ ફિલ્મો સારી હોય છે એ વિશે પૂછતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘મેં તામિલ ફિલ્મમાં કામ કર્યું છે. એ ફિલ્મના અનુભવ પરથી હું કહી શકું છું કે બૉલીવુડમાં જે રીતે કામ કરવામાં આવે છે એનાથી તેઓ સારી રીતે કામ કરે છે. ટાઇમિંગ, વિઝન, ઓરિજિનલ ફિલ્મ અને જે પ્રકારના વિષયો પર તેઓ ફિલ્મો બનાવે છે એવી ફિલ્મો અહીં બનાવવાનો વિચાર પણ કરવામાં નથી આવતો. જો એવું હોય તો આજ સુધી હિન્દી સિનેમામાં કેમ ‘બાહુબલી’ બનાવવામાં નથી આવી? તેમણે એ ફિલ્મ બનાવી અને એ ફિલ્મ કેવી છે એ આપણે બધા જાણીએ છીએ. રીજનલ સિનેમા જે રીતે કામ કરે છે એનો હું રિસ્પેક્ટ કરું છું, પરંતુ તેમના જેવું કામ બૉલીવુડમાં કરવામાં નહીં આવે એવું કહેવું ખોટું છે. જો આપણે એ કરવું હોય તો આપણે એ કરી શકીએ છીએ અને આપણે એ કરીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK